જયારે કોડિયું સૂરજની સામે થાય ત્યારે હસવું આવે ને? એમ થાય કે આ કોડિયાના દીવાની તો શું વિસાત કે સૂરજને આંખ બતાવે પણ અંધારુ થાય ત્યારે કોડિયું એનાથી બનતું કરી છૂટે એવું જ જીવનમાં બન્યું રાજકોટના પ્રશાંતભાઇ દવે સાથે.
પ્રશાંતભાઇ દવેએ પોતાના જીવનનો પ્રારંભ એક દૈનિક ન્યૂઝ પેપરમાં સામાન્ય નોકરી થી કરી હતી. 2011 ના વર્ષમાં એક ન્યૂઝપેપર રજીસ્ટ્રેશન ઓફિસ-ન્યૂ દિલ્હી માં રજીસ્ટ્રેશન માટે મોકલ્યું. અને સરકાર દ્વારા તેમને આસ્થા નામ મેગેઝીન માટે ફાળવવામાં આવ્યું. ત્યારબાદ જાણે મુસીબત માથે લીધી હોઇ તેવી સ્થિતિ નું સર્જન થયું. રજીસ્ટ્રેશન આવતા ની સાથે જ એક ટીવી ચેનલે વાંધો ઉઠાવ્યો. પરંતુ પ્રશાંતભાઇને તે ન સમજાયું કે સરકારે મને નામ ફાળવ્યું તો હું શું કામ ન ચલાવી શકું અને કોઈ ધાર્મિક શબ્દ ઉપર કોઈ પોતાનો અધિકાર કેવી રીતે જતાવી શકે? અને ઍ ટીવી ચેનલે કોર્ટ નોટિસ મોકલી. આસ્થા નામ છીનવવા માટે ઍ ટીવી ચેનલ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ પ્રશાંતભાઇ દવે ઝુકયા નહીં! રાજકોટ થી દિલ્હી સુધી ની વાટ પકડી, કાયદા નો અભ્યાસ કર્યો. અને અંતે સાબિત કર્યું કે કોઇ ચેનલ પાસે માત્ર એરબ્રોડકાસ્ટીંગ રાઇટસ હોય છે અને મને આર.એન.આઇ. ઓફિસ-ન્યૂ દિલ્હી દ્વારા ફાળવવામાં આવેલ ટાઇટલ આસ્થા નામ પાસે પ્રિન્ટીંગ અને પબ્લીકેશન રાઇટસ છે. તો હું શું કામ બહાર ન પાડી શકું? મહાભારતમાં જેમ ભગવાન સત્યનાં પક્ષે રહેલા એમ મારા સત્ય સાથે પણ ભગવાન રહ્યા અને ચેનલને ઝૂકવું પડ્યું. સરકાર અને કોર્ટનો આદેશ થયો કે સામાયિક ચાલુ રહેશે એમને કોઈ રોકી ના શકે.
અથાગ મહેનત અને પરિશ્રમ દ્વારા આજે ગુજરાત રાજયમાં મેગેઝીન અને www.aasthamagazine.com વેબ ન્યૂઝ પોર્ટલ દેશ વિદેશમાં લાખો લોકો વાંચી રહ્યા છે. આસ્થા મેગેઝીન કોઇ ધંધાદારી હેતુ માટે નથી ચલાવવામાં આવતું. આ મેગેઝીનમાં 8 વર્ષથી લઇને 88 વર્ષ સુધીના લેખકો સાથે સંકળાયેલું અને સમાજમાં સંસ્કાર અને હકારાત્મક ભાવના ફેલાવતું મેગેઝીન છે.
વિચાર કરો કે જો ધીરુભાઈ અંબાણી રીલાઇન્સ શરૂઆતમાં જ વેંચી દીધું હોત તો આજે એમને કોણ ઓળખત? હું એમના જેટલો મહાન નથી પણ કોડિયું છું, બનતું કરી છૂટીશ. હું જીવનમાં કોડિયા સમાન છું સમાજ માટે બનતું કરી છૂટીશ.
Recent Comments