#308, Nishant Nathwani, Rifle shooter

By Faces of Rajkot, June 11, 2017

ક્રિકેટની બહુ જ રોમાંચક મેચનો આનંદ બધાએ લીધો હશે, આપણે ક્રિકેટ સિવાય બહુ ઓછી રમતોમાં રસ દાખવીએ છીએ પણ, રાજકોટ એમ કોઈ રસ લે કે નહિ પરવાહ કરતું નથી અને પોતાના ચેહરા આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકાવતું રહે છે. ગર્વ કરવાનું ચૂકશો નહિ.

નિશાંત નથવાણી, રાઇફલ શૂટર, નેશનલ અને ઇન્ટરનૅશનલ મળીને કુલ 174 મેડલો અંકે કર્યા છે અને દેશને કેટલાય યુવા શૂટરો પણ આપ્યા છે. ભારતના કદાચ સૌથી નાની ઉંમરના ગન ફોર ગ્લોરીના કોચ છે. ઉંમર માત્ર 22 વર્ષ. સાત વખત ગુજરાત શૂટિંગ ચેમ્પિયન રહી ચૂકેલા નિશાંતે બારમા ધોરણની પરીક્ષા આપ્યા બાદ પોતાનો ઓગણીસમો જન્મદિવસ જબલપુરની ગન ફોર ગ્લોરી સ્પર્ધામાં મનાવેલો. એસ.એન.કે. સ્કૂલ પુરી કર્યા બાદ આર. કે. એન્જીનીઅરીંગ કોલેજમાં એડમિશન લીધું પણ, પહેલા વર્ષમાં જ લાગ્યું કે આ એ નથી જે મારે કરવું છે. ભારતની શૂટિંગ માટેની પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ GFG (ગન ફોર ગ્લોરી)માં ભાગ લીધો અને સિલેક્ટ થઇ ગયો. કડવીબાઈ સ્કૂલમાં મારુ પોસ્ટીંગ હતું. દેશ માટે 1400 થી વધુ છોકરીઓની ટેલેન્ટ સર્ચ સ્પર્ધા હેઠળ પરીક્ષણ કર્યું અને મને જબલપુરમાં પોસ્ટીંગ સાથે એક અલગ જ શૂટિંગ રેન્જ આપી અને એનો કોચ બનાવ્યો. સમય જતાં , એ શૂટિંગ રેન્જ સૌથી પ્રતિષ્ઠિત શૂટિંગ રેન્જની હરોળમાં આવી ગઈ અને મને જબલપુરમાં સીનીઅર કોચની પોઝિશન મળી. જબલપુરની બેસ્ટ ફ્રેન્ચાઇસીનો એવોર્ડ મળ્યો. 400 થી વધુ સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપી છે જેમાંથી 30 રાષ્ટ્રીય કક્ષાના શૂટર બની ગયા છે, રાજ્ય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કુલ મળીને 170 થી વધુ મેડલો સ્પર્ધામાં મેળવ્યા છે.

 
મારા 3 માંથી 2 શૂટર્સ ઇન્ડિયન ટીમમાં છે જેને એશિયા ખાતે સ્પર્ધાઓ જીતી છે. એક સ્ટુડન્ટે બબ્બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યાં છે. આ મહિને જર્મનીમાં થનાર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં એક સ્ટુડન્ટ ભાગ લેશે અને મેડલ પણ જીતી બતાવશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપી ચૂકેલ રૂબીના, મહિમા અને શ્રેય અગ્રવાલ જે ભારતનું નામ રાષ્ટ્રીય ક્ષેત્રે ગાજે છે એનું કોચિંગ નિશાંતે કરેલું છે.


એક જમાનો હતો કે રાજકોટ કે ગુજરાતનું નામ ખાલી બિઝનેસ કરવામાંજ આગળ આવતું પણ હવે તો કોઈ પણ ક્ષેત્રે તમને ગુજરાતી જોવા મળશે. ક્રિકેટ હોય કે શૂટિંગ બિઝનેસ હોય કે રાજનીતિ સિક્કો તો આપણો જ ચાલે છે.

— with Nishant Nathwani.