#311, Dhyey Bagdai

By Faces of Rajkot, July 2, 2017

16 વર્ષની ઉંમરે મને તો લિમ્કા નો સ્પેલિંગ પણ નોહ્તો આવડતો અને આ ભાઈ 16 વર્ષની ઉંમરે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવી ચુક્યા છે.

 

ધ્યેય લલિતભાઈ બગડાઈ, ડિપ્લોમા ઑટોમોબાઇલમાં અભ્યાસ કરે છે, એક વાર ધોરણ 9 ના વેકેશનમાં પપ્પાના કારખાનામાં ગેલવેનાઈઝડ પાઇપના ટુકડાઓ ભંગારમાં જતા જોઈને એમાંથી કંઈક બનાવવાનો વિચાર આવ્યો. અથાગ મેહનત અને અભ્યાસ બાદ એરોડાયનામિક સાઇકલનું મોડેલ તૈયાર કર્યું અને રાજકોટના ઓટો એક્સ્પોમાં મૂક્યું, ઘણી કંપનીઓ અને લોકોએ આ મોડેલ જોયું અને વખાણ્યું. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સના અધિકારોએ રાજકોટ આવી ને સાઇકલનું મોડેલ તપાસ્યું, ચલાવીને જોયું અને આની નોંધ લીધી.

આ સાઈકલની ખાસીયત એ છે કે હવા આગળથી સ્પર્શીને ઉપર નીકળી જાય છે અને ચાલકને કોઈ પણ જાતનો હવાના અવરોધનો અનુભવ નથી થતો. આનાથી સાઇકલ ચલાવવું સરળ બની જાય છે.બીજી ખાસીયત એ છે કે અકસ્માત થાય તો પણ સાઈકલના બારને નુકસાન નથી થતું એવી બનાવટ છે.

 

મારી ઈચ્છા ઑટોમોબાઇલમાં ડિઝાઇનિંગ ક્ષેત્રે આગળ વધવાની છે. અવનવી શોધ કરીને કામ લોકોનું સરળ બનાવવું છે.