#312, Krishn Jani, Singer
By Faces of Rajkot, July 9, 2017
छोटा सा साया था, आँखों में आया था
हमने दो बूंदों से मन भर लिया
हमको किनारा मिल गया है ज़िन्दगी
એકાદ સરકારી નોકરી હોય તો બસ જિંદગી સેટ કહેવાય, મોટા ભાગે લોકો એવું વિચારતા હોય છે અને કશું ખોટું પણ નથી. લોકોને હાથ પગ મારવા કે સ્ટ્રગલ કરવી પસંદ નથી. એવું પણ નથી કે સરકારી નોકરીમાં સ્ટ્રગલ નથી હોતી. નોકરી ના કરીને કંઈક અલગ કરવાના ચક્કરમાં કોઈ વિરલા એવા પણ હોય છે જેને સ્ટ્રગલ કરવું ગમે છે, મનગમતું કરવા માટે ગમે તે કરી છૂટે.
રાજકોટના ખૂબ જાણીતા બેન્જો આર્ટિસ્ટ મુકુંદભાઇ જાનીના પુત્ર ક્રિષ્ન જાની, જયારે કોઈ સંગીત સ્પર્ધા તમે ટીવી ઉપર જોઈએ ત્યારે કેવી મજા લેતા હોઈએ આપણે, પરંતુ ક્યારેય પડદાની પાછળનું વિચાર્યું છે? કલાકારોની હાલત શું થતી હશે જયારે ગાય લીધા બાદ લોકો તમને જજ કરે તમારી દિવસ રાતની મહેનતને લોકો 2 લીટીમાં તોળી ને ચોખ્ખું પરખાવી દે. પણ, એમાં મજા છે. એવી જ એક સ્પર્ધામાં મારા સંગીત શિક્ષકે પરાણે મને ફોર્મ ભરાવ્યું અને લોકોને મારો અવાજ પસંદ પડ્યો. હું સિલેક્ટ થયો અને સેમી ફાઇનલ , ફાઇનલ અને વિનર બની ગયો. ઘણા ગજાના કલાકારો અને લોકોએ મને શીખવવા માટે અથાગ પ્રયત્ન કર્યો છે. શ્રી નિશા કાપડીયાના ભાઈ શ્રી નિગમભાઈ ઉપાધ્યાયની મદદથી શ્રી સોલી અને શ્રી નિશા કાપડિયાને મળવાનું થયેલુ. ઍમણે મારુ ટેલેન્ટ જોઈ ને મને મુંબઈ આવવા માટે કહ્યું.
સપનાં જોવા, જરૂર જોવા, બસ પુરા થવાની શરત ના રાખવી. પછી જોવ કેવી મજ્જા પડી જાય છે. પરફોર્મિંગ આર્ટ્સમાં ગોલ્ડ મેડલ સાથે પાસ થયો અને મુંબઈ જઈ પહોંચ્યો. મુંબઈ તો સપનાંની નગરી છે. હું પણ રાજકોટથી મારા નાના કુમળા સપનાઓ આ નગરીમાં ઉગાડવા આવ્યો છું.
Related
Recent Comments