#320, Prayers don’t see the profession

By Faces of Rajkot, September 3, 2017

तोड़ दिया तस्बी* को इस ख्याल से फ़राज़
क्या गिन गिन के नाम लेना उसका जो बेहिसाब देता है!

 

तस्बी= માળા

 

હું “મન્નત કા રાજા” બધાની ઈચ્છાઓ સાચી અને સારી હોય એ પુરી કરું છું. પણ, મારુ સ્થાન શાયદ તમને વિવાદિત લાગશે.

મને તો માત્ર શ્રદ્ધા દેખાય છે બાકી જોવા વાળા દૂધમાંથી પોરા કાઢતા જ રહે છે. હા, હું બિરાજું છું રાજકોટના રેડલાઈટ એરિયામાં અને ત્યાં લોકોને શું ભગવાનની જરૂર ના હોય કે પછી ત્યાં ના લોકો ની ઈચ્છા કે માનતામાં શ્રદ્ધા નથી હોતી?

 

રંજનબેન ગણેશ મહોત્સવનું આયોજન કરે છે કારણ કે એમના પુત્રને ત્યાં કોઈ સંતાન નોહ્તું અને ડોક્ટરોએ પણ હાથ ધોઈ નાંખેલા પરંતુ રંજનબેને સાચા મન અને પુરી શ્રદ્ધા સાથે દુંદાળા દેવને પ્રાર્થના કરી અને પૌત્ર રત્નની પ્રાપ્તિ થઇ. બસ, ત્યારથી અહીં “મન્નત કા રાજા” ની જમાવટ દર વર્ષે જોવા મળે છે. પુરા 11 દિવસ સુધી દેહવ્યાપાર સંપૂર્ણ બંધ રહે છે અને રેડલાઈટ એરિયા ભક્તિમય બને છે. મજબૂરીથી થતા આ દેહવ્યાપારમાંથી અને શ્રાપિત જિંદગીમાંથી આવતી પેઢીને ઉગારવા માટે ગણેશજીને પ્રાર્થનાઓ અને માનતાઓ થાય છે. આ માનતાનો ના ફળ અદ્રશ્ય રૂપે તમારી આસપાસ પણ હોય શકે એવું પણ બને જેમ કે તમારી સારવાર કરતો ડોક્ટર કે પછી તમારા વિભાગની સરકારી કર્મચારી અથવા તો તમારા સંતાનોને શિક્ષણ આપતા શિક્ષકો આ એરિયામાંથી બાપાની દયાથી મુક્ત થઇ ને આવ્યા હોય એવી પણ શક્યતાઓ હોય છે. શ્રદ્ધાઓને કોઈ પુરાવાની જરૂર નથી હોતી.

 

Faces Of Rajkot​ thank Mital Sheth Vora​ and Aajkaaldaily.com​ for the inputs.