#321, Rasilaben Patel and Naturopathy
By Faces of Rajkot, September 10, 2017
આયુર્વેદનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને…
તમને હજી સુધી ડાયાબિટીઝ નથી થયો? તો માની લે જો કે તમારી પાસે દુનિયાની દોલત છે. ડાયાબિટીઝ એ બ્લડપ્રેશર, કિડની, આંખ, લિવર અને છેવટે હૃદય રોગનું પ્રવેશદ્વાર છે. દોડધામની જિંદગીમાં ક્યારેય લાંબા વાળ કે પછી બેબી સ્કિન જેવી દરકાર લેવાનો સ્ત્રીઓને સમય જ નથી મળતો. એમાં પણ આયુર્વેદના કાઢા ને ઉકાળા કે પછી લેપ કરવાનો ટાઈમ તો ભૂલી જ જાવ. પ્રસંગ આવે તો કોઈ બ્યુટીપાર્લરમાં જઈ ને ઝટપટ થોડા મેકઅપના લપેટા મારી લેવા એટલે કામ ચાલ્યું.
રસીલાબેન પટેલને કંઈક અલગ કરવાનો વિચાર આવ્યો અને પોતાની 20 વર્ષની મેહનત અને નેચરોપેથીના જ્ઞાનને કામે લગાડ્યું. 100% ઓર્ગેનિક અને આયુર્વેદ અનુસાર આધુનિક પદ્ધતિથી જ્યુસ તૈયાર કર્યા. વજન વધારવા અને ઘટાડવા માટે અલગથી જ્યુસ તૈયાર કર્યા. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જ્યુસ તૈયાર કર્યા અને દરેકનો ડાઈટ પ્લાન બનાવ્યા.
એટલું જ નહિ પરંતુ મહિલાઓ ના લાંબા વાળની માવજત, વાળની લંબાઈ વધારવા અને બેબી સ્કિન માટે આયુર્વેદિક માસ્ક તૈયાર કર્યા. કોઈ બ્યુટીપાર્લરમાં જવા કરતાં આયુર્વેદની મદદ લેવી સારી પરંતુ જો સમય ના હોય તો રસીલાબેનના આયુર્વેદિક ઉપચાર દાદીમાના નુસખા જેટલી અસર રાખે છે. રાજકોટમાં શાયદ આ પેહલો પ્રયોગ હશે.
માત્ર ડાયાબિટીસ નહિ પરંતુ થાઇરોડ, માઈગ્રેન જેવા જટિલ રોગો માટે પણ ડાએટ પ્લાન્સ એમની પાસે છે. આ કોઈ માર્કેટિંગ કે પ્રસાર પ્રચાર નથી. રાજકોટની કંઈક અલગ કરવાની હિંમત અને મહિલાઓના અનોખા વિચારોનું એક માધ્યમ છે.
https://www.facebook.com/tatvarajkot/
Related
Recent Comments