#322, Jay Chhaniyara, specially abled comedian

By Faces of Rajkot, September 17, 2017

અક્ષય કુમારનું કેહવું છે કે,” દોસ્ત, તારા પર એક ફિલ્મ બનવી જોઈએ”.

 

જયારે વડાપ્રધાન મોદીજી જયારે મને મળ્યા ત્યારે ખુબ જ માન આપ્યું, મુંબઈમાં કપિલ શર્મા જોડે રુમ શેર કરતો અને એ આજે પણ મને નાનો ભાઈ ગણે છે. સચિન તેંડુલકરે કહેલું કે ભગવાને મને ખુબ જ કપરું કામ સોંપ્યું છે, મારા દર્દ ભૂલીને બીજાને હસાવવાનું. પણ આ એટલું સરળ ક્યારેય નોહ્તું, 1999 માં સેરેબ્રલ પાલ્સી જેવા અસાધ્ય રોગથી પીડાતા માત્ર છ વર્ષના બાળક ઉપર બંને પગમાં છ જેટલા ઓપેરશન થયા, જયારે આંગણામાં ખેલ કૂદ કરવાની હોય એવા સમયે એ હોસ્પિટલમાં અપાર પીડા સહન કરવી પડી. એવા સમયે અજાણતા જ એના મોટા ભાઈ એ દર્દથી ધ્યાન હટાવા જોક્સની કેસેટ લગાવી દીધી. આ બાળકને જોકસતો સમજાય નહિ પરંતુ બેકગ્રાઉંન્ડમાં હસતા લોકોને સાંભળીને એ પણ ખડખડાટ હસતો. અત્યાર સુધી 21 જેટલા ઓપેરશનો થઇ ચુક્યા છે તો દર્દે તો માઝા મૂકી દીધી હશે ને?

 

ના…!

 

અહીં તો ફક્ત વહે છે હાસ્યનો ધોધ અને એ પણ અવિરત. તારક મહેતા, કપિલ શર્મા, અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓના પ્રોગ્રામોમાં ભાગ લઇ ચુક્યો છે. એ છે રાજકોટનું ઝવેરાત છે જય છનિયારા. એની સિદ્ધિઓ અને મેહનત વર્ણવીએ તો પાર ના આવે પરંતુ શરૂઆત “સહારા વન”ના કાર્યક્રમ થી શરુ થઇ, એ પણ માત્ર 7 વર્ષની ઉંમરે. 80 વર્ષ સુધીના 700 સ્પર્ધકોને પછાડીને જય કાર્યક્રમમાં વિજયી બન્યો અને ત્યારથી પાછું વાળીને નથી જોયું. દેશ વિદેશમાં કાર્યક્રમો કર્યા અને હજુ પણ ચાલુ છે.

 

1600 થી વધુ દેશ વિદેશમાં પ્રોગ્રામ્સ, લિમ્કા બુક, એશિયા બુક સાથે સાત-સાત વર્લ્ડ રેકોર્ડ કબ્જે કરનાર અને બધાથી ઉપર, પોતાનું દર્દ વિસારીને બીજાને હસતા રાખનાર જય છનિયારા રાજકોટના તાજનું સૌથી તેજસ્વી મોતી છે..

 

Jay Chhaniyara Jay Chhaniyara Fan Club