![](https://i0.wp.com/facesofrajkot.in/wp-content/uploads/2017/12/24116426_1681933468493400_380543010_o-e1512138096116.jpg?fit=750%2C750&ssl=1)
#330, Salim Somani, Motivational Speaker, Author
By Faces of Rajkot, December 3, 2017
પ્રિય યુવાન,
આવા શબ્દોથી શરુ થયેલો એક પત્ર મેં આકાશવાણી પર પ્રસ્તુત કર્યો, જેમાં એક યુવાનને સંબોધીને સામાન્ય વાતો કરી. એક પ્રોગ્રામ ફક્ત એક જ વખત પ્રસારિત થવાનો હતો પરંતુ, લોકોને એ એટલો ગમ્યો કે ૪ વર્ષ સુધી આ કાર્યક્રમ ચાલ્યો અને પછી એજ નામ પરથી બુક પણ બહાર પાડી.
હું સલીમ સોમાણી, રાજકોટ ઓલ ઇન્ડિયા રેડીઓ અને આકાશવાણી સાથે સંકળાયેલો છું. ઘણી વખત લોકો કહે છે કે તેઓ અંગ્રેજી નથી શીખી/વાંચી શકતા પરંતુ વાંચનનો જબરો શોખ છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઘણા જ સારા સારા પુસ્તકો આવે છે પણ અંગ્રેજીના અભ્યાસના અભાવે વાંચી નથી શકતા.
આવા લોકોને ધ્યાનમાં રાખીને રેડીઓ પર પુસ્તક વાંચન શરુ કરેલું અને બહુ જ લોકપ્રિય બન્યું. વાંચન માટેનું પુસ્તકની પસંદગી એવી હોવી જોઈએ જે આપણને કંઈક શીખવી જાય. એવું નહિ કે વાંચીને મજા પડી, ખાધું પીધું અને રાજ કર્યું. આ પુસ્તકો એવા હોય છે જે લોકોના જીવન પરિવર્તન કરવા સક્ષમ હોય છે. જો મારા શ્રોતમાંથી એક ને પણ ફરક પડે તો મારા પ્રયત્નોને હું સફળ ગણાવીશ.
માત્ર રેડીઓ પર જ નહિ પરંતુ, શાળા, કોલેજ અને વર્કશોપમાં અંતરરાષ્ટ્રીય કક્ષાના પુસ્તકોના કાર્યક્રમ થાય છે ખાસ કરીને શિક્ષકો માટે. તેઓ ભારતનું ભાવિ ઘડવામાં ચાવી રૂપ છે. હું બીજી ભાષાના પુસ્તકોને માતૃભાષામાં પ્રસ્તુત કરું છું અને સમજાવું છુ. પરંતુ, એ બધા પહેલા મારે એને વાંચવા અને સમજવા પડે અને સાક્ષાત કરવા પડે. જો અનુવાદ કરવામાં ચૂક થાય તો વાતનું મૂળ જ બદલાય જાય. એટલે ખાસ તકેદારી રાખવી પડે છે.
મારા લખેલા પુસ્તકોમાં નું “ભણવાનો આનંદ” વિદ્યાર્થીઓને અઘરા વિષયોમાં આનંદ કેમ લેવો એ સમજાવે છે. આ પુસ્તક મારા માટે અને બીજા લોકો માટે પણ અતિશય મહત્વ રાખે છે. ભણવું એ કાંઈ શાળા-કોલેજ જતા લોકો માટે જ નહિ પરંતુ મારા જેવા લોકો જે જિંદગીભર કશુંક શીખતાં, ભણતા રહે એવા તમામ લોકો ને સમર્પિત છે.
ડાયનેમિક બુક ફેન્સ કરીને મારી ક્લબ છે જે લોકોને સારા પુસ્તકો વાંચવા માટે પ્રેરે છે. જેની પાસે સમય નથી એ લોકો સાંભળી શકે એવા કાર્યક્રમો પણ થાય છે. કોઈ ફાયદો ન થાય તો પણ કઈ નહિ, ફક્ત આનંદ ની અનુભૂતિ મળે એ પણ ઓછું નથી. હું તો કોઈ પણ પ્રસંગે લોકોને સારા સારા પુસ્તકો ભેંટમાં આપવાનું ચૂકતો નથી. પુસ્તકો એ એક સારો ચેપ છે જ્યાં જશે ત્યાં કંઈક તો છાપ છોડી જ જશે.
Related
Recent Comments