#337 Vrunda Nathwani
By Faces of Rajkot, February 11, 2018
રાજકોટની નમણી નાગરવેલ વૃંદા નથવાણી રંગમંચ ક્ષેત્રે ઘણો રંગ જમાવે છે. બાલશ્રી એવોર્ડ નોમિનેશન, ક્લાસીકલ ડાન્સ, નાટક, નેશનલ લેવલ પર કવિતા માટે જાણીતી છે. પ્રથમ નાટક “દેવી પીછું” માં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતી ગઈ. એ પછી ચીતરેલા મોરનો ટહુકો, માણસ હોવાનો ડંખ, ઢેનટેણેન , સપનું છાનું છપનું, મન માનવ અને મર્યાદા, પથારી ફરી ગઈ, ઉછીનો બાપ જેવા નાટકોમાં વૃંદા અનેરી છાપ છોડે છે.
એક ઈચ્છા મારી એવી છે કે રાજકોટમાં એક મોટું ડ્રાંમેટિક્સ થીએટર બને અને એક હસતું રમતું નાટક કરવું. લોકો હસતા રમતા ઘેર જાય. ધોળકિયા સ્કૂલમાં જોબ કરે છે અને બધી જ સ્કૂલમાં એકટીવિટીસની જવાબદારી ઉપાડે છે.
રાજકોટમાં એક એવો ચીલો છે કે ફ્રીના પાસ મળે તો જ જોવા જવું પરંતુ કોઈ ને ખરેખર ઇન્ટરેસ્ટ નથી હોતો. બીજું એ કે કોઈ કંઈક સારું કરતુ હોય તો હતોત્સાહ કરી નાંખે. મારી ખાસ એવી વિનંતી છે કે તમારા ઘરના, આસપાસના લોકો કોઈ પણ કંઈક અલગ કરતું હોય, એને પ્રોત્સાહિત કરો અને જો કાંઈ ન કરો તો પણ વાંધો નહિ પણ કોઈ ને નિરાશ ન કરો.
100 થી વધારે શેરી નાટકો કર્યા છે, લોકો માન ના આપે અને હસે પરંતુ એક, ફક્ત એક લાઈન બધાની વચ્ચે રહીને બોલી જુઓ એટલે કેટલા વિસે સો થાય એની ખબર પડી જાય. રંગમંચ ઉપર સીધું જ નથી પોહચી જવાતું એના પણ પગથિયાં હોય છે.
નાટકની એક અલગ જ દુનિયા છે જે ખૂબ જ મજાની છે. કેમેરામાં તો રે-ટેક થાય પરંતુ નાટક તો જિંદગી જેવું જ હોય છે હંમેશા લાઈવ. જીવતા રહો અને જોતા રહો.
ન કરશો અનુમાન અમારી લાગણીઓનું ક્યારેય વાંચીને,
અધૂરું તમને સમજાશે નહીં અને પૂરું અમે લખતા નથી.
Related
Recent Comments