#338 Dr Ujjwalkumar Trivedi

By Faces of Rajkot, February 18, 2018

માત્ર 14 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. તરુણાવસ્થામાં પ્રવેશતાં એવું લાગે કે જાણે આખી જમીન અને આકાશ આપણા હાથમાં છે પણ મુઠ્ઠી ખોલીયે ને ખાલી રાખ હાથ લાગે એવું લાગ્યું. મમ્મીએ પપ્પાની નોકરી જ નહિ પરંતુ જીવનમાં પણ એમનું સ્થાન લઇ લીધું. મને ભણવામાં કોઈ કચાશ ના રહે એનું ખાસ ધ્યાન રાખતા.

 

આ તો થઇ એક સામાન્ય વાત કે નાનીમોટી મુશ્કેલીઓ તો દરેકના જીવનમાં હોવાની અને મોટાભાગે લોકો મુશેક્લીઓમાંથી માર્ગ શોધી લેતા હોય છે. પરંતુ, માર્ગ શોધીને ઊંચા ઉઠવું એ થોડું અલગ તરી આવે. કંઈક અસામાન્ય કરી બતાવવું એનું નામ અદ્દભુદ જીવન. એવું જ અદ્દભુદ જીવન જીવી જાણતા ડોક્ટર ઉજ્જવલ ત્રિવેદી.

મારુ પ્રાથમિક શિક્ષણ રાજકોટ કેન્દ્રીય વિદ્યાલયમાં થયું, ત્યારથી જ મારા મમ્મી અને હું ગરીબ વિદ્યાર્થીઓને ભણવામાં મદદ કરતાં. એ દરમિયાન મારા માસી જે હૈદરાબાદ યુનિવર્સીટીમાં પી. એચ.ડી. ઈન જિનેટિક્સ , ડો.દીપિકા ભટ્ટ, એમણે મને સાઈન્સમાં રસ લેતા શીખવ્યું. રાજ્ય અને નેશનલ લેવલ પર પર થતા વિજ્ઞાનમેળામાં એવોર્ડ લઇ આવતો. ક્રાઈસ્ટ કોલેજ, રાજકોટમાં બી.એસ.સી. કરતા 2 વાર સાઇન્સ સિમ્પોસીયમમાં પાર્ટ લીધો અને “બેસ્ટ સાઇન્સ પ્રેશનટેસન” નો એવોર્ડ મળ્યો. વિરાણી સાઇન્સ કોલેજમાંથી એમ.એસ.સી. કર્યું અને તે દરમિયાન હૈદરાબાદ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી રિસર્ચની ઓફર મળી. જ્યાં મેં મકાઈના જીન્સ ચોખામાં ટ્રાન્સફર કરવાનું કરવા માટે રિસર્ચ કર્યું. એનાથી ઉચ્ચ ગુણવત્તાના ચોખાનું ઉત્પાદન થઇ શકે.

 

સન ૨૦૧૧માં CSIR ગવેર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લેબોરેટરી ખાતે સૌરાષ્ટ્રની ખારાશવાળી જમીનને લાયક ચોખા થાય એ માટે રિસર્ચ કર્યું. બરોડાની એમ.એસ. યુનિવર્સટીમાં પી.એચ.ડી. સ્ટુડન્ટ તરીકે જોડાયો અને 20 વર્ષોથી કોયડો બની રહેલા રિસર્ચને માત્ર 2 વર્ષમાં પૂરું કર્યું. ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ રિસર્ચ ગયું અને અમેરિકા ની ગોર્ડન રિસર્ચ કોન્ફેરન્સમાં ભારતને રેપ્રેઝન્ટ કરવાની તક મળી. મારા રિસર્ચને અમેરિકા અને ભારતીય સરકાર તરફથી એવોર્ડ મળ્યા. વર્લ્ડના ૮૦ દેશોના રિસર્ચ જેમાં હાર્વર્ડ યુનિવર્સિટી પણ સામેલ હતી ત્યાં મારા નામ ને તક મળી એ ગર્વની બાબત છે.

 

નોબેલ પ્રાઈઝ વિનર ડો.થોમસ સેઝ ના હસ્તે બેસ્ટ રિસર્ચરનો એવોર્ડ મળ્યો. 2016માં મારુ પી.એચ.ડી પૂરું કરીને રાજકોટ માટે ઉચ્ચ શિક્ષણ માટે કંઈક કરવાના સપના સાથે પાછો ફર્યો. અત્યારે મારવાડી કોલેજ સાથે કામ કરું છું. ગત વર્ષે 2017માં ચંદીગઢ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફેરેન્સમાં મોલેક્યુલર બાયોલોજી પર મારા રિસર્ચને ફરીથી “બેસ્ટ રિસર્ચર” નો એવોર્ડ મળ્યો.

 

આ છે મારી અડધી સફર, બાકીની અડધી મારા જેવા કોઈ સામાન્ય વિદ્યાર્થીને અસામાન્ય પ્રોફેશનલમાં બદલવા માટે ના પ્રયત્નોમાં જાય એવા પ્રયત્નો છે. વિદ્યાર્થોને સાચું અને સારું શિક્ષણ મળે, આગળ વધવાનું પ્રોત્સાહન મળે એ માટે હંમેશા મારા દરવાજા ખુલ્લા જ રહે છે.

 

राह पे कांटे बिखरे अगर
उसपे तो फिर भी चलना ही है
शाम छुपाले सूरज मगर
रात को एक दिन ढलना ही है
– मीर अली हुसैन

 

— with Kiran Bhatt Trivedi and Dr-Ujwalkumar Trivedi.