#345 Abhijeet Mehta

By Faces of Rajkot, April 22, 2018


ખેડૂતનો દીકરો ખેતી કેમ નથી કરતો? દોષ કોને આપવો, આપણી એજ્યુકેશન સિસ્ટમને? શિક્ષકોને માત્ર અને માત્ર ભણાવનુ જ રાખીએ તો? એમને બીજા કામો જેવા કે વસ્તી ગણતરી, ચૂંટણીલક્ષી ડ્યુટી, પોલિયો ડ્રોપ્સ, જેવી આડકતરા કામોમાંથી મુક્તિ અપાવીએ તો કદાચ એ લોકો બાળકોને ભણાવવામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે. રાત્રે રાત્રીશાળામાં ભણાવીને સવારે એ તમારા બાળકોને કેવી રીતે ભણાવે? આવા અનેક તેજાબી વિચારો સાથે આજનો યુવાન ઉપર આવી રહ્યો છે.

 

નામ છે, અભિજીત મહેતા. આત્મીય કોલેજમાં મેકેનિકલ એન્જીનીરીંગના ફાઇનલ યરમાં અને કામોનું લિસ્ટ જોવ તો એના થી પણ બમણું. નોન-સ્ટોપ ટ્રેનની જેમ આ ભાઈ ઉભો જ નથી રહેતો.

કોલેજના પહેલા જ વર્ષમાં અમેરિકન સોસાયટી ઓફ કવોલિટીમાં ભાગ લઇ અને ગુજરાત સોસાઈટીના ચેરમેનને કોન્ટેક કરીને સૌરાષ્ટ્રમાં પહેલું ચેપટર શરુ કરાવ્યું. અમેરિકન સોસાયટી ઓફ કવોલિટી દુનિયાના લોકોની રોજિંદી લાઈફ સરળ અને સારી બને એના માટે કાર્યરત છે એનું ગ્રુપ એટલે ચેપટર. કોલેજની જ લાઈબ્રેરીમાં જોબ કરી અને લગભગ 250 પુસ્તકો વાંચી નાખ્યા અને એ પણ અલગ અલગ ભાષામાં, એમાંથી સારા સારા આર્ટિકલ લાગતા વળગતાને મોકલતો જેનાથી એમનો પણ ફાયદો થાય, મારો પોતાનો બ્લોગ લખતો, શોર્ટ સ્ટોરીઝ અને વિચારો લખતો.

નેશનલ સર્વિસ સ્કીમ (NSS ) જોઈન કરીને રાજકોટ અને આજુબાજુના ગામોમાં સેવાઓ પણ કરી. બાલાશ્રમ, વૃદ્ધાશ્રમ, સફાઈ અભિયાન, સાક્ષરતા અભિયાન જેવા કાર્યક્રમો કર્યા. નેશનલ ઇન્ટિગ્રેશન માટે કર્ણાટકા ગયો જ્યાં બેસ્ટ વૉલન્ટીરનો એવોર્ડ મળ્યો. SAARC રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અયોગ, રાજકોટ ખાતે ચેરમેન બન્યો, સૌરાષ્ટ્ર હેરિટેજ, ગુજરાત હેરિટેજ સાથે જોડાઈને કામ કર્યું. અને આગામી PMO માં પણ જવાનો છું.મારી ટોપલીમાં આવા નાના નાના ઘણા જ મહેનતના ફળો ભેગા થતા ગયા પરંતુ ટોપલી ક્યારેય છલકાવા નથી દેતો.

કોઈ એવોર્ડ મળે તો સંતોષ માનીને બેસી નથી જતો પરંતુ હવે શું? એવું વિચારીને બીજી વસ્તુ તરફ આગળ વધુ છું. ન્યૂઝપેપરમાં તો મારુ નામ આવ્યું જ છે પરંતુ એક દિવસ ન્યૂઝ ચેનલમાં પણ જોશો એવી ખાતરી આપતા કહું છું કે તમે પણ કહેશો, “આ અમારા રાજકોટનો છે”

ચૂપ-ચાપ ઘણું બોલી જવાણુ, હવે જોશ-જોશથી ચૂપ રહેવાનું,
ભીના વરસાદમાં કોરું રેહવાણું, હવે સુકે-સૂકુ પલળી જવાનું.
– અભિજીત મહેતા