#348 Divyang Modi & The Dimension Disrupter
By Faces of Rajkot, May 27, 2018
જો તમને ભૂતકાળમાં જઈને તમારી કોઈ ભૂલ સુધારવાનો મોકો મળે તો? અથવા તો ભવિષ્યમાં ડોકિયું થઇ શકતું હોય તો? આવી વાત તમે અંગ્રેજી ફિલ્મો કે પછી નવલકથાઓમાં જોઈ કે વાંચી હશે, પરંતુ, ભારતમાં પ્રથમવાર ટાઈમ ટ્રાવેલ કોન્સેપટ પર આધારિત કાલ્પનિક નોવેલ સૌપ્રથમ રાજકોટના નામે બોલે છે.
દિવ્યાંગ મોદી, હજી તો 12માં ધોરણમાં હતો ત્યારથી જ લખવાનું શરુ કરી દીધેલું, આટલી ઉંમરમાં તો મને ચા બનાવતાં પણ નહોતી આવડતી. અને આમેય રાજકોટની જનતાને વાંચન કે લેખનમાં બહુ રસ નહિ. આ એક જનરલ સ્ટેટમેન્ટ કહીયે તો ખોટું નથી. ઘણી જ લાઈબ્રેરી રાજકોટમાં છે, લેંગ લાઈબ્રેરી જેવું ઘરેણું રાજકોટના ગળામાં છે પરંતુ કેટલા લોકો ત્યાં જાય છે કે લાભ લે છે? વોહટસપ, ફેસબુકમાંથી સમય જ નથી બચતો કે કોઈ પ્રવૃત્તિ થાય. જો કઈ કરતા હોઈએ ને જેવો એક મેસેજનો ટોન સંભળાય એવા તો દોટ મુકીયે મોબાઈલમાં જોવા કે હાય શું લૂંટાઈ ગયું ને હું રહી ગયો! અને જો 1 મિનિટ સુધી મોબાઈલ સાઇલન્ટ રહે ને કોઈ મેસેજ ના આવે તો પણ જીવ લલચાય કે કંઈક છૂટી રહ્યું હોય.
જો સમયસર અને માપસર બધું જ થતું રહે તો કોઈ હાનિ નથી. હું કોલેજના બીજા વર્ષમાં છું અને મારી નવલકથા “ધી ડાયમેન્શન ડીસરપ્ટર” એમેઝોન અને ફ્લિપકાર્ટમાં ઉપલબ્ધ છે. વાંચન-લેખનની કોઈ ઉંમર તો નથી હોતી પરંતુ એક ચોક્કસ વિચારસરણી જરૂર હોય છે. મને સાઇન્સ અને ફિકશનમાં બહુ જ રસ છે. એક માન્યતા એવી છે કે લેખનથી કોઈ ખાસ આવક નથી થતી કે એનાથી તમે ઘર ના ચલાવી શકો, પરંતુ આજના સમયમાં આપણી સામે ઘણા ઉદાહરણ છે. જરૂર છે માત્ર તમે કશું નવું લઇ આવો. અને જો લેખનનો શોખ હોય તો પછી આવકની પરવાહ શેની?
હસ્તગત કંઇ હોય કે ના હોય,પણ
લાગણી ચિક્કાર હોવી જોઇએ
મૃત્યુને પણ મારવી અઘરી પડે
જિંદગી ખુંખાર હોવી જોઇએ !
Related
Recent Comments