#355 Paras Dhar
By Faces of Rajkot, August 19, 2018
Paras Dhar
Mine is a known story, almost entire world knows the pain of Kashmiri Pandits. We were kicked out off from our own houses, lands, and state. My father’s name was on the hit list to be killed. But, we managed to escape in time. We moved to Jammu and started from scratches there.
Fortunately, only 3 had Kashmiri Migrants quota that includes Gujarat, Maharashtra, and Haryana. My dad has a huge respect for Gujarat so he sent me to R. K. Engineering college of Rajkot. At that time I couldn’t understand why Gujarat but, now I know why. Before coming to Rajkot, I was very much interested in music. Seeing that, my dad got me a guitar when I cleared my SSC exams. I was so happy, but I could not find any tutors in Jammu so I went to Delhi where I took proper coaching and met lots of musicians. I learnt many skills and instruments, played in bands.
I moved to Rajkot and then my original journey as a musician started. I opened an institute with the help of my friend and started learning at teaching at the same time. I was struggling to manage between studies and music. Finally, in 3rd year I left engineering and focused on music. I went to Mumbai and met lot many people, built my network, learned many many creative things and instruments. I did some shows and still doing it. My dad, as usual, wasn’t happy as I was leaving engineering for music. But, honestly there is no comparison or not trying to dishearten anyone I am making more money than an average engineer.
Rajkot became my home ground. Initially, I was trying to get back into Kashmir. My dad never allowed me. I went with my friends without telling him but, when I went there, I was shocked. “Vaadi” was nothing like I was told by my family. It was more of fear and hassle. I started Rajkot loving more. I regenerate Kashmiri folk songs and created my own too. Music has no language or borders.
Today, I feel I am succeeding in my field and my family is happy with whatever I am doing. Few of you would think that I left studies and one quota seat but, do whatever you feel that keeps you happy. Do not worry about politics or what people may think. Their mindset will change according to your success so focus on that. They will definitely follow you.
Nearly every musician at any level will want to be a better player. Some struggle with the disciplines of practice and musical development while others are gifted and proficiency comes easily. For me, time spent practicing an instrument or voice is their greatest joy in life.
Of course, we want to be successful, but the higher up you go, the more demanding the circumstances become. I’m going through and proving myself through my music keeping Kashmir in my heart and showing the world another dimension of the music. One of my Kashmiri songs tells the pain of people who were evacuated from their lands overnight. Doesn’t matter if that’s Kashmir or other places. Pain is the same. Music is a vent out and I live it. I can feel it and can deliver exactly the same using keyboards.
મારો તો જન્મ પણ નહોતો થયો જયારે અમને બારામુલા, કાશ્મીરમાં અમારા ઘર, અમારી ભૂમિમાં થી રીતસર ખદેડી દીધા, રાતોરાત જે હાથ લાગ્યું એ લઇ ને જમ્મુ આવી ગયા. ત્યાં નવેસરથી શરૂઆત કરી. કાશ્મીરી પંડિતની પીડા તો હવે જગજાહેર છે. જૂનું જમીનદોસ્ત કરીને નવું ઉભું કરવું એ રાજકોટમાં આવીને શીખ્યો.
પારસ ધર, કાશ્મીરી બોય, રાજકોટની આર. કે. કોલેજમાં કાશ્મીરી ક્વોટામાં એડ્મિશન મળ્યું. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે ભારતમાં ત્રણ માત્ર એવા રાજ્યો છે જે કાશ્મીરી પંડિતોને કવોટા આપે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણા. મારા પપ્પાને ગુજરાત પ્રત્યે શરૂઆતથી જ લગાવ અને માન હતું, ત્યારે તો ન સમજાયું પણ હવે ખબર પડે છે શું કામ, એટલે હું રાજકોટ આવ્યો. મારા પપ્પાનું નામ આતંકવાદીઓના હિટ લિસ્ટમાં હતું પરંતુ અમે સમયસર નીકળી ગયા. વાદી કરતાં તો હવે રાજકોટ જ ઘર જેવું લાગે છે.
મને નાનપણથી જ સંગીતમાં રસ પડી ગયો, પપ્પાએ ગિટાર લાવી આપ્યું પણ જમ્મુમાં તો કોઈ સંગીત શીખવે એવું ન હતું પણ દિલ્હીમાં ક્લાસીસ કર્યા. ગીતો લખવાનું શરુ કર્યું, દિલ્હીમાં ઘણા મ્યુઝિશીયનના સંપર્કમાં આવ્યો. ઘણું ઘણું શીખવા મળ્યું. શરુ શરૂમાં રાજકોટમાં નાના મોટા કાર્યક્રમો કર્યા. કોલેજ અને મ્યુઝિક શો કરવા ઘણું ઘણું મુશ્કેલ થતું જતું હતું. કેટકેટલું શીખવાનું હતું પરંતુ એંજીનીયરીંગ પણ એટલું જ ધ્યાન આપવું પડે. એન્જીનીરીંગના ત્રીજા વર્ષમાં આવીને આખરે નક્કી કર્યું કે મ્યુઝિક જ કરિઅર છે એટલે ભણવાનું છોડી ને સંગીતમાં જ ધ્યાન આપ્યું. ઘણા લોકોને થશે કે ક્વોટાની સીટ બગાડી અને ભણ્યો પણ નહિ, પરંતુ, તમને જેમાં ખુશી મળે, એ જ કરવું. દુનિયાની રાજનીતીને મનમાં લઈને બેસીએ તો ક્યારેય તમને ગમતું ન કરી શકો.
સામાન્ય લોકોની જેમ મારા પપ્પા પણ ગુસ્સે થયા, આવું તો કેમ સમજમાં આવે કે કોઈ એંજીનીઅરીંગ છોડીને સંગીતમાં જાય? બધી સ્ટ્રગલ સહન કરી, સામનો કરી, પપ્પાને સમજાવીને આખરે સંગીત ઇન્સ્ટિટ્યૂટની શરુઆત કરી. મુંબઈ જઈને શો કર્યા. રેડ એફએમ માટે પણ જીંગલ્સ કર્યા. કાશ્મીરી લોકસંગીતને પણ રિક્રિએટ કર્યા. મારા પોતાના ગીતોની રચના કરી. આજે હું મને સંતોષ છે જે હું કરું છું એ મને અને મારા પરિવારને ખુશ રાખે છે.
મારુ મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટ સારું ચાલે છે, શો મળી રહે છે અને રાજકોટ હવે રગ રગમાં વસી ગયું છે. રાજકોટમાં ઘણું ઘણું શીખવા મળ્યું. જે લોકોને લાગે છે કે હું ભણ્યો નહિ તો કોઈને નિરાશ કરવા નહિ પણ એક પોઝિટિવ રીતે કહું કે એક એન્જીનીઅર કરતાં સારું કમાઈ લઉં છું અને ઉપરાંત મને મનગમતું કરવાનો સંતોષ છે. સંગીત તો દૈવિક છે જે તમારા તન મન ઉત્સાહથી ભરી દે છે.
રાજકોટને માત્ર એટલું જ કહેવું છે કે એન્જીનીઅરીંગ કે મેડિકલ માત્ર કરિઅર નથી. નજર દોડાવો તો તમને તમારી પસંદગીના ક્ષેત્રમાં પણ સફળતા મળી શકે. જરૂર છે માત્ર સાહસની. રાજકોટમાં જ મેં રસોડામાં બેઠેલી સ્ત્રીને બજાર સર કરતા જોઈ છે. રસોઈથી પણ જંગ જીતી શકે તો મ્યુઝિક તો ઘર ઘર અને હરએક ની પસંદગી છે.
ઊઠીને કોણ ત્યાં લગ જાય ? અમારે તો અઠે આસન,
ભરીને આગ ભીતરમાં જ હેમાળો કરી બેઠા !
ઘણાં પદ્માસનોની જોઈ છે એવી ય અંદરવટ,
ભરી બંધૂક ઑગાળીને કરતાળો કરી બેઠા !
Related
Recent Comments