#357 Aakruti Gajjar and her creation

By Faces of Rajkot, September 16, 2018

વિસર્જન પહેલાનું સર્જન આકૃતિએ એના નામ પ્રમાણે કરી બતાવ્યું છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવીને રાજકોટના ચોપડે વધુ એક રેકોર્ડ આવી ગયો છે.

 

ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરેલો છે અને શાયદ એના પરથી પ્રેરણા મળી અને એક વખત વહેલી સવારે સ્વપ્ન આવ્યું અને ત્યારથી શરુ કર્યું હાથી ની પ્રતિકૃતિઓ બનાવવાનું. અલગ અલગ મટીરીઅલ કાગળ, નયલોન, લાકડું, કાપડ, ઝરી, રંગ, રેતી, કેનવાસ, કોટન, સ્ટેશનરી જેવી અનેક વસ્તુઓમાંથી 500 થી વધુ હાથી બનાવ્યા અને માત્ર 2 મહિનાની અંદર જ રેકોર્ડ નોંધાવ્યો. રેકોર્ડ નોંધવા માટે જરૂરી નથી કે તમે હાથ વડે ટ્રેન કે ટ્રક ખેંચી બતાવો પરંતુ એજ હાથે કરેલી કમાલ કંઇક અલગ રીતે કરી બતાવો.

આજે મારા આર્ટવર્ક ઓનલાઇન વેંચાય છે જો આવડત અને લગન હોય તો તમારે મોટા શો રૂમ કે બુટિક ખોલવાની જરૂર નથી. મારા નાનકડા ટેબલ પર જ મારો શો રૂમ કહો કે વર્કશોપ કહો બધું જ સમય જાય. હું આગળ ગિનીઝ બુકમાં પણ નામ નોંધાવીશ. જયારે પણ સમય મળે ક્યારેક રાત્રે 2-3 વાગે પણ આઈડિયા આવી જાય અને હું હાથી બનાવવા માટે બેસી જાઉં. મારા પરિવારના લોકો મને પૂરતો સપોર્ટ કરે છે અને પ્રોત્સાહન આપતા રહે છે.

રાજકોટને ગણેશ ચતુર્થીની શુભ કામનાઓ સાથે એટલું કહીશ કે નાના પાયે પણ શરૂઆત તો કરવી જ, ઉમર કે શું કરવું એ જરૂરી નથી પરંતુ જે કરવું એ પુરી લગન સાથે કરવું .

 

— with Aakruti Gajjar.