#359 Yash Pujara
By Faces of Rajkot, September 30, 2018
માત્ર 4 વર્ષની ઉંમરમાં જ સ્ટેજ ગજાવી ચુકેલો અને સંગીત પ્રત્યે અનહદ લગાવ, હું યશ પુજારા, પંદર વર્ષની ઉંમરે તો હાર્મોનિયમમાં વિશારદ હાંસિલ કરી લીધી અને 12 માં ધોરણમાં તબલામાં વિશારદ લઇ લીધી.
મુંબઈ જઈને સાઉન્ડ એન્જીનયરની પદ્ધતિ સરની તાલીમ લીધી. યશરાજ સ્ટુડિયોના ચીફ સાઉન્ડ એન્જીનીઅર પાસેથી જ શીખવું પરંતુ એ ખાલી સાઇન્સ સ્ટુડેંટ્સ ને જ એડમિશન આપે અને અને હું કોમર્સ સ્ટુડન્ટ પરંતુ મેં જીદ્દ કરી અને એમને કહ્યું કે માત્ર એક વાર મારો ઇન્ટરવ્યૂ લઇ જુઓ અને પછી જાતે જ નક્કી કરો. બસ, ત્યાર પછી પાછું વાળીને આજ સુધી નથી જોયું. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માટે ઓડિશન આપ્યું, ફાલ્ગુની પાઠક ના એપિસોડમાં મેં શૂટિંગ કર્યું, અને ટ્રેઈની સાઉન્ડ એન્જીનીઅર તરીકે કામ કર્યું. ચૅનલ વી માટે હમ સે હૈ લાઈફ, સ્ટાર પ્લસની અર્જુન સીરિયલમાં નાનકડો રોલ પણ કર્યો. સારેગામા, મિર્ચી મ્યુઝિક એવોર્ડ્સમાં પણ સાઉન્ડ એન્જીનીર તરીકે કામ કર્યું.
તૈયાર થાળીએ તો ક્યારેય કશું નથી મળતું સ્ટ્રગલ તો હોય જ છે પરંતુ આ બધું કરવા માટે ઘરેથી સપોર્ટ બહુ જ મહત્વનું છે. જો ઘરના જ તમને ના પાડી દે કે તમને આગળ ના વધવા દે તો તમારો રસ્તો કપરો બની જાય છે. આ પણ એક કરીઅર છે અને એમાં પણ તમે સારું કરી શકો. ડ્રમર તરીકે મારી કરીઅર એક દિવસ આખું રાજકોટ જોશે અને મારા તાલ પર નાચશે..
Related
Recent Comments