ઓનલાઇન પોલીસ જેવું કામ રાજકોટમાં ઠીક ગુજરાત ખાતે શાયદ જ કોઈ કરતું હશે. તમારા બેન્કમાંથી પૈસા ઉપડી જાય, કોઈ ઓનલાઇન ફ્રોડ થાય કે પછી તમારો ડેટા ચોરાઈ જાય, માહિતી લીક થઇ જાય એ સમયે અમે બંને ભાઈઓ મળીને કેસ સોલ્વ કરીએ.
ગોપાલ વિઠલાણી અને દીપ કારિયા, અમે બંને ઘણા કેસ સાથે મળીને ઉકેલ્યા છે. રાજકોટની જ એક નામાંકિત સુપરમાર્કેટના ખુદ એમ્પલોયીએ જ કસ્ટમરનાં કાર્ડ સાથે ચેડાં કરીને 18-20 હજાર રૂપિયા તફડાવી લીધેલા. બેન્કને પૂછીએ કે તમારું ટ્રાન્સેક્સન થયુ હોય તો જ પૈસા કપાય અને ગ્રાહક બિચારો ક્યાં જાય? એવા સમયે સુપરમાર્કેટ પણ કૉ-ઓપરેટ કરવાની ના પાડી દીધી, અમે વિડિઓ ફૂટેજ માંગ્યા પણ ના કહી, અંતે બધા જ પુરાવાઓ એકઠા કરીને દબાણ કર્યું ત્યારે કસ્ટમરને એના પૈસા વ્યાજ સાથે પાછા અપાવ્યા. આવા કેટકેટલા બનાવો વણઉકેલ્યા કે નોટિસ થયા વિના જતા રહે છે.
ઘણી વાર લોકો બેદરકાર હોય છે ક્યારેક સિસ્ટમમાં લૂપહોલ હોય છે અને ઓનલાઇન ટ્રાન્સેક્સન એટલે મોકળું મેદાન, તમારા એકાઉન્ટમાંથી દસ અલગ અલગ દેશોમાં પૈસા ટ્રાન્સફર થયા હોય અને તમે ફરિયાદ કરવા જાવ તો તમને શું લાગે છે કે આપણી પાસે એટલી ટેક્નોલોજી કે પછી સત્તા છે કે તમે એક કે રૂપિયો પાછો લાવી શકો? ના. તમારો કેસ અટવાતો રહે અને અંતે તમે થાકીને ટેક્નોલોજીમાં વિશ્વાસ મુકવા કરતા બેંકમાં પાસબુક લઈને જવાનું પસંદ કરી લો શાયદ. લોકો ઘણીવાર OTP જેવી ખાનગી વસ્તુ શેર કરી દેતા હોય છે. જે કોઈ પણ બેન્ક કે વ્યક્તિને માંગવાનો અધિકાર નથી અને એ બિનજામીન પાત્ર ગુનો છે પણ, લોકોએ ફોન આવે અને લોકો આપી દે પછી ફરિયાદ કરે તો શું કામ નું? એમાં વાંક કોનો ગણવો?
ઘણીવાર ગુનાહિત પ્રવૃતિઓ, એ.ટી.એમ. ફ્રોડ, ઇમેઇલ ફ્રોડ માં રાજકોટ પોલીસની મદદ કરેલી છે. દેશનું દુર્ભાગ્ય જુઓ, આટઆટલી પ્રગતિ થવા છતાં, લાયકાત સાથે ડિગ્રી હોવા છતા સાઇબર સિકયુરિટી માટે બહુ જ ઓછો સ્કોપ છે. અમે જે પણ કેસ સોલ્વ કરીયે કે પછી પોલીસની મદદ કરીયે એ બધું જ શીખવા,જાણવા અને મદદની ભાવનાથી જ બાકી વળતર કે કમાણીનું તો વિચારી પણ ના શકાય. બીજું કે અસહકાર, બેંકો તરફથી, વિડિઓ ફૂટેજ મેળવવામાં ઓથોરિટી જરૂર પડે તો કોણ આપે? એટલું તો ઠીક પણ પોલીસ સાયબર સેલમાં પોલીસ સિવાય કોઈ ના જઈ શકે, તમારે મદદ કરવી હોય તેમ છતા તમને કોઈ જ અધિકાર ના મળે વળતર તો દૂરની વાત છે.
પણ, અમે ક્યારેય નિરાશ થયા નથી, લાખો,કરોડોના ફ્રોડ જોયા અને જાણ્યા છે, રાજકોટની વસ્તી કરતા 10 ગણા વધુ લોકોના ડેટા ફ્રીમાં ઉપલબ્ધ છે જેમાં તમારો આધાર, રાશન, બેન્ક નંબર સહીત બધી જ માહિતી હોય. જો કમાવાની આશા સાથે બેઠા હોય તો અત્યારે અમારું પણ નામ ક્યાંક જાણીતું બની ગયું હોય. દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા અને હજી હયાત છે, એમનું જ લોહી બોલે છે કે દેશ અને માતૃભૂમિ માટે તો કરીયે એટલું ઓછુ. — with Gopal Vithalani and Deep Karia.
Recent Comments