Do you remember Hum
Prit Kamani stood first during schools always and was in the top ten of Cambridge grade 10 exams. Despite the school principal and the team insisted to take the medical field, he chose to take commerce and went to Mithibai college in Mumbai. He topped there as well and completed his degree in advertising. We have seen many SSC fail star kids and we are so impressed and influenced by them. But, Prit is not a star kid. He is very intelligent and talented.
Not only films or studies, he is a versatile personality and is a yellow belt, knows swimming and also expert in horse riding. Since year 9 he had appeared in Nickelodeon channel series.
Do you also remember him seeing in Tata Sky daily recharge advertisements, a love story shot in Kashmir? It was very well famous and was appraised. Also, he has appeared in Maggie, Cadbury, Hero motor scooter, Maruti Alto, Apple iPhone, Samsung ads.
Let us all watch the film and encourage him.
હમ આપકે હૈ કોન, મૈને પ્યાર કિયા જેવી બ્લોકબસ્ટર પારિવારિક ફિલ્મો આપનાર રાજશ્રી પ્રોડક્સન અને સૂરજ બરજાત્યાની નજર આપણા રાજકોટના આ ફૂટડા યુવાન પર ઠરી અને એની સાથે આગામી ફિલ્મ “હમ ચાર” જે ફ્રેન્ડશીપ પર આધારિત પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી ફિલ્મ લાવી રહ્યા છે.
પ્રીત કામાણી, જન્મભૂમિ રાજકોટ અને પછી એમનો પરિવાર મુંબઈ જઈ વસ્યો. પ્રીતને નાનપણથી જ એક્ટિંગ રગ રગમાં દોડે. નાનપણથી જ પ્રીતે નિકલોડિયન ચેનલની ઘણી સિરીઝમાં છે. અને એ ઉપરાંત શક્તિમાન ની બીજી સીઝનમાં પણ દેખાય છે.
આપણે દસ ધોરણ ફેલ સ્ટારકિડ્સ જોયા જ છે જે ભણવામાં કાંઈ જ ના ઉકાળી શક્યા હોય પરંતુ પ્રીત ભણવામાં પણ હંમેશા અવ્વલ રહ્યો છે કેમ્બ્રિજ બોર્ડની 10th ગ્રેડમાં બાયોલોજી અને કેમિસ્ટ્રીમાં 100/100 સાથે વર્લ્ડ ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું . એની સ્કૂલના પ્રિન્સિપાલે પણ એને મેડિકલ ફિલ્ડમાં જવા માટે કહેલું પરંતુ એટલી જ સહજતાથી કોમર્સ લઈને મુંબઈની મીઠીબાઇ કોલેજમાંથી BMM કર્યું અને સારા માર્ક્સ સાથે મીડિયા ઍડ્વર્ટાસમેન્ટમાં ડિગ્રી મેળવી.
કરણ જોહરની સિરીઝ દિલ હૈ હિન્દુસ્તાની, એ.આર.રેહમાન સાથે “એરાઈવ્ડ” અને
યશરાજ પ્રોડક્સનની આગામી ત્રણ ફિલ્મો એક સાથે જ સાઈન કરીને પ્રીત રાતોરાત
બોલિવૂડમાં ગુજ્જુનું આગવું સ્થાન બનાવી બેઠો છે. ઉપરાંત કેડબરી, મેગી,
હીરો સ્કૂટર, એપલ આઈફોન, સેમસંગ, મારુતિ અલ્ટો જેવી અનેક એડ ફિલ્મો કરી છે.
ટાટા સ્કાયની ડેઈલી રીચાર્જની બહુ ચર્ચિત જાહેરાતમાં પણ આપણે પ્રીતને જોઈ
ચુક્યા છીએ. એની YouTube ચેનલ Jumbo Jutta પર એક વાર જશો તો વારંવાર જોવાની
ઇચ્છા થશે.
સ્વભાવે ખુબ જ વિવેકી, મળતાવડો પ્રીત ખાસ્સું ફ્રેન્ડસર્કલ ધરાવે છે અને સૌને માન આપે છે, એવું જ કેરેક્ટર કંઈક સૂરજ બરજાત્યાની આગામી ફિલ્મ “હમ ચાર” માં છે જે ૧૪ ફેબ્રુઆરીએ, વેલેન્ટાઈન ડે ના દિવસે આવી રહી છે, એમાં જોવા મળશે.
સ્કૂલ, કોલેજ, ઘોડેસવારી, સ્વિમિંગ, કરાટે જેવા અનેક શિખરો સર કરનાર આ જમીનથી પ્રીત રાખનાર રાજકોટના પ્રીતને એની આગામી ફિલ્મો માટે રાજકોટ તરફથી ખુબ ખુબ કામયાબ થાય એવી શુભેચ્છાઓ. કારણકે… ફ્રેન્ડ્સ ભી ફેમિલી હૈ.
Recent Comments