#374 Chirag Dhori and Social Media reach

By Faces of Rajkot, February 17, 2019

આજે રાજકોટનો ચેહરો બીજા જાણીતા ચેહરાઓ સાથે જોડાયેલો છે. જયારે પણ કોઈ નવી ફિલ્મ રિલીઝ થવાની હોય તો કલાકારો રાજકોટમાં એમની ઓફિસની અચૂક મુલાકાત લે.

ચિરાગ ધોરી: રાજકોટમાં જ મારી એક ડોટ કેર ટેક્નોલોજી નામે ડિજિટલ માર્કેટિંગની ઓફિસ છે અને ઓનલાઈન જુવો તો એક નાનકડા શહેર જેટલા લોકોને જોડીને રાખ્યા છે. હા, મારા સોશિઅલ મીડિયામાં 8 લાખથી વધુ યુવાનો જોડાયેલા છે. લોકો સાથે ઇન્સ્ટન્ટ જોડાવાનો આ એક અચૂક અને સરળ માર્ગ છે.

યુવાનો મુવી હોય કે મેસેજ તરત જ ચેક લે છે, મલ્હાર ઠાકર, કિંજલ રાજપ્રિયા, જિગારદાન ગઢવી જેવા અનેક કલાકારો મારા મિત્રો છે જે રાજકોટ મારી ઓફિસે જરૂરથી આવે છે. એટલું જ નહિ ડોક્ટર્સ, હોસ્પિટલ્સ, રેસ્ટોરન્ટ્સ, રેડીઓ, રાજકારણીઓ પણ એટલા જ ખાસ મિત્રો.

દુનિયામાં આવ્યા છીએ તો કશું અલગ કરી જઈએ, તરી આવીયે, નહિ કે ભીડમાં આવીયે અને ભીડમાં જ ખોવાઈ જઈએ. કોઈ આપણો અવાજ પણ ન ઓળખે. જિંદગીમાં એક કામ તો એવું કરવું જ જોઈએ કે જેનાથી લોકો તમને સાંભળે, તમને જુએ. બાકી વેલેન્ટાઈન્સ ડે ના દિવસે 100 રૂપિયાનું કાર્ડ અને ટેડીબેર બાપાના પૈસે બાઈક પર રાજકોટના રેષકોર્સ પર આટાતલ્લાં મારતા બાળકો એક વાર “ગલી બોય” જોઈ આવે, ઝુપડપટ્ટીમાંથી પણ ઉઠીને કેમ અવાય સમજાય જશે.

ખટકું તો એને છું
જયાં હું નમતો નથી,
સાહેબ
બાકી જેને ગમુ છું,
તે કયાંય નમવા પણ નથી દેતા…

— with Chirag Dhori and Dot Care Technology.