સમ્રગ ભારત માંથી રાજકોટ ના બહુમુલી પ્રતિભા ધરાવતા હાર્દિક જીવરાજભાઈ સોરઠીયા ને ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ ના હસ્તે એનાયત થયો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નો વર્લ્ડ રેકોર્ડ – યંગેસ્ટ એચીવર એવોર્ડ.
હાર્દિક, કોમર્સ ના અભ્યાસ બાદ બી.બી.એ નો અભ્યાસ રાજકોટ ની આત્મીય કોલેજ માં પૂર્ણ કરતા ની સાથે શિક્ષણ અને સંસ્કાર અભ્યાસ માં જ મળ્યા અને હવે અભ્યાસ યાત્રા શરુ થઇ માસ્ટર ડીગ્રી મેળવવાની એમ.બી.એ નો અભ્યાસ ગુજરાત ની નામાંકિત ગાંધીનગર ની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ કોપરેટીવ મેનેજમેન્ટ માં પૂર્ણ થયો.
સાથે વિકાસ ની ગાથા ઓર વેગવંતી બનતી ગઈ અનુભવ ના નીચોડ ના સ્વરૂપે સમગ્ર અભ્યાસ યાત્રા માં ૫૦૦ જેવી સ્કુલ અને કોલેજ ની વિવધ સ્પર્ધામાં ભાગ લઇ ને આ યુવાને પોતાનું હુન્નર સાબિત કર્યું અને અનેક સિધ્ધિ પોતાના નામે કરી, ગાંધીનગર માં રહીને પર સેવા કરવાના વિચાર ને સત્યતા નું સ્વરૂપ આપવા ગાંધીનગર ની જ સામાજિક સંસ્થા માં પોતે પોતાનું તન મન અને ધન થી સેવા કરવા તત્પર થયા. કઈ કેટલીય સામાજિક પ્રવૃત્તિ જેમ કે ગરીબ બાળકો ને અભ્યાસ કરાવવો, ગરીબ બાળકો ને સંગ તહેવાર ની ઉજવણી કરવી અને ગરીબ બાળકો ના કલ્યાણ અર્થે નવીનતમ કાર્ય કરવા જેવી અનેક પ્રવુતિ થકી સમાજ સેવાનું કાર્ય કર્યું.
આ દરેક પ્રવૃત્તિ માં માતા કાન્તા બેન પિતા જીવરાજ ભાઈ નો પણ એટલો જ સહારો મળ્યો. સાથે ૨૩ વર્ષ ની ઉમરે જનરાલિસ્ટ થવા જનરાલીઝમ નો અભ્યાસ અર્થાત બેચલર ઇન જનરાલીઝમ એન્ડ માસ કોમ્યુનીકેશન નો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં પૂર્ણ કર્યો અહી થી એમની વિકાસ યાત્રા અટકી નહિ એમ.બી.એ.ની સાથે અનામલાય યુનીવર્સીટી -મેઘાલય માં એક્સ્ટર્નલ ડીપ્લોમાં ઇન વેલ્યુ એજ્યુકેશન એન્ડ સ્પીરીચ્યુઆલીટી ના અભ્યાસ બાદ માસ્ટર ઇન સાયન્સ અર્થાત એમ.એસ.સી નો અભ્યાસ પૂર્ણ કર્યો અને ઈન્દીરા ગાંધી ઓપેન યુનીવર્સીટી માંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન રૂરલ ડેવલોપમેન્ટ નો એક વર્ષ નો અભ્યાસ કરી ૨૫ વર્ષ ની ઉમર માં અનેક ડીગ્રી હાસલ કરી.
સાથે રાષ્ટીય લેવલ ની “સારું લખાણ“ લેખિત સ્પર્ધા માં ૨ નંબર તો યુનીવર્સીટી ઓફ કેમ્બ્રિજની પરીક્ષામાં BB1 ગ્રેડ, BAOU યુનીવર્સીટી માં CCC નો કોર્ષ તો માંઉંટ આબુ – રાજસ્થાન માં યુથ વિંગ ની ૭ દિવસ ની ટ્રેનીગ અને અલગ અલગ સ્પર્ધામાં માં સિધ્ધિ હાસલ કરી.
૨૦૧૫ માં ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી આનંદી બેન પટેલ ના હસ્તે સરદાર પટેલ ની જયંતિ ના દિવસે સરદાર સાહેબ ના વક્તવ્ય માં સમ્રગ ગુજરાત માં તૃતીય ક્રમ આવવા થી મુખ્યમંત્રી ના હસ્તે એવોર્ડ એનાયત થયો તો વળી એજ અનુસંધાને ગુજરાત ટેકનિકલ યુનીવર્સીટી ના વાઈસ કાઉન્સેલર મિસ્ટર અગ્રવાલ સાહેબ ના હસ્તે સર્ટીફીકેટ ને રોકડ પુરસ્કાર એનાયત થયો.
આ સમ્રગ બાબત ને ધ્યાન માં લઇ ને ૨૦૧૭ માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ – ફરીદાબાદ માં આ યુવાન ની સિધ્ધિ નોમીનેટેડ કરવામાં આવી એક વર્ષ ની ચકાસણી બાદ ૨૦૧૮ માં આ એવોર્ડ યંગ સોસીયલ વર્કર તરીકે નો હાર્દિક સોરઠીયા ના નામનો નોમીનેટ થયો.
ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ માનનીય શ્રી ઓમ પ્રકાશ કોહલી સાહેબ ના હસ્તે તા. ૨૭.૦૨.૨૦૧૮ ને મંગળવાર વાર ના દિવસે રાજ ભવન – ગાંધીનગર ગવર્નર સાહેબ ના નિવાસ્થાને આ બહમુલી પ્રતિભા ધરાવતા યુવાન ને એવોર્ડ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું.
હાર્દિક સચિન તેન્ડુલકર ને પોતાનો રોલ મોડેલ માને છે કારણ કે એમનો અને સચીન નો જન્મદિવસ એક તારીખે છે 24 એપ્રિલ ના રોજ હાર્દિક નો અને સચીન નો જન્મ છે. એટલા માટે હાર્દિક સચિન ના જીવન માંથી ઘણું શીખ્યો છે. સચીન તરફ થી હાર્દિક ને મોકલવામાં આવ્યો એક પત્ર એમાં એવુ સચિને લખ્યું કે ” હાર્દિક તને જો વ્યકતિગત મળવામાં આવે તો તે ઘણું સારુ છે એક અદભુત છે તેમ છતાં મારાં જીવન ની આ બીજી ઇનિંગ્સ છે તેથી મારું ખુબ જ વ્યસ્ત શેડ્યૂલ ની વચ્ચે આ શક્ય નથી.
એટલા માટે હું તને મારાં જીવન નો સૌથી અમુલ્ય ફોટો મારી સહી સાથે નો મોકલી રહ્યો છું. જે તારા માટે આજીવન સંભારણું બનશે તને યાદ રહશે અને તારો સહકાર મને જીવન માં પ્રેરણા આપશે.”
એવો પત્ર અને પોતાની સહી કરેલો ફોટોગ્રાફ સચિને ખુદ હાર્દિક સોરઠીયા ને મોકલ્યો છે. — with Hardik Sorathiya.
Recent Comments