જયારે બાઈક પર બેસીને રોજ નવા કપડાં પહેરીને કોંલેજમાં લટારો મારવાની ઉમર હોય ત્યારે એજ ઉંમરે મેં વી.વી.પી. કોલેજ ની લાઈબ્રેરીમાં બેસીને બે પુસ્તકો લખી નાખ્યા હતા. પણ પુસ્તકોનું કરવું શું એ ખ્યાલ ન આવ્યો. પબ્લિશ કરવા માટે હજારો રૂપિયા જોઈએ એટલે મેં એને સંકેલીને સૌથી નીચે કબાટમાં ધકેલી દીધી કે આ તો સમયની બરબાદી થઇ. પરંતુ એક મિત્ર દર્શને મને “બુક લવર્સ” ગ્રુપમાં એડ કર્યો અને ત્યાંથી મને માતૃભારતી એપના મહેંદ્ર શર્માનો કોન્ટેક્ટ થયો. મારી બુક, એટલેકે ઈ -બુક ઓનલાઇન પબ્લિશ થઇ અને મને પૈસા પણ મળ્યા. જેમાંથી મેં લેપટોપ ખરીદ્યું.
મારુ નામ આર જે રવિ, હેશટેગ લવ છે મારી ઓળખાણ પણ સફળતા આટલી સરળ રીતે નથી મળતી કે એક પેરાગ્રાફમાં સમાઈ જાય, આ ઉપરનાં પૅરાગ્રાફમાં મારી જિંદગીના અમૂલ્ય વર્ષો ગયા છે અને એ દરમિયાન કેટકેટલા અનુભવોનું ભાથું બાંધ્યું છે. આર જે બનવામાં પણ અથાગ મહેનત લાગી ગઈ, તૈયાર થાળીએ જમવા તો કોઈ ને જ મળે. પાંચ પાંચ વખત રિજેક્ટ થયા બાદ રેડીઓ મિર્ચીમાં સિલેક્ટ થયો. આજે દિવસમાં રેડીઓ પર ચાર-ચાર શહેર ગજવું છું અને લોકો મને સાંભળે છે અને મને પણ છે. મારી સાથે ઘણા એવા હતા જેણે એક-બે ઓડિશન આપીને છોડી દીધું કે આ આપણું કામ નથી. પરંતુ, મને તો દર વખતે એમ થતું કે એ લોકો પાસે કોઈ કારણ જ ન હોવું જોઈએ મને રિજેક્ટ કરવાનું એવી તૈયારી સાથે જતો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ દરેક રીતે એક્ટિવ રહું અને મારા શ્રોતાઓ સાથે કોન્ટકટ જાળવી રાખું.
સ્વપ્નો સાકાર થઇ જાય એટલે હવામાં ઉડવાની મરજી થાય પરંતુ તમારે જમીન સાથે જોડાઈને જ ચાલવું પડે એવું મારુ માનવું છે. હું રાજકોટ અને રાજકોટીયન્સ સાથે હંમેશા ઓનલાઇન કોન્ટેક્ટમાં રહું છું, એમના સવાલોના જવાબ આપું ક્યારેક સમયના અભાવે ન આપી શકું તો પણ રેડીઓમાં કે યૂટ્યૂબ પર કોઈને કોઈ રીતે એમના સવાલોના જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરું. બાકી કોઈ પણ ફિલ્ડમાં જવા માટે તમને કોઈ ફેવર કે ફેમિલી ટ્રેડિશનની જરૂર નથી. મારા પપ્પા એસ.ટી. માં કંડકટર છે. રેડીઓ પર જવાનું તો મારા ફેમિલીમાં કોઈએ વિચાર્યું પણ નહિ હોય. ક્યારેક તો મારા પપ્પા પણ ફોન કરીને ગીત ની ફર્માઇશ કરી દે છે.
શબ્દોને ક્યાં સાંજ પડે છે.
ઉપાડો કલમ તો અડધી રાતે પણ સવાર પડે છે
— with Mirchi RJ Ravi, Ravi Rajyaguru, Mahendra Sharma, Radio Mirchi Rajkot and Matrubharti Gujarati.
Recent Comments