#380 Amit Bagthalia

By Faces of Rajkot, April 15, 2019

મલ્ટીનૅશનલ કંપનીઓ સામે ટક્કર ઝીલવી એ નાનીસૂની વાત નથી, મુંબઈની પ્રખ્યાત કોલેજોમાંથી ડિગ્રીઓ હાસિલ કરેલી, મીઠીબાઈ, નરસિંહ મોનજી અને વેલિંગકર કોલેજો નો દબદબો હતો. ત્રણેયમાંથી ડિગ્રી કરીને નીકળ્યો ત્યારે મનમાં એક જ વિચાર હતો કે કોઈ મલ્ટીનેશનલ કંપનીના માળખામાં ગોઠવાય જવા કરતાં કોઈ દેશી કંપનીને ખભા પર ઊંચકીને ઉપર લઇ આવવી.

અમિત બગથળીઆ, 1998માં 69 કરોડ ટર્ન ઓવર ધરાવતી પણ ડચકાં ખાતી કંપની HRI જોઈન કરી. HRI એ સમયે કેશકલા નામે હેર ડાઇ બનાવતી. એ સમયે પેરિસ ની કમ્પનીઓ લોરીઅલ અને ગાર્નીઅર ભારતમાં ધૂમ નફો કમાતી, એ જંગ હતી હેર કલર વર્સીસ હેર ડાઇ, ચેલેન્જ લઇ અને સ્ટ્રીક્સ હેર કલર લોન્ચ કર્યા, કેશકલા વિથ આલ્મન્ડ ઓઇલ એન્ડ કેરોવિટા લોન્ચ થયા. મેન ઓફ ધ યર- 2000, 2001 અને 2002 ના કંપનીના એવોર્ડ મારા ખાતે નોંધાવીને જયારે કંપની છોડી ત્યારે એનું ટર્ન ઓવર 69 કરોડથી 160 કરોડ થઇ ગયેલું. આ હતો મારી સફળતાનો પ્રથમ પરચમ.

માતૃભૂમિ અને માતાપિતાનાં સાદ થી દોડી જઈને બધું જ પડતું મૂકી રાજકોટ આવી ગયો. મોરબીની અટોપ ફૂડ,ઓરેવા ફૂડ, સ્વેતા સ્નેક્સ જોઈન કરી. ફૂડ એન્ડ બેવરેજીસ એક નવો જ અનુભવ હતો. ઇન્ડિયન આઇઓન એક્સચેન્જ માટે ફ્રીલાન્સિંગ કર્યું, પાર્લેની પ્રખાત બ્રાન્ડ બૈલી- મિનરલ વોટર લોન્ચ કરી.

એક રોડ અકસ્માત નડતા કારકિર્દીમાં એક અલ્પવિરામ મુકાયું, આ અલ્પવિરામ દરમિયાન મને મોકો મળ્યો માર્કેટ રિસર્ચ કરવાનો. રિસર્ચ દરમિયાન નવું ક્ષેત્ર ખેડવાનું નક્કી કર્યું – હાઇજીન સેક્ટર. ચાઈના વર્સીસ ઇન્ડિયા માર્કેટ સ્ટડીમાં સુવર્ણ તક જોવા મળી. આ સ્ટડીમાં મને બેબી ડાઇપર્સ, પુલ ઓવર્સ અને ડીસ્પોસેબલ આઇટમ્સમાં ખાસ્સી તક જણાઈ. ભારતની પ્રથમ બેબી પુલ અપ્સ બ્રાન્ડ “ચેમ્પ્સ” લોન્ચ કરી અને એક અન્ય ક્ષેત્રે સફળતાનું ટીક માર્ક કરી દીધું.

કતાર, કેન્યા, સીરિયામાં બ્રાન્ડ કંસ્લટિંગ કર્યું, મારી મહેનતની કદર થઇ અને શ્રી પુરષોત્તમ રૂપાલાના હસ્તે – એક્સસલેન્સ ઈન પ્રોજેકટ એન્ડ બ્રાન્ડ લોન્ચિંગ માટે એવોર્ડ મળ્યો. આજે એશિયાના સૌથી મોટા હાઇજીન પાર્કમાં જે ગુજરાતમાં છે, 350 કરોડનો પ્રોજેક્ટ પર કામ કરું છું જે બેબી કેર, ફિમેલ એન્ડ એડલ્ટ કેરની નવી જ પરિભાષા લખી રહ્યું છે.

જે લોકો “હવે ધંધામાં પહેલા જેવું નથી રહ્યું” ની ફરિયાદો કરે છે એણે લોકોએ મલ્ટીનેશનલ કંપનીઓને ધ્યાનમાં રાખીને લોકલ પ્રોડક્ટ્સ બનાવવાની જરૂર છે. જો તમારી પ્રોડક્ટ્સ ઇન્ટરનૅશનલ બ્રાન્ડ્સ સામે ટક્કર ઝીલી શકે તો તમને ભારતમાં સફળ થતા કોઈ ન રોકી શકે.

અને અંતમાં એટલું કહીશ કે નરસી મોનજી, મીઠીબાઇ જેવી કોલેજો પણ ન શીખવી શકે એવા અનુભવો ભણાવતું શહેર રાજકોટ એક માત્ર છે.

Amit K Bagthalia