વિદેશમાં
જઈને ડોલર કમાવાની ઘેલછા લગભગ દરેકના મનમાં ક્યારેક તો થતી જ હોય છે.
અહીંથી પશ્ચિમી દેશો ચમકતા દમકતાં દેખાય અને ખૂબ લલચાવે પણ વાસ્તવિકતા કંઈક
અલગ જ હોય છે. ખુદ આપણા જ આપણ ને છેતરી જાય ત્યાં વિદેશીઓનું શું મનમાં
લેવું?
સંદીપ તેરૈયા, મારી વાત સાંભળીને વિદેશ જતા પહેલા એક વાર
વિચારજો. જરૂરી નથી કે મારી સાથે થયું એવું બધાની જોડે થતું જ હોય પણ બોધ
લેવા જેવો ખરો. મારા મોટા ભાઈ ઈમમીગ્રેશન એડવોકેટ
જેમણે મને UK જવા માટે પ્રેરણા આપી અને વિસા, ત્યાં જઈને કોને મળવું બધી જ
સગવડ કરી આપી. ત્યાં પહોંચ્યા પછી ભાઈનો મિત્ર લેવા આવ્યો અને એણે મને
લંડનથી દૂર એક ગામડામાં ગુજરાતી પરિવારનો રેફરન્સ આપ્યો કે જે નોકરી અને
રહેવાની સગવડ કરી આપે છે. બબ્બે વજનદાર સૂટકેસ લઈને અડધા દિવસની મુસાફરી
બાદ ત્યાં પહોંચ્યો. એમણે મને એડવાન્સ ભાડું આપવાનું કહ્યું અને નોકરી માટે
એક જગ્યાએ જવાનું કહ્યું. જયારે હું ત્યાં ગયો ત્યારે મને જાણવા મળ્યું કે
આ તો જાળ હતી કોઈ જ નોકરી નોહતી ફક્ત છેતરપિંડી અને એ પણ આપણા જ હાથ આપણને
છેતરે, જયારે એણે તો મને સપોર્ટ કરવો જોઈએ.
સાંજે ત્યાંથી નીકળી
અને ફરીથી લંડન આવવા નીકળી ગયો, બબ્બે વજનદાર સૂટકેસ અને ન્યૂ યર ની ભીડ,
ભયંકર ઠંડી, ટ્રેનમાં જગ્યા ના મળે, ક્યાં જવું કેવી રીતે જવું કોઈ જ સમજ
ના પડે, એવા કપરા સમયે રડવું આવી જાય, ત્યારે ગોરા લોકોએ મદદ કરી કે જેને
મારી સાથે કોઈ નાતો જ નથી, મને કેવી રીતે જવું, લંડન ટ્યુબનો મેપ, કેટલા
સ્ટેશન બદલવા બધી માહિતી આપી. ફરીથી મિત્ર ને ત્યાં પહોંચી અને 3 મહિના
નોકરી શોધી. નોકરી મળી શેરીમાં ઉભા રહીને આવતી-જતી કાર ગણવાનું, ઠંડીમાં
વહેલી સવારે ઉભા રહીને કંટાળી જવાય. આખરે થોડી સ્ટ્રગલ પછી એક સેન્ડવીચ
બનાવતી ફેકટરીમાં નોકરી લાગી, હું લંડનની લાઈફ એન્જોય કરતો હજી થયો જ ત્યાં
તો 2008 નું રીસેસન આવ્યું, બધાની નોકરીઓ ગઈ. ખૂબ જ પ્રયત્નો કર્યા પણ
ક્યાંય નોકરી જ ના મળે. એક જગ્યાએ નોકરી મળી વાસણ ઘસવાની અને પગાર કલાકના
ફક્ત 2 યુરો. એટલામાં તો તમારું જમવાનું પણ ના થાય એક દિવસનું. આખરે UK ને
અલવિદા કહીને ઇન્ડિયા આવી ગયો..
આવીને મુંબઈમાં ઇવેન્ટ મેન્જમેન્ટ
કંપની જોઈન કરી, બધા ફિલ્મ કલાકારો સાથે કામ કર્યું, એમના મુવીઝના સેટ્સ,
ડાન્સ, એવોર્ડ્સ ફન્કશનના સેટ્સ બનાવ્યા પણ ફરીથી ઘરની યાદ આવી અને બધું
છોડીને ગુજરાત ભેગા થઇ ગયા. હું મૂળ પોરબંદરનો પણ ત્યાં એટલો કોઈ નોકરી નો
સ્કોપ નહિ. એટલે રાજકોટ પસંદ કર્યું યા તો એમ કહું કે રાજકોટે મને પસંદ
કર્યો અને મારી ઇવેન્ટ મેનેજેમેન્ટ કંપની ચાલી પડી. મને સારા ઓર્ડર્સ
મળ્યા, વિદેશથી પણ ઓર્ડર મળ્યા, આજુબાજુના રાજ્યોમાં જઈને સરકારી ઉત્સવોનું
મેંજેમેન્ટ કર્યું. મારી પત્ની એ જોર દઈને મને એક બૂક લખવાનું કહ્યું અને
મેં મારી લંડનની સ્ટ્રગલ પર થી એક fiction ઈ બુક પણ લખી “હોમટાઉન”. પેપર
બૂક પ્રગટ કરવી હોય તો અઢળક નાણાં જોઈએ અને એટલી વ્યવસ્થા મારી પાસે ન હતી
એટલે ઇ બૂકથી સંતોષ માની અને ભૂલી ગયો. થોડા સમય પછી મારી સાથે ભણેલી,
નિશિતા, કે જે મારી કંપનીની ક્લાઈંટ પણ છે એમણે મારી બૂક વાંચી અને મને
પેપર બૂક પબ્લિશ કરવા આગ્રહ કર્યો અને એમણે જ મને આર્થિક સહાય પણ kari.
એમણે મારા જીવનમાં અગમ્ય ભાગ ભજવ્યો છે.
દુનિયા ફરી આવ્યો, બધી જ
ચમક દમક જોઈ લીધી, પાર્ટી, ક્લબ્સ, નાઈટ આઉટ, બધું જ મળ્યું પણ જે રાજકોટ એ
આપ્યું એવું દુનિયાના કોઈ ખૂણેથી મને નથી મળ્યું. — with Ssandeep B Teraiya.
Recent Comments