#385 Himanshu Popat, Gujarati Rapper

By Faces of Rajkot, June 17, 2019

ગોંડલથી રાજકોટ જતા રસ્તામાં જ સોન્ગ લખી નાખ્યું અને કેવી રીતે શૂટિંગ કરવું એ પણ નક્કી કરી લીધું. માત્ર એક જ અઠવાડિયામાં સોન્ગ પૂરું કરી લીધું અને આજે યૂટ્યૂબ પર મારુ રૅપ સોન્ગ “ગીદી ગીદી થાય” ધૂમ મચાવે છે.

મારુ નામ હિમાંશુ પોપટ, વ્યવસાયે એ.સી. મેકૅનિક, જિંદગીમાં ક્યારેય કોઈ કવિતા પણ નથી ગાઇ કે નથી બે લાઈનો પણ લખી પરંતુ, એ દિવસે ખબર નહિ પણ શું થયું કે સોન્ગ બની ગયું અને ફેમસ પણ થયું. ગુજરાતી ગીત અને સંગીતને આ લેવલ પર જોવું કે બનાવવું એક લ્હાવો છે. ખુબ જ સારી રીતે બન્યું છે, મેં જાતે જ ગાયું , ડિરેકશન અને એડિટિંગ પણ જાતે જ કર્યું અને બધું જ ફક્ત અને ફક્ત રાજકોટમાં જ. બાળપણની મસ્તી અને યુવાનીની લાગણી જોડીને ગીત બન્યું છે.

જો તમારા દિમાગ પર કોઈ ધૂન સવાર થઇ જાય તો ક્યાંય પણ હોવ, કશો જ ફર્ક નથી પડતો, રાજકોટનાં જ લોકેશન અને મોડેલ્સ ને લઇ ને આ સોન્ગ બન્યું છે. અને આ સોન્ગ સાંભળીને મને ગુજરાતી ફિલ્મોમાંથી ઓફેરો પણ આવી છે. ભવિષ્યમાં આનાથી પણ વધુ સારું મ્યુઝિક અને વિડિઓ બનાવીશ.

લોકો જયારે મહાનગરો તરફ આંધળી દોટ મૂકે છે એમના માટે મારુ સોન્ગ છે કે તમે શું અને કેવું કરો છો એના પર સફળતાનો આધાર છે નહિ કે તમે ક્યાં છો! લોકો અમદાવાદ, મુંબઈ કે પછી ઓસ્ટ્રેલિયામાં પણ જિંદગીભર મજૂરી કરતાં રહી જાય છે અને કરવાવાળાં રાજકોટમાં પણ ડંકો વગાડી જાય છે. — with Himanshu Popat.