નોટબંધી બાદ ઘણું બધું બદલાઈ ગયું, પેમેન્ટ ઓનલાઇન થવા મંડ્યા, સ્માર્ટ કાર્ડ અને સ્માર્ટ મનીનો ઉપયોગ વધી ગયો. પરંતુ સિક્કાની બંને બાજુ જોઈએ તો ટેક્નોલોજીની સાથે સાથે ધૂતારા અને ઠગ પણ હાઈટેક થવા મંડ્યા છે. ઓનલાઇન છેતરપિંડી, બ્લેકમેલ જેવા બનાવો વધી ગયા છે. આજકાલ છોકરીઓને ઓનલાઇન પોતાના ફોટોસ શેર કરવા હોય તો વિચારવું પડે છે. કેમ કે દુરુપયોગ એટલી હદે વધતો જાય છે કે છોકરીઓ કે છોકરાઓ સાવચેતી તો રાખવી જ બને છે.
હું નિકેત પોપટ, સાઇબર ઇન્વેસ્ટિગેશન અને સાઇબર વકીલ, મેં મારી 25 વર્ષની ઉંમરમાં આવા ઓનલાઇન ધોખાઘડીનાં અનેક કિસ્સાઓ જોયા, સાંભળ્યા અને સમજાવ્યા છે. હું હંમેશા એવા પ્રયત્નો કરતો રહું કે લોકોમાં ઓનલાઇન ટ્રાન્સેક્સન બાબતે જાગરૂકતા વધે. લોકો પોતાના પાસવર્ડ કે OTP ઘણી વાર શેર કરી દેતા હોય છે. કોઈ પણ બેન્ક કે પેમેન્ટ સિસ્ટમ તમને તમારો પાસવર્ડ કે OTP આપવા માટે ન કહી શકે. જો તમારા એકાઉન્ટમાં થી પૈસા ઉપડી જાય તો તમારા કેટલાક અધિકાર હોય છે જે લોકોને ખબર નથી હોતી. બેન્ક ૧૦ દિવસની અંદર તમારા ગયેલા પૈસા આપવા માટે બંધાયેલ છે. પરંતુ અધિકારોની સાથે કેટલીક ફરજો પણ હોય છે. તમારે ૩ દિવસની અંદર સાઇબર ક્રાઇમ નોંધાવો પડે છે. તમે તમારો પાસવર્ડ કે OTP કોઈને આપેલો હોય તો બેન્કની કોઈ જવાબદારી બનતી નથી કારણકે એ આપણી બેદરકારીનું પરિણામ છે.
માત્ર ઓનલાઇન ટ્રાન્સકેસન જ નહિ પરંતુ સોશિઅલ મીડિયા પણ એટલું જ હાનિકારક થતું જાય છે. લોકો પોતાના લોકેશન, પર્સનલ ફોટોસ ઓનલાઇન મુકવા માટે ઘેલા થતા હૉય છે એના થી બધાને ખબર પડે કે તમારે ક્યાં છો અને શું કરી રહ્યા છો. આવો સાઇબર ક્રાઇમનાં દર દસ મિનિટે એક કેસ ભારતમાં બને છે જે ક્રાઇમ રેટ કરતા પણ વધારે છે. ભારત જ શું કામ વિદેશોમાં પણ એવું બને છે. જે.પી.મોર્ગન નામની કંપની જે માત્ર ૨૦૦૦ કરોડ રૂપિયા સાઇબર સિકયુરિટી માટે અલગ થી ફાળવે છે છતાં પણ એની સાથે ૨૦૧૪માં મોટી છેતરપીંડી થઈ હતી.
હું શાળા, કોલેજોમાં, પોલીસ સ્ટેશનમાં વર્કશોપ કરું છું અને છાપાઓમાં લેખ લખીને માહિતી પુરી પાડું છું કે ઓનલાઇન શું કરવું? કેટલી સાવચેતી રાખવી, જો છેતરપીંડી થાય તો શું કરવું બધીજ માહિતી વિગતવાર અપાય છે. આવતા પાંચ વર્ષમાં રાજકોટમાં ઝીરો સાઇબર ક્રાઇમ હોય એવો મારો ઉદેશ્ય છે. આ માટે મારા પૂરતા પ્રયત્નો ચાલુ જ રહે છે અને માત્ર રાજકોટનો સહયોગ મળતો રહે એવી આશા રાખું છું. — with Niket Popat.
Recent Comments