અનવર હાજી
કટલેરીની દુકાનમાં નોકરીથી માંડીને સંગીત શિક્ષક બનવા સુધીની સફરમાં અથાગ મહેનત અને એ મહેનતના મીઠા ફળ બંને ભરપૂર મળ્યા. સવારે ૮ થી રાતે અગ્યાર વાગ્યા સુધી નોકરી કરતો અને સતત ૭ દિવસની નોકરી પછી અડધો દિવસ ફ્રી મળતો બાર વાગે જમીને સીધો બસમાં હું અમરેલી જઈને સંગીત શીખતો. ૧૯૭૦ નો દાયકો અને એસ.ટી. બસ નો જમાનો, ક્યારેક બસ મોડી હોય ક્યારેક લોકલમાં ઉભા-ઉભા આવવું પડે પણ, સંગીત રગ-રગમાં વસેલું એટલે બધું જ સારું લાગતું. સવારે ૬ વાગે ઉઠીને એક કલાક રિયાઝ કરી લેતો અને બપોરે જમવા જઉં ત્યારે પણ થોડો સમય સંગીત સાથે વિતાવી લેતો.
કટલેરીની દુકાનમાંથી મહિને ૬૦ રૂપિયાનો પગાર મળતો. સંગીત શીખવાની સાથે શીખવાડવાનું પણ શરુ કર્યું એટલે કટલેરીની નોકરી છોડી દીધી. જ્યાં સવારે ૮ થી રાતના ૧૧ વાગ્યા સુધી સતત મહેનત કરીને ૬૦ રૂપિયા મળતા ત્યાં એક વિદ્યાર્થીને એક-બે કલાક સંગીત શીખવવાનાં ૧૦૦ રૂપિયા મળતા.
સંગીત વિશારદ અને શિક્ષા વિશારદ થઇ અને વિરાણી સ્કૂલમાં પાર્ટ ટાઈમ નોકરી મળી ગઈ અને પછી રાષ્ટ્રીય શાળામાં ફૂલટાઈમ જોબ મળી. વિસ વર્ષો સુધી સંગીત શીખી અને શીખવાડીને આજે હું મારા પોતાનાં ક્લાસીસ ચલાવું છું. મોહમ્મદ રફી સાહેબનાં ગીતો ગાઈને કાર્યક્રમો પણ ગોઠવું છું. જયારે ક્લાસીસ શરુ કર્યા ત્યારે ૧૫-૨૦ વિદ્યાર્થીઓ આવતા, પરંતુ જયારે સંગીતના વ્યાકરણનો સમય આવે ત્યારે કંટાળીને છોડી જતા. લોકોને તો એમજ કે જઈને બીજા દિવસે સંગીત આવડી જાય અને ગાતા થઇ જવાય. છેલ્લે વિશારદ વખતે તો કદાચ જ કોઈ વિદ્યાર્થી ટકી રહેતો.
એવોર્ડ અને રીવોર્ડ તો બહુ મળ્યા પણ સૌથી ઉપર રીવોર્ડ મળ્યો એ હતી “બે દસ -દસની કડકડતી નોટો”. હા, એ આપી હતી સાહિર લુધિયાનવી સાહેબે. જયારે હું ૮ વર્ષનો હતો ત્યારે ગામડામાં સાહિર લુધિયાનવી સાહેબનો કાર્યક્રમ હતો ત્યારે મેં ૨ ગીતો ગયેલા અને એ એમણે સાંભળ્યા. બીજા દિવસે મને સવારે હોટેલ પર નાસ્તો કરતી વખતે મને બે દસની નોટો આપી. એ વખતે જયારે એક અને બે પૈસાનો જમાનો હતો ત્યારે વિસ રૂપિયા લાખ સમાન લાગ્યા. શંકર-જયકિશન, સુલતાન ખાન, હરિપ્રસાદ ચૌરસિયાજી જેવા કલાકારો સાથે પ્રોગ્રામો કરેલા છે. — with Bina Sanghani and Kaushar Haji.
Recent Comments