#395 Bhavesh Jotangia & honey

By Faces of Rajkot, September 30, 2019

ભાવેશ જોતાંગીયા

આજથી પાંચ વર્ષ પહેલા હું દુબઇ ફૂડ ફેસ્ટિવલમાં ગયો અને ત્યાં મેં મધની અવનવી વેરાયટીઓ જોઈ. તમને કદાચ કલ્પના પણ નહિ હોય કે અલગ અલગ ફાર્મમાંથી અલગ પ્રકારનું મધ નીકળે છે અને તેના ગુણધર્મ પણ અલગ હોય છે. જેમ કે ગુજરાતમાં અજમો, વરિયાળી અને ધાણાના ખેતરમાંથી નીકળે છે. અમરકંટક અને હરિયાણામાંથી જાંબુનું મધ, ઉત્તર ભારત અને બિહારમાંથી તુલસીનું મધ નીકળે છે.

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તેનું અલગ જ મહત્વ હોય છે જેમ કે તુલસીનું મધ શરદી ખાંસીમાં અસરકારક રહે છે. શરૂઆતમાં તો સાપુતારાથી મધ મંગાવીને એક્સપોર્ટ કરતા પરંતુ હવે મેં મારી પોતાની જ બ્રાન્ડ વિકસાવી છે અને હું પોતે જ મધમાખી ઉછેરમાં રસ લઉ છું. અલગ અલગ રાજ્યોમાં જઈને ત્યાંના ફાર્મ લીઝ પર લઈને હું પોતે જ મધ કાઢું છું. માર્કેટમાં ૨ પ્રકારના મધ હોય છે રૉ હની અને પ્રોસેસ્સડ હની. રૉ હની માં કોઈ પણ જાતના કેમીકલ્સ કે રસાયણ હોતા નથી અને પ્રોસેસ્સડ હની જે લગભગ મારેકેટમાં બ્રાન્ડેડ બોટલમાં મળે છે એમાં ગ્લુકોઝ અને ફુરકોટઝ હોય છે જે શેરડી અને મકાઇમાંથી મળે છે. સ્વાથ્ય માટે જે ખાંડના રસ થી વધારે કશું જ મહત્ત્વ નથી હોતું. ભારતમાં પ્રદુષણ એટલું બધું છે કે રૉ હની મળવું અત્યંત મુશ્કેલ છે. જૂનાગઢ ના અંદરના જંગલોમાં પણ જાઓ તો પણ ત્યાં રો હની મળવું લગભગ અશક્ય છે. હું વિદેશમાંથી પણ મધ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરું છું. વર્ષમાં 2-3 દેશોની વિઝિટ કરીને ત્યાંના મધમાખી ફાર્મિંગ કરતા લોકોને મળીને નવી જાણકારી લઉં છું. સંસ્થા, ટ્રસ્ટ અને મંદિરોમાં હું ડ્રમ ભરીને મધ મોકલું છું જે એ લોકો પોતાની બ્રાન્ડ બનાવીને વેંચે છે.

મધમાખી ઉછેર કેન્દ્રો દુનિયાભરમાં ફેલાયેલ છે અને તેમાં પણ સારો નફો મળી રહે છે. અમુક મધ અત્યંત દુર્લભ હોય છે જેમ કે કાશ્મીરમાંથી આવતું મધ જે લાંબો સમય ટકતું નથી પણ અત્યંત ગુણકારી હોય છે. બોરડીનું મધ કિડનીના રોગોમાં ફાયદાકારક હોય છે, લીચીનું મધ કેન્સર માટે ઉપયોગી છે. હવે મેં ફ્રીઝ કરીને પણ મધ રાખવાનું શરુ કર્યું છે જે ખરાબ ન થાય અને લાંબા સમય સુધી એના ફાયદા મળી રહે.

પહેલા હું મધ લાવીને સીધું જ બધાને આપી દેતો હવે હું મારા બ્રાન્ડ નામ થી જ આપું છું અને દરેક પ્રોડક્ટ્સ પર લખેલું હોય છે કે ક્યાં પ્રકારનું મધ છે. મોંઘુ હોવા છતાં પણ લોકો સ્વાસ્થની દ્રષ્ટિએ મધ ખરીદે છે. શાસ્ત્રમાં લખ્યા મુજબ મધને ક્યારેય ગરમ ન કરાય પરંતુ બ્રાન્ડેડ કંપનીઓ મધને ગરમ કરીને એમાંથી વેક્સ અલગ કરી લે છે પછી તેમાં કેમિકલ્સ ઉમેરે છે. ઓછા ખર્ચે વધુ કમાણી કરવાનો આ કીમીયો છે જે આપણી પ્રજા જેનો ભોગ બને છે.

રાજકોટને એટલું જરૂર કહીશ કે મધ જ નહિ પણ કોઈ પણ વસ્તુ ખરીદો તો એમને પૂરતી ચકાસીને પછી જ ઉપયોગ માં લેવી. — with Bhavesh Jotangia.