તમે સરદારજી ઉપર જોક સાંભળ્યો? બાર વાગે ને સરદારજીની બુદ્ધિ બહેર મારી જાય. આજે આખી દુનિયાના બાર વાગી ગયા છે જ્યાં સરદારજીની બુદ્ધિની દરેકે દાદ આપવી પડે. જ્યાં લોકો ખાલી માહોલ જોવાના બહાને બહાર જાય છે ને પાછળ “પોલીસ પ્રસાદી” લઈને ઘેર આવે છે એમના માટે ખાસ કે કોઈ દિવસ સરદારજી ઉપર જોક કરતા પહેલા આ જરૂરથી યાદ કરજો કે એ શું કરે છે અને આપણે શું કર્યું?
લોકડાઉન, કોરોના, કર્ફ્યુ જેવી બાબતોથી આજે ટીવી, સમાચાર, સોશિઅલ મીડિયા ઉભરાય છે, જ્યાં હવે તો લોકો મેસેજ વાંચવાની કે જોવાની પણ દરકાર નથી કરતા પણ ગલીના કે શેરીના નાકે ઉભીને “લોકો સમજતા જ નથી” એવી ચોવટ જરૂર કરી હશે. એ પછી શેરીના નાકે હોય કે whatsapp ના નાકે, કોઈ બાકાત નથી.
આવા કપરા સમયમાં લોકોની ભૂખનું દુઃખ સમજી શકે એવો આપણા શહેરનો બહુ જ ઓછી વસ્તી ધરાવતો શીખ સમાજ, રાજકોટનો આજ નો ભવ્ય ચેહરો. રાજકોટના રેસ કોર્સ પાસે આવેલ ગુરુદ્વારામાં ફૂડ પેકેટ આ લોકડાઉન શરૂ થયું ત્યારથી ૧૦૦૦ ફૂડ પેકેટ થી શરૂ કરી રોજના બાર હજાર ફૂડ પેકેટનું વિતરણ થાય છે ગુરુદ્વારા માં જગ્યા ઓછી પડી તો હવે જંક્શન પ્લોટમાં આવેલી ભાટીયા બોર્ડીંગમાં બનાવાતા આ લંગર પ્રસાદ માંથી લગભગ પચીશેક હજાર જેટલા લોકો પ્રસાદ લે છે. ન તો અહીં તમારો ધર્મ પૂછવામાં આવે છે ન તો તમારી જાતિ, ફક્ત અને ફક્ત નિરંતર સેવા. તમારે કોઈ પણ ઝૂંપડપટ્ટીમાં કે કોઈ કોલોનીમાં ફૂડ પેકેટનું વિતરણ કરવું હોય તો અહીં જઈને ખાલી કેટલા ફૂડ પૅકેટ જોઈએ છે એ કહેવાનું તમને એક શબ્દ પણ આગળ પૂછવામાં નથી આવતો પણ ફૂડ પૅકેટ મળી જાય છે. એટલા ખરાબ સમયમાં ઘરડાં લોકો જે બહાર ન નીકળી શકતા હોય, કોરન્ટાઇનમાં હોય, અશક્ત કે બીમાર હોય કે પછી રોજ નું રોજ કરીને ખાતા હોય પણ લોકડાઉન ના લીધે સમય ખરાબ ચાલતો હોય એ તમામને અહીં લંગરની વ્યવસ્થા છે.
હરિસિંહ સુચરીયા, ભગતસિંઘ સુચરીયા, શામશેરસિંઘ સુચરીયા, નિર્મલકૌર સુચરીયા અને એમનો આખો પરિવાર આ ભગીરથ કાર્યમાં લાગેલો છે. આ ઉપરાંત રાકેશભાઈ પોપટ, ડેનિશ આડેસરા અને એવા અનેક સેવાભાવીઓ ના સહયોગ થી ચાલતા આ લંગરની વ્યવસ્થા ખરેખર જોવા જેવી છે. કોઈ પણ આફત કે વિપદા આવી પડે, દેશ હોય કે પરદેશ શીખ કોમ્યુનિટી સદૈવ મદદ માટે આગળ હોય છે. ભૂખ જેવું દુનિયામાં બીજું દુઃખ નથી અને પેટ જેવી વેઠ કરાવે એ વેઠનાર ને જ ખબર હોય.
ઓસ્ટ્રેલિયા જેવા સદ્ધર દેશોમાં પણ અંતરરાસ્ટ્રરીય સ્ટુડેન્ટ્સની હાલત કફોડી છે. ત્યાં પણ શીખ સમાજ એમને ઘેર જઈને જમવાનું પહોંચાડે છે.
US , યુરોપ જેવા દેશોમાં પણ દિવસ રાત જોયા વિના પોતાની નોકરી કરીને સીધા જ આ સેવા યજ્ઞમાં જોડાઈ જનાર સમાજને ચરણોમાં રાજકોટનાં દંડવત!!!
જો તમારા ધ્યાનમાં કોઈ હોય જેને ફૂડ પેકેટ્સની જરૂરત હોય તો જરૂરથી વિના સંકોચે . ..
ગુરુદ્વારા દુઃખ નિવારણ સાહિબ
9825050713
હરીસિંઘ સૂચરીઆ
9825075518
શમશેરસિંઘ સુચરીઆ
9825076198 નંબર પર સંપર્ક કરવો.
अव्वल अल्लाह नूर उपाया कुदरत के सब बन्दे,
एक नूर से सब जग उपजेया, कोण भले को मन्दे!!!!
Recent Comments