#410 Corona Warriors and their Drone

By Faces of Rajkot, May 7, 2020

આ વાઈરસ સામે લડતા લડતા અનેક મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થયા હોય એવા સમાચાર આપણે જોઈએ જ છીએ ઉપરાંત રાજકોટ પાલિકાવાળા દવાનો છંટકાવ, સફાઈ માટે કામદારો પણ રોકે છે જો એને ચેપ લાગી જાય તો સફાઈ કોણ કરે? રાજકોટ એક ગંધાતા ઉકરડા સમાન બની જાય અને ગટરો ને શેરીઓ રોગ અને કચરાથી ઉભરાવા માંડે.

એવો જ વિચાર મને અને મારા મિત્રોને આવ્યો હું દક્ષલ ગજ્જર મારા મિત્રો મીરા અયન અને મૌલિક દોશી, અમારા દર્શન કોલેજનાં પ્રોફેસર મુકેશ વેકરિયા શરૂઆતી માર્ગદર્શને આગળ વધારીને અમારી જાતે એક ડ્રોન તૈયાર કર્યું છે જે એક કિલોમીટર સુધી ડિસઇન્ફેક્ટન્ટનો છંટકાવ કરી શકે છે. અત્યારે આ ડ્રોન એક વાર ચાર્જ થતા અડધી કલાક સુધી ફરીને બે કિલો જેટલું વજન ઊંચકી શકે છે.

રાજકોટ નગર પાલિકા માટે આશીર્વાદ સમાન આ ડ્રોનમાં ડિસઇન્ફેક્ટન્ટ ભરીને દરરોજ દવાનો છંટકાવ થાય છે. આ તો શરૂઆતી શોધ છે અને હજુ એમાં પણ સુધારા વધારા ચાલુ જ છે, આગળ જતા એમાં મોટું એન્જિન અને વધુ પાવર વાળી બેટરી લગાવીને પાંચ કિલો જેટલું વજન લઈને એક કલાક સુધી ચાલે એટલી કેપેસીટી વધારી શકાય. આ તો શરૂઆતી સહાય છે જો રાજકોટનું પ્રોત્સાહન મળતું રહે તો આગળ પણ લોકોને ઉપયોગી થઇ શકે એવી ક્રાંતિકારી શોધ કરવાની ઈચ્છા છે. આ કર્ફ્યુ, લોકડાઉન અને થોડી અમથી રાહત વચ્ચે પણ ધબકી જાય એ રાજકોટ છે.

આમ તો છું એક પરપોટો સમય નાં હાથમાં,
તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં.
– રમેશ પારેખ