#416 Ram Mandir made of Gold, for Ayodhya

By Faces of Rajkot, August 9, 2020

રામમંદિરનો મુદ્દો તો આજે વર્ષોથી ગવાય છે અને હજી પણ એમાં કંઈક ને કંઈક નવું ઉમેરાતું જ રહે છે. એમાં રાજકોટનો ફાળો શું?

આપણે સૌ જાણીએ છે કે રાજકોટથી સોના-ચાંદીની ઈંટો રામમંદિર માટે અયોધ્યા મોકલાયેલી, ક્યારેક તો રાજકોટના આ વૈભવ પર ગર્વ થાય છે. અને આમ પણ રાજકોટનું ઝવેરી બજાર તો ફેમસ છે જ, દેશ વિદેશમાં રાજકોટના ઘરેણાઓ અને એની અદ્ભુત ડિઝાઈનો વખણાય છે.

પણ સૌથી અલગ, વિશ્વનું માત્ર અઢી તોલામાંથી બનેલું રામમંદિરનું મોડેલ રાજકોટમાં તૈયાર થયું. શ્રીકાંત નામના કારીગરે કરેલી ઓટોકેડની અદ્ભૂત ડિઝાઈનની મદદથી માત્ર 25 ગ્રામ સોનાથી તૈયાર થયેલું રામમંદિર આજે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. રામ મંદિર ધાર્મિક મટીને એક રાજકીય મુદ્દો બનીને રહી ગયેલું આ બધું જ બાજુ પર મૂકીને રાજકોટ આ અનેરી સિદ્ધિનો લહાવો માણી રહ્યું છે.

દ્વારિકાને સોનાની નગરી કહેવાય છે, જે સોને મઢેલી હતી પણ આપણને ન તો જોવા મળી કે ન તો પુરાવા મળ્યા, પરંતુ સોને મઢેલી અયોધ્યાને શણગારવાનો અને જોવાનો શ્રેય રાજકોટના શિરે લખાયેલો છે. સોનાનું છે એટલે ગર્વ નથી પરંતુ કંઈક અલગ અને ક્યારેય ન થયેલા કામનો ગર્વ છે, અને અભિમાન રાજકોટમાં બન્યું એનું છે. કરેલા કર્મોનું અભિમાન રાખો પૈસાનું નહિ, કેરી ફળોનો રાજા કહેવાય છે તો પણ કિલોના ભાવે જાય છે અને શ્રીફળ નંગ લેખે વેંચાય છે.

તો આવો, બધું જ બાજુએ મૂકીને આ સિદ્ધિ ને સહર્ષ વધાવીયે…