#423 Chinmai Hemani and her GIFT A PLANT mission
By Faces of Rajkot, November 5, 2020
એક વ્યક્તિ દિવસમાં 3 ઑક્સીજન સિલિન્ડર ભરાઈ જાય એટલું ઑક્સીજન શ્વાસમાં લે છે અને એક ઓક્સીજનનું સિલિન્ડર ઓછામાં ઓછું 700 રૂપિયાનું પડે તો તમારા ઘરનો વાર્ષિક હિસાબ જાતે જ કરી લો. મારા મિત્રો, સાથે કામ કરતા કર્મચારીઓ, સગા -સંબંધીઓ કે તમારા પોતાના સંતાનો રાજકોટની પ્રદુષિત હવાને ફેફસામાં અને નસો માં ભરીને ઘેર આવે છે ત્યારે એમને શુદ્ધ ઓક્સીજન પૂરો પાડવાનો ઉત્તમ વિકલ્પ શું હોય શકે? દિવાળીની મૌસમ આવતાં જ માર્કેટમાં શુભેચ્છાકાર્ડ, ગિફ્ટ્સની ધૂમ ખરીદી શરુ થઇ જશે. સાથે સાથે શરુ થશે એકની ગિફ્ટ બીજાને પધરાવી દેવાની ચાલાકી-હોશિયારી. ક્યારે એવું બને કે ગિફ્ટ આપવા અને લેવાનો સાચો આનંદ થાય? એક ઉજ્જડ સીમમાં જાણે વરસાદની હેલી ચડી આવે અને પરમ સંતોષ લીધાનો અનુભવ થાય! આ સોનપાપડી ના પેકેટ્સ, પ્લાસ્ટિકમાં વીંટેલી ગીફ્ટો, પ્લાસ્ટિકના રમકડાં કે પછી જેને ઓગળતા વર્ષો વીતી જાય એવી વસ્તુઓ જે માત્ર અને માત્ર એક દિવસનો સંતોષ આપે છે જેનાથી ન તો લેનાર કે આપનારને કોઈ પણ જાતનો સુખદ અનુભવ મળે ઉપરથી એવું થાય કે આવી ગિફ્ટ શું કામ આપી હવે સાચવવી પડશે!
હું ચિન્મયી હેમાણી, ઇકો લેબ જે પર્યાવરણ અને ઇન્નોવેટર્સ જે માટી સાથે જોડાયેલા લોકો છે, આપણા ખેડૂતો કે જૂની રૂઢિના લોકો જેને પ્લાસ્ટિક કે એવી પરાયવર્ણને નુકશાન કરતી વસ્તુઓ સાથે જંગ લીધી છે એમની સાથે જોડાઈ ને કામ કરું છું. ક્યારેય વિચાર્યું છે કે ખપાટની ખપારી ને હાથ જેવડા હાથા લઈને ગમે તેવા ટાઢ-તડકા વેઠીને, સવારનો રોટલો બપોરે અને બપોરનો રોટલો રાતે ખાઈ ને પરસેવો નીચોવીને આ ખેડૂતો શું કામ ખેતરે જતા હશે? એના મગજમાં તો દુનિયા જીતી લેવાની ચાહ હોય છે બધાને ભરૂપર અન્ન મળી રહે, વાતાવરણ શુદ્ધ રહે એવી જ કામનાઓ રહેલી હોય છે.
એવા જ એક ઇન્નોવેટરની મદદ થી તૈયાર થયા છે ખાતરના બનાવેલા કુંડા, જેમાં તમને કોઈ પણ જાતના રસાયણ કે કેમિકલ વિનાના પ્લાન્ટ્સ સહીત આખી કીટ મળી રહે છે. તમારે કોઈ જ મહેનત નથી કરવી પડતી પાણી પીવડાવો અને માણો પ્રકૃતિની મજા. કોર્પોરટસ ગિફ્ટ્સ માટે આ એક ખુબ જ સરસ વિકલ્પ અને પર્યાવરણ માટે એક સારી બાબત છે. અલગ અલગ જાતના ફૂલ, છોડ અને વૃક્ષ સહિતના આ પોટ્સ તમારા ઘરની હવા ફિલ્ટર કરે છે અને ૨૪ કલાક ઑક્સિજન આપે છે.. આ બધા જ પ્લાન્ટ્સ NASA એ પણ માન્ય કરેલા છે.
એપાર્ટમેન્ટ્સમાં રહેતા લોકો કહે છે કે ઘરમાં ગાર્ડનિંગ માટે ન તો સમય છે ન તો જગ્યા તો એમના માટે આ એક ખબુજ સુંદર અને સરળ વિકલ્પ છે. તમે બાલ્કની , કિચનની બારી પાસે કે બેડરૂમમાં આ પ્લાન્ટ્સ લગાવી શકો છો, તુલસી, અજમો, ફુદીનો જેવા પ્લાન્ટ્સ ઘરમાં સરળતાથી ઉગે છે અને સાથે મચ્છર-માખી પણ દૂર રાખે છે, આ પ્લાન્ટ્સનો ઉપયોગ રોજબરોજના વપરાશમાં પણ થાય છે અને 24 કલાક શુદ્ધ હવા આપે છે. બેડરૂમમાં પોઝિટિવ આબોહવા, તમારા બાળકોની મીઠી ઊંઘ માટે એક પ્લાન્ટ એમના બેડ નજીક જરૂર હોવો જોઈએ પરંતુ આ એને પ્લાસ્ટિક ના કુંડા કે પછી કોથળીઓમાં ખરીદવાને બદલે આ ઇકો ફ્રેન્ડલી પોટ્સ એક અલગ જ સંતોષની અનુભૂતિ આપશે. 8-10 કલાકની નોકરી કરીને આખા શહેરનું પ્રદુષણ શ્વાસમાં સીંચીને ઘેર આવીયે ત્યારે આ શુદ્ધ હવા તમારા ફેફ્સાઓ પર મલમનું કામ કરે છે. તમારા માટે કામ કરતા કર્મચારીઓને કે પછી તમારા સગા – સંબંધીને શુદ્ધ હવા ભેંટમાં આપો કે જેનાથી એમનું આવતું વર્ષ સારું અને સ્વસ્થ રહે. કોઈ શુભેચ્છા કાર્ડની જગ્યાએ શુભેચ્છા પ્લાન્ટ્સ આપીયે કે જેનાથી તમારી સારી લાગણી વ્યક્ત થઇ શકે. પ્રેમિકાનું નામ વૃક્ષ પર કોતરવાને બદલે એના નામે કોઈ વૃક્ષ કરીએ.
આ પ્રોજેક્ટ્સથી થતી નફાની રકમ પણ આવા જ ઇનોવેટર્સ કે જે પરાયવર્ણમાટે કામ કરે છે અને આવી અદ્ભુત વસ્તુઓ બનાવે છે એમને જાય છે.
સવારનું સૌથી પહેલું કામ આપણે પ્લાસ્ટિકના ટૂથબ્રશને રગડી-રગડીને કેટલું કેમિકલ પેટમાં ઠાલવીયે છીએ જેને સંપૂર્ણપણે નષ્ટ થતા 10-15 વર્ષ લાગે છે અને બ્રશ નું પ્લાસ્ટિક ક્યાં અને ક્યાં પહોંચે છે. વિચારો આવા કેટલા ટુથબ્રશ આપણે રોજ ફેંકી દેતા હશું? અને આ જ ટુથબ્રશ પ્રાણીઓ નાં પેટમાંથી ક્યારેક નીકળે તો અરેરાટી નીકળી જાય છે. આનો પણ વિકલ્પ આવા જ ઇનોવેટર્સ એ બામ્બુ બ્રશ બનાવીને કર્યો છે, ન તો પ્લાસ્ટિક તમારા મોં માં જશે ન તો કચરામાં, અને બામ્બુના ફાયદા અલગથી.
તો એવો આ દિવાળી ફટાકડા ઉપર જ ન ફોક્સ કરતા પર્યાવરણને બચાવતા બીજા વિકલ્પો ઉપર પણ ધ્યાન આપીયે, આપણાથી બનતું કરી છૂટીએ.
Please check the reply on https://facebook.com/facesofrajkot to see more details and contact number of Chinmai Hemani
નોતરું આપી ગયા વંટોળને;
કોડીયાં ફાનસ થવાની જીદમાં.
લોહ મુઠ્ઠીમાં ‘અગન’ ભરતા ગયા;
આપણે પારસ થવાની જીદમાં !!
– ‘અગન’ રાજ્યગુરૂ
Related
Recent Comments