#434 Dr Brijesh Makadia and Covid19

By Faces of Rajkot, April 26, 2021

ડો બ્રિજેશ માકડિયા
નોબલ હોસ્પિટલ, રાજકોટ

 

શું આપણી પેઢી ફરીથી માસ્ક વિના સામાન્ય જીવનમાં પરત ફરી શકશે? જ્યાં કોઈ ઑક્સીજન, દવા, વેન્ટીલેટર કે પછી વૅક્સિનની કોઈ જ મગજમારી નહિ હોય? સ્વપ્ન જેવું લાગે છે અત્યારે તો. એક વર્ષ પેહલાની વાત કરીએ તો દરેક ને એમ હતું કે આપણને કશું નહિ થાય અને આજે જુઓ આપણે ક્યાં છીએ?

 

દરેક જણ જવાબની રાહ જોઈ રહ્યું છે. ડોકટરો, રાજકારણીઓ કે મહાન આધ્યાત્મિક કે ધાર્મિક ગુરુઓ પાસે પણ કોઈ જવાબ નથી. જવાબ આપણી પાસે જ છે. આપણા માંથી દરેક આનો પ્રતિકાર કરવા સક્ષમ છે અને સુરક્ષિત રહી શકે છે. મેડિસિનમાં, એવું કહેવામાં આવે છે કે “Prevention is the best cure.” જેનો મતલબ કે રોગ આવે એના કરતાં સતર્ક રહેવું ઉત્તમ છે. આપણે પ્રત્યેક વ્યક્તિએ યાદ રાખવું કે – હું મારા નાક અને મોમાં પ્રવેશ કરતા વાયરસ (કોવિડ 19) ને રોકવા માટે બધું કરીશ.

 

વાયરસના પ્રવેશ બિંદુને બહાર હવામાં ફેલાતા રોકવા આપણે શું કરવાનું છે?

 

જ્યારે પણ ઘરની ચાર દીવાલ બહાર નીકળોતો ખાલી આપણું મોઢું અને નાક માસ્ક થી ઢાંકવાનું રાખો અને ત્યાં સુધી ઢાંકી રાખો જ્યાં સુધી તમે પરત ઘર માં નથી ફરતા. પરંતુ યાદ રાખો પ્રોપર માસ્ક (એન 95 અથવા 3 પ્લાય સર્જિકલ માસ્ક) નો ઉપયોગ જ કરવો. મહેરબાની કરીને કોઈ પણ કોટન સામગ્રીનો ઉપયોગ માસ્ક તરીકે કરશો નહીં!

 

બીજો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું અથવા શારીરિક અંતર જાળવવું. તમે મળતા દરેક વ્યક્તિનો વિચાર કરો, જાણે કે તે કોરોના ધરાવે છે. હા તે હાસ્યાસ્પદ લાગે છે પરંતુ તે એક માત્ર રસ્તો છે જે આપણે સભાનપણે ૬ ફુટ નું ભૌતિક અંતર જાળવી શકીએ છીએ. આ તમારી નજીક આવતા સુક્ષ્મ ટીપા (વાયરસ વહન) ને અટકાવશે. કહેવાનો અર્થ, છેલ્લે આ બધું આપણા હાથમાં છે! આપણે ખાતરી કરવી પડશે કે વાયરસ આપણા હાથમાં ન પહોંચે. અને જો તે થાય છે, જે હંમેશાં થાય છે, તો પછી આપણે વાયરસને આપણા હાથમાં જ મારી નાખવો પડશે અને તેને આપણા ચહેરા સુધી પહોંચવાની મંજૂરી આપવી નહીં. નિયમિતપણે સેનિટાઇઝરનો ઉપયોગ કરીને અને હાથ ધોવા માટે પ્રોપર હેન્ડ હાઇજીન જાળવવાં માં આવે તો આ જરાય અઘરું નથી.

 

અને સૌથી મહત્વપૂર્ણ, રસીકરણ!

 

રસીકરણની આડઅસરો અને બીજી અફ્વાઓમાં ન પડીને સૌથી પહેલા આ કામ કરીયે. એનાથી પણ આપણે 100% સુરક્ષિત નથી બની જતા પરંતુ આપણા શરીરમાં એન્ટિબોડીઝ પેદા કરવામાં મદદ મળે છે એમ કહી શકાય કે 70-80% સુરક્ષા મળી શકે છે. તેમ છતાં પણ તમારા ઘરના સભ્યોને, મિત્રોને રસીકરણનો આગ્રહ અચૂક કરવો. જો એટલું કરીશું તો જરૂર થી આપણે એક દિવસ એક બીજાને ફરીથી મળી શકીશું કોઈ પણ ભય કે માસ્ક વિના. તમે સ્વસ્થ થઇ જાઓ ત્યારે અત્યારની પરિસ્થિતિને યાદ કરજો કે ઑક્સીજન જે કુદરતે આપણને મફત અને ભરપૂર આપ્યો છે એના માટે કેટલી જંગ કરવી પડેલી, લોકોને તરફડતા ને ભીખ માંગતા વિડિઓ, સમાચાર , ફોટોસ બહુ જ જોયા હશે તો સ્વસ્થ થયા બાદ, તમારા ખુદ માટે એક વૃક્ષ તો જરૂર વાવવું.

 

મારા ૧૫ વર્ષના તબિબી ક્ષેત્રમાં મેં આટલો ખરાબ સમય કે રોગચાળો ક્યારેય જોયો નથી. આનાથી દરેક પરિવાર જ નહીં પરંતુ આપણા દેશ પર પણ આરોગ્યનો બોજો પડ્યો છે. કોઈ એ તેના પિતાને ગુમાવ્યા છે, કોઈ એ માતા ગુમાવી છે, અથવા કોઈએ કુટુંબમાં યુવાન રોટલા નો કમાનાર ગુમાવ્યોછે. દિવસે ને દિવસે કેસ વધતા જાય છે અને વસ્તુઓ ખરાબ દેખાય છે જ્યારે તમે આ વાંચો છો, ત્યાં ઘણા દર્દીઓ હોસ્પિટલમાં પલંગની શોધ કરી રહ્યા છે, કેટલાક આવશ્યક ઈન્જેક્શનની શોધ કરી રહ્યા છે અને સૌથી ખરાબમાં ખરાબ કેટલાક સ્મશાન પર તેમનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુઘણા નસીબદાર લોકો મૃત્યુ તરફ લડતા તેમના ઘરે પાછા ફર્યા છે. દરેક ડોક્ટર, દરેક નર્સિંગ સ્ટાફ અને આરોગ્યસંભાળ કાર્યકરો શક્ય તેટલા જીવન બચાવવા માટે 100% આપી રહ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દેશભરના દરેક આરોગ્ય સંભાળ કાર્યકરોને આ જીવલેણ વાયરસથી દિવસ- રાત લડવા માટે શક્તિ આપે. મને ખાતરી છે કે આપણે આ રોગચાળા નું અસ્તિત્વ ખત્મ કરીશું.

 

જય હિન્દ

 

એટલે ભજવી શકયો ના એકપણ કિરદારને,
છેતરી શકતો નથી હું એકાકારને.

તું મળે વર્ષો પછી તો એમ હું જોયા કરું,
જે રીતે જોયા કરે છે સાધુ આ સંસારને.
– માધવ આસ્તિક