#436 Dr Chetan Lalseta talks about corona and skin problems

By Faces of Rajkot, May 12, 2021

ભારત કોરોનના ત્રીજા પ્રકારના ખતરનાક વાઇરસનું ઘર બનવા જઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો એ ન ધાર્યું હોય એવા પ્રકારની અસરો શરીર પર જોવા મળી રહી છે. આવો જાણીયે કે રાજકોટના પ્રસિદ્ધ ચામડીના રોગ નિષ્ણાત ડૉ ચેતન લાલસેતાનું શું કેહવું છે?

 

હાલની પ્રવર્તમાન કોરોના ની સ્થિતિમાં જયારે નવા નવા લક્ષણો સામે કોરોના ના રંગ-રૂપમાં ફેરફાર આવી રહ્યા છે. ત્યારે આપણા માટે કોરોના ને કારણે થતી શરીર ના દરેક અંગો પરની અસર તે સમજાવી જરૂરી છે. કોરોના વાયરસ ને કારણે મુખ્યત્વે ફેફસા પર અસર થાય છે તે જગજાહેર છે પણ એ સિવાય ના અવયવો પર પણ અસર થાય જ છે.

 

ચામડી પરના લક્ષણો કોરોના સંક્રમણ દરમિયાન અથવા કોરોના મટી ગયા પછીના થોડા દિવસો માં મહદ અંશે જોવા મળે છે.

કોરોના રોગ દરમ્યાન ચામડી પર જોવા મળતા મુખ્ય લક્ષણો માં .
— આખા શરીર પર શીળસ (Urticaria) જેવા ચાઠાં નીકળવા.
— દિવસ/રાત્રી દરમિયાન ખુબજ ખંજવાળ આવવી.
— હાથની તથા પગની આંગળી નો રંગ ભૂરો થવો.
— નૂરબીબી (Roseoia) જેવા ઝીણા લાલ કલર ના ચાઠાં પુરા શરીર પર નીકળવા.
— હાથ પગ પર લોહી ના ચાંઠા થવા.

 

આ પ્રકારના લક્ષણો કોરોના ના ૫-૧૦% લોકોમાં શરૂઆતના તબક્કામાં જોવા મળે છે. મોટા ભાગના લક્ષણો સામાન્ય તકલીફો વાળા હોય છે અને સારવાર દ્વારા મટી જાય છે. લક્ષણો ની તીવ્રતા દર્દીની પોતાની રોગ પ્રતિકારક શક્તિ પર આધારિત હોય છે.

 

કોરોના માંથી સંપૂર્ણ સાજા થઇ ગયા બાદ ૧૦-૧૫% દર્દીઓમાં ૧૫-૨૦ દિવસ બાદ ચામડી ના રોગોની ફરિયાદ જોવા મળતી હોય છે.

આમાં મુખ્યત્વે નિમ્ન લક્ષણો જોવા મળે છે.
— અછબડા નીકળવા (Chicken Pox)
— હર્પીસ (Herpes) વાયરસ નો ચેપ લાગવો જેમાં Herpes Simplex / Herpes Zoster થવું
— માથા પર ના વાળ (Pelogen Effuvium) અચાનક થી ખરવા લાગવા.
— ચહેરા પરનો રંગ શ્યામવર્ણ થઇ જવો
— હાથ/પગની ચામડી શુષ્ક (Dry Skin) થઇ જવી.
— મોઢામાં ચાંદા પડવા.

 

આ પ્રકારના લક્ષણોની અસર એક થી ત્રણ મહિનાની અંદર જોવા મળતી હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં યોગ્ય સારવાર અને પૌષ્ટિક આહાર દ્વારા આ બધા રોગોનું નિવારણ કરી શકાય છે. જરૂર છે માત્ર આને ઓળખવાની અને સાચા સમયે એનું નિદાન અને ઉપચાર કરવાની.

ઘણી વાર લોકો સામાન્ય અથવાતો રૂટિન સમજીને અવગણી નાખે છે. આ સમજી શકાય છે કારણ કે આ બધું આપણા માટે નવું જ છે. હું એટલી સલાહ આપીશ કે થોડી છઠ્ઠી ઇન્દ્રિયને તકલીફ આપીને પણ આપણી સમસ્યાઓ ને સમજવી અને તાત્કાલિક એનો ઉપચાર કરવો. થઇ જશે, હા ઠીક, એવું તો થયા કરે આવા બધા શબ્દો પ્રયોગ ને લીધે જ આજે દુનિયામાં ટોપ પર પહોંચી ગયા છીએ. બધી જ વ્યવસ્થા, માણસો, સંસાધનો હોવા છતાં પણ અપૂરતા લાગે છે કારણ કે એડમિનિસ્ટ્રેશન નથી. સામાન્ય બુદ્ધિનો ઉપયોગ નથી થઇ રહ્યો. જયારે એટલું સમજી જઈશું આપણે પ્રગતિના પંથે હોઈશું.

ડૉ ચેતન લાલસેતા

શ્રદ્ધા હોસ્પિટલ ,
ગીરીરાજ હોસ્પિટલ ની બાજુમાં, 150 ફીટ રિંગ રોડ ,
રાજકોટ