#439 Rahul Yadav

By Faces of Rajkot, July 21, 2021

આફતને અવસરમાં પલ્ટી નાખે એ ગુજરાતી, આવા તો ઘણા ઉદાહરણો આપણે રાજકોટમાં પણ જોયા, કોઈ શિક્ષક શાક-ફ્રૂટ વેંચીને આગળ આવ્યા, કોઈએ ઘર બેઠા એડ્યુકેશન આપ્યું, કોઈએ વૃક્ષો વાવ્યા. ભાવનગરના જેસર ગામના વાતની રાહુલ યાદવને એના પિતાની સાથે ખેતીવાડી વિસ્તાર માં જતો અને ખેતમજૂરો ન મળતા પાક નજર સામે બગાડતો જોયો અને એમાંથી આ ઉમદા વિચાર આવ્યો.

 

રાહુલ યાદવ, રાજકોટની આત્મીય કોલેજમાંથી એન્જિનિરીંગના અભ્યાસ દરમિયાનના મિત્રો સાથે મળીને ફાર્મિગ રૉબોટ તૈયાર કર્યો. જેમાં અંકિત ચુડાસમા, સાક્ષી માલકાન અને કૃપાલી વાઘેલા એ સાથ આપ્યો. દરેક જણ પોતાની બુદ્ધિ અને ક્ષમતાનો ઉપયોગ કર્યો, દરેક વ્યક્તિએ દેશ વિદેશમાં આવા તૈયાર થયેલા રોબોટ્સના સ્ટેડીસ કર્યા, ઈન્ટરનેટ પરથી માહિતી એકથી કરી અને તૈયાર કર્યો ખેડૂત મિત્ર “ફાર્મિગ રૉબોટ “. આ રોબોટની મદદથી પાક વાવવા, ઉતારવા અને દવા પાણી ના છંટકાવ સહિતની સરળ સુવિધા બનાવી. આ માત્ર નાનું મોડેલ તૈયાર કર્યું અને એને તમે મોટી મશીનરીમાં કન્વર્ટ કરી શકો. આશરે 7-8 મહિના ના ટૂંકા ગાળામાં જ આ રૉબોટ તૈયાર થઇ ગયેલો અને ખર્ચ માત્ર 15 હજાર જેટલો થયેલો એ પણ કેમ કે એક સ્વતંત્ર મોડેલ બનેલું. જો ઔદ્યોગિક ઉત્પાદન થાય તો કિંમત એથી પણ વધારે સસ્તી થઇ શકે અને ગુણવત્તા પણ જળવાઈ રહે.

 

આ મોડેલને સેટેલાઇટ સાથે કનેક્ટ કરીને ખેડૂતો ઘેર બેઠા પાકને પાણી પાવું, પાક તૈયાર થયો હોય તો ઉતારવો, દવા છાંટવી જેવા કર્યો આસાની થી કરી શકે. ન તો જગતના તાતને તડકો કે ટાઢ વેઠવાની જવાબદારી કે ન તો મજૂરો શોધવા જવાની ચિંતા. રાહુલ અને એના મિત્રોએ આમાં હજુ બીજી સુવિધાઓ ઉમેરવાનો અને એની પેટન્ટ રજીસ્ટર કરાવવાના પ્રયત્નો ચાલુ રાખ્યા છે.

 

આ તો એક નાની અમથી શરૂઆત છે. જોકે રાજકોટનો ભૂતકાળ તો મશીનરી માટે પ્રખ્યાત રહ્યો જ છે પણ આવા વિરલાઓને લીધે ભવિષ્ય પણ સોનેરી બની રહે તો કાશી જ નવાઈ નહિ લાગે. ખેતીને લાગતું 50-70% કામ માત્ર મોબાઈલને ટેરવે થઇ શકશે.

 

ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહિ હોં !

એ કહે સુરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઉગે છે..

ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પાકી મંદિરમાં બે,

એકને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે…

–અનિલ ચાવડા