ક્યારેક જરૂરના હોવા છતાં કંઈક ખરીદી લઈએ એની પાછળનું પુણ્ય આપણે વિચારી પણ ના શકીએ એટલું ગહન હોય છે.
મારી આંખો ભૂખરા રંગની હોવાથી લોકો મને “ભૂરો” કહીને ચીડવે છે. મારા ઘરનાં પણ મને ભૂરો કહી ને જ બોલાવે છે.
મને કોઈ મારા નામથી બોલાવે એ બહુ ગમે, મારે નિશાળે જવું છે અને કંઈક એવું કરવું છે કે જેનાથી મારા જેવા બાળકોની તકલીફ લોકો સમજી શકે.
મારાં મમ્મી પપ્પા કારખાનામાં મજૂરીએ જાય છે અને હું સીઝનલ વસ્તુઓ રસ્તા ઉપર બેસીને વેંચુ છું. એમાંથી જે પૈસા મળે એની હું બુક્સ લઇ અને વાંચું છું એક દિવસ હું કોઈ લાઈબ્રેરીનો સભ્ય બનીશ અને ઘણી બધી બુક્સ વાંચીશ.
Recent Comments