આ એક એવો શિક્ષક છે જે રાજકોટના ઔદ્યોગીક- પછાત- અલ્પસંખ્યક જાતિ ના લોકો રેહતા હોય તેવા વિસ્તારમાં એટલે કે [ જંગલેશ્વર – પરસાણા સોસાયટી ] સરકારી શાળા ચલાવે છે. બાળકોને શોધી શોધી ને ભણાવે છે. ઘરે જઈને પેરેન્ટ્સને બાળકોને ભણાવવા મોકલવા માટે સમજાવે છે. શાળા માટે ખુબ કામ કર્યું છે, બિલ્ડીગ એટલું ચોખ્ખું હોય કે પ્રાઇવેટ સ્કૂલને પણ ઝાંખી પાડે.
વધુમાં વધુ સરકારી લાભો બાળકો સુધી પહોંચે તેનું ધ્યાન રાખે, સ્થાનિક લોકોને શાળાની પ્રવૃતિમાં બોલાવે, સેવાકીય સંસ્થાઓ ને બાળકોને ઉપયોગી પ્રવૃત્તિ માટે ભલામણ કરે. અને યસ ! પોતાની સેલેરીમાં થી ખર્ચા કરીને પણ બાળકોને ખુશ રાખે અને કોઈ પણ રીતે સ્કુલે આવતા રાખે…
સલામ દોસ્ત !
Writes Up by :.Gora N Trivedi
Recent Comments