#392 Kaushar Haji

September 1, 2019

મો. રફીનો અવાજ એવા અનવર હાજી ભાઈની સ્ટોરી આપણે સહુએ જાણી અને વખાણી અને કહે છે ને કે મોરનાં ઈંડા ચીતરવા ન પડે પણ હાજી ભાઈએ તો ગર્ભસંસ્કરથી જ શરૂઆત કરી દીધેલી. કૌશર હાજી, જયારે ગર્ભમાં હતી ત્યારે મમ્મી હાજીભાઇ જયારે રિયાઝ કરે ત્યારે જોડે બેસે. હું જન્મી પછી પપ્પા મને અલગ અલગ રાગ ગાઈને […]

#391 Anvar Haji

August 18, 2019

અનવર હાજી કટલેરીની દુકાનમાં નોકરીથી માંડીને સંગીત શિક્ષક બનવા સુધીની સફરમાં અથાગ મહેનત અને એ મહેનતના મીઠા ફળ બંને ભરપૂર મળ્યા. સવારે ૮ થી રાતે અગ્યાર વાગ્યા સુધી નોકરી કરતો અને સતત ૭ દિવસની નોકરી પછી અડધો દિવસ ફ્રી મળતો બાર વાગે જમીને સીધો બસમાં હું અમરેલી જઈને સંગીત શીખતો. ૧૯૭૦ નો દાયકો અને એસ.ટી. […]

#390 Kanchanben Kamdar

August 5, 2019

2019નું વર્ષ ચાલે છે અને જો એમ કહું કે લગ્ન પછી છોકરીને એના સાસરા પક્ષ આગળ ભણવા દે તો? કે નોકરી કરવા દે તો? પચાસ ટકાથી વધુ લોકો ના પાડી દેશે. પણ મને 1962ની સાલમાં લગ્ન થયા ત્યારે મારા સસરાપક્ષના લોકોએ આગળ ભણવા માટે સામે ચાલીને પ્રોત્સાહન આપેલું અને નોકરી કરવાની પણ છૂટ આપેલી. એ […]

#389 Umang Pabari & Cricket

July 21, 2019

રાજકોટની કઈ એવી શેરી હશે જેમાં ક્રિકેટની રમત ન રમાતી હોય? નાનપણથી મારામાં પણ ક્રિકેટનો કીડો મગજની અંદર સુધી ઘુસી ગયેલો. ક્રિકેટ રમવા કરતા પણ ક્રિકેટના આંકડાઓ અને વિશ્લેષણનું ગજબનું આકર્ષણ જે આજે મારા શૉખ અને આવકનું માધ્યમ પણ બન્યું છે. ઉમંગ પાબારી, એન્જીનીઅરિંગથી લઈને આજ સુધી કદાચ જ એવી કોઈ ક્રિકેટ મેચ રમાઈ હશે […]

#388 Hina Chavada, Wildlife Rescuer

July 14, 2019

ઝવેરચંદ મેઘાણીની અમરકૃતિ “ચારણકન્યા” જો વાંચી ન હોય તો જરૂર વાંચજો, શેર એક લોહી ચડી જશે અને જો વાંચી હશે તો નજર સમક્ષ બાળપણ રમતું થઇ જશે. સૌરાષ્ટ્રની માટી કૈક અનોખી જ છે જેથી ઝવેરચંદ મેઘાણી જેવા ધુરંધર શાયરોએ એના ગામડે-ગામડાં ખેડી નાખ્યા અને પાંચ-પાંચ સૌરાષ્ટ્ર્રની રસધારો આપી. આ વાત એટલે યાદ આવી કે રાજકોટની […]

#387 Niket Popat, Cyber lawyer

July 1, 2019

નોટબંધી બાદ ઘણું બધું બદલાઈ ગયું, પેમેન્ટ ઓનલાઇન થવા મંડ્યા, સ્માર્ટ કાર્ડ અને સ્માર્ટ મનીનો ઉપયોગ વધી ગયો. પરંતુ સિક્કાની બંને બાજુ જોઈએ તો ટેક્નોલોજીની સાથે સાથે ધૂતારા અને ઠગ પણ હાઈટેક થવા મંડ્યા છે. ઓનલાઇન છેતરપિંડી, બ્લેકમેલ જેવા બનાવો વધી ગયા છે. આજકાલ છોકરીઓને ઓનલાઇન પોતાના ફોટોસ શેર કરવા હોય તો વિચારવું પડે છે. […]

#386 Mukesh Doshi & Dikra nu Ghar

June 24, 2019

આમ તો હવે વટવૃક્ષ માત્ર વાર્તાઓમાં જ રહી ગયા છે પણ જો કોઈ વિશાળ વટવૃક્ષ નજરે ચડે ત્યારે એક વાર તો મનમાં અહોહો નો ઉદ્દગાર નીકળી જ જાય. પણ, ક્યારેય આ વટવૃક્ષનાં બીજ વિષે વિચાર્યું છે? એક નાનું અમથું બીજ કોઈએ ક્યારેક વાવ્યું હશે જે આજે મહાકાય સ્વરૂપે તમારી સમક્ષ ઉભું છે. રાજકોટમાં આજે બ્લડબેંક, […]

#385 Himanshu Popat, Gujarati Rapper

June 17, 2019

ગોંડલથી રાજકોટ જતા રસ્તામાં જ સોન્ગ લખી નાખ્યું અને કેવી રીતે શૂટિંગ કરવું એ પણ નક્કી કરી લીધું. માત્ર એક જ અઠવાડિયામાં સોન્ગ પૂરું કરી લીધું અને આજે યૂટ્યૂબ પર મારુ રૅપ સોન્ગ “ગીદી ગીદી થાય” ધૂમ મચાવે છે. મારુ નામ હિમાંશુ પોપટ, વ્યવસાયે એ.સી. મેકૅનિક, જિંદગીમાં ક્યારેય કોઈ કવિતા પણ નથી ગાઇ કે નથી […]

#384 Dr Ritesh Bhatt and School no. 89

May 27, 2019

રાજકોટનાં હોઈએ પરંતુ રાજકોટમાં ન હોઈએ તો પણ રાજકોટ માટે કાંઈ થઇ શકે ખરું? આ વિચાર મારા દિમાગમાં ઘણાં સમયથી ઘુમરાતો રહ્યો. મારું નામ ડૉ. રિતેશ ભટ્ટ, ડેન્માર્કમાં રહું છું પણ રાજકોટને હૃદયમા ધડકતું હંમેશા રાખ્યું છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી. નરેન્દ્રસિંહ ઠાકુરની સમક્ષ વાત રજુ કરી અને પ્રાથમિક શાળા નંબર 89 […]

#383 Ajaysinh Chudasama

May 20, 2019

સ્ટેચ્યૂ ઓફ યુનિટી તો હમણાં બન્યું પણ મારુ સપનું છે કે “સોસાયટી ઓફ યુનિટી” બનાવું. મારી કોલોનીમાં 1થી 40 શેરીઓ છે અને દરેક શેરીમાં એક યુવાનને કામ સોંપ્યું છે કે એ બધા જ પરિવારની બધી જ ડીટેલ રાખે. ઉંમર થી લઈને એજ્યુકેશન સુધી બધું જ મારી પાસે મોજુદ છે. એમાંથી કોઈને કાંઈ પણ તકલીફ પડે […]

#382 Jumabhai Rickshaw wala

May 6, 2019

મસાણની રાખને ચાળીને જોઈ લે જો, જો તમને એમાં ક્યાંય બ્રાન્ડેડ કપડાં, અભિમાન, મોભો, ઘમંડ કે ધન-દૌલત જોવા મળે તો. બધું અહીં જ રહી જવાનું તમારા વિના તો પછી જિંદગીમાં આટલી ધમપછાળ શેની છે? જુમાભાઈ, ઉમર 70 વર્ષ, હું ત્યારથી રીક્ષા ચાલવું છું જ્યારે પેટ્રોલનો ભાવ ૧ રૂપિયે લિટર હતો. રાજકોટ, ગુજરાત અને દેશ ની […]

#381 Ssandeep Teraiya & The Home Town

April 29, 2019

વિદેશમાં જઈને ડોલર કમાવાની ઘેલછા લગભગ દરેકના મનમાં ક્યારેક તો થતી જ હોય છે. અહીંથી પશ્ચિમી દેશો ચમકતા દમકતાં દેખાય અને ખૂબ લલચાવે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. ખુદ આપણા જ આપણ ને છેતરી જાય ત્યાં વિદેશીઓનું શું મનમાં લેવું? સંદીપ તેરૈયા, મારી વાત સાંભળીને વિદેશ જતા પહેલા એક વાર વિચારજો. જરૂરી નથી […]

#380 Amit Bagthalia

April 15, 2019

મલ્ટીનૅશનલ કંપનીઓ સામે ટક્કર ઝીલવી એ નાનીસૂની વાત નથી, મુંબઈની પ્રખ્યાત કોલેજોમાંથી ડિગ્રીઓ હાસિલ કરેલી, મીઠીબાઈ, નરસિંહ મોનજી અને વેલિંગકર કોલેજો નો દબદબો હતો. ત્રણેયમાંથી ડિગ્રી કરીને નીકળ્યો ત્યારે મનમાં એક જ વિચાર હતો કે કોઈ મલ્ટીનેશનલ કંપનીના માળખામાં ગોઠવાય જવા કરતાં કોઈ દેશી કંપનીને ખભા પર ઊંચકીને ઉપર લઇ આવવી. અમિત બગથળીઆ, 1998માં 69 […]

#379 Manilal Khatri & his philanthrophy

April 7, 2019

પાટણની કોલેજમાંથી એન્જીનીયરીંગ કર્યા બાદ રાજકોટમાં બી.એસ.એન.એલ.માં સૌથી નીચલી જગ્યાની નોકરી મળી. ઘરની હાલત જોઈને સ્વીકારી લીધી. માત્ર બે જોડી કપડાં સાથે રાજકોટ આવી ગયો. પૂરી ઈમાનદારીથી નોકરી કરી. પહેલી તારીખ ક્યારે આવે એની જ રાહ જોવાતી. પચાસ વારના નાનકડાં ઘરમાં પૈસા ઓછા હતા, ઘર નાનું હતું, સગવડો નહોતી પણ સુખની ભરમાર હતી. મણિલાલ ખત્રી, […]

#378 RJ Ravi Rajyaguru

March 24, 2019

જયારે બાઈક પર બેસીને રોજ નવા કપડાં પહેરીને કોંલેજમાં લટારો મારવાની ઉમર હોય ત્યારે એજ ઉંમરે મેં વી.વી.પી. કોલેજ ની લાઈબ્રેરીમાં બેસીને બે પુસ્તકો લખી નાખ્યા હતા. પણ પુસ્તકોનું કરવું શું એ ખ્યાલ ન આવ્યો. પબ્લિશ કરવા માટે હજારો રૂપિયા જોઈએ એટલે મેં એને સંકેલીને સૌથી નીચે કબાટમાં ધકેલી દીધી કે આ તો સમયની બરબાદી […]

#377 Mantra Harkhani

March 10, 2019

નામ મંત્ર પણ કામ મંત્રમુગ્ધ કરી દે તેવું. મનોદિવ્યાંગ હોવા છતાં આજે નોર્મલ બાળકોને પણ પાછળ મૂકીને રાજકોટનું નામ દેશભરમાં રોશન કર્યું છે. જયારે મંત્રને સ્કૂલે બેસાડવાનું થયું ત્યારે કોઈ પણ સ્કૂલ એને એડમિશન આપવા તૈયાર નહોતી, નોર્મલ બાળકોની સ્કૂલમાં એના ધીમા માનસિક વિકાસ સાથે બહુ જ મુશ્કેલીઓ થતી. એટલે મેં ખુદ આવા સ્પેશિયલ બાળકો […]