#396 Freedom fighter Manubhai Vithalani

October 28, 2019

મનુભાઇ જગજીવનદાસ વિઠલાણી મેં એક વખત એક સ્કૂલની મુલાકાત વખતે એક બાળકને પૂછ્યું કે ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી વચ્ચે શું તફાવત? અને કલ્પના બહારના જવાબો મળ્યા. પગ નીચેથી જમીન ખસી ગઈ. પણ, ધીરે ધીરે આંખ આડા કાન કર્યા અને હવે આદત પડી ગઈ. માત્ર ૧૮ વર્ષની ઉમર અને ઘરમાં લક્ષ્મીની રેલમછેલ, પાણિયારે […]

#395 Bhavesh Jotangia & honey

September 30, 2019

ભાવેશ જોતાંગીયા આજથી પાંચ વર્ષ પહેલા હું દુબઇ ફૂડ ફેસ્ટિવલમાં ગયો અને ત્યાં મેં મધની અવનવી વેરાયટીઓ જોઈ. તમને કદાચ કલ્પના પણ નહિ હોય કે અલગ અલગ ફાર્મમાંથી અલગ પ્રકારનું મધ નીકળે છે અને તેના ગુણધર્મ પણ અલગ હોય છે. જેમ કે ગુજરાતમાં અજમો, વરિયાળી અને ધાણાના ખેતરમાંથી નીકળે છે. અમરકંટક અને હરિયાણામાંથી જાંબુનું મધ, […]

Wishes for Saurabh Gadhvi

September 21, 2019

સૌરભ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ આગળ વધો અને તમારી સાથે રાજકોટનું નામ પણ રોશન કરો. Faces of Rajkot proud of you, Saurabh Gadhavi , SD GadhaviSD Gadhavi સૌરભ વિશે વધુ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. https://facesofrajkot.in/1490-2/ https://www.facebook.com/FacesOfRajkot/photos/a.472645459564581/857493594413097/?type=3&theater

#393 Vijay Donga & 1200km cycling

September 16, 2019

આપણે બધાએ નાના હોઈએ ત્યારે સાઇકલ ચલાવી જ હશે અને એના સંસ્મરણો કદી ન ભુલાય. મોટા થઈએ એટલે સાઇકલ દૂર થઇ જાય પણ, આ “સાઈકલની દુનિયા”થી આપણે કદાચ અજાણ છીએ. રાજકોટમાં વિદેશને ટક્કર મારે એટલી સુંદરતા પથરાયેલી છે પરંતુ આપણને કાર કે બાઇકમાં ભાગ્યેજ આજુબાજુ જોવાનો સમય રહે છે. પણ, મેં જામનગરથી માંડીને ઉદયપુર સુધી […]

Face of India, K. Sivan

September 7, 2019

A Face Of ISRO, K.SIvan What defines you is 3,84,397.9 km; not the 2.1 km! We are with you, sir. He is the son of a farmer. He didn’t choose #NASA He is working for #ISRO. Every #indian is proud of him and the entire ISRO Team because sky is not the limit for them […]

#392 Kaushar Haji

September 1, 2019

મો. રફીનો અવાજ એવા અનવર હાજી ભાઈની સ્ટોરી આપણે સહુએ જાણી અને વખાણી અને કહે છે ને કે મોરનાં ઈંડા ચીતરવા ન પડે પણ હાજી ભાઈએ તો ગર્ભસંસ્કરથી જ શરૂઆત કરી દીધેલી. કૌશર હાજી, જયારે ગર્ભમાં હતી ત્યારે મમ્મી હાજીભાઇ જયારે રિયાઝ કરે ત્યારે જોડે બેસે. હું જન્મી પછી પપ્પા મને અલગ અલગ રાગ ગાઈને […]

#391 Anvar Haji

August 18, 2019

અનવર હાજી કટલેરીની દુકાનમાં નોકરીથી માંડીને સંગીત શિક્ષક બનવા સુધીની સફરમાં અથાગ મહેનત અને એ મહેનતના મીઠા ફળ બંને ભરપૂર મળ્યા. સવારે ૮ થી રાતે અગ્યાર વાગ્યા સુધી નોકરી કરતો અને સતત ૭ દિવસની નોકરી પછી અડધો દિવસ ફ્રી મળતો બાર વાગે જમીને સીધો બસમાં હું અમરેલી જઈને સંગીત શીખતો. ૧૯૭૦ નો દાયકો અને એસ.ટી. […]

#390 Kanchanben Kamdar

August 5, 2019

2019નું વર્ષ ચાલે છે અને જો એમ કહું કે લગ્ન પછી છોકરીને એના સાસરા પક્ષ આગળ ભણવા દે તો? કે નોકરી કરવા દે તો? પચાસ ટકાથી વધુ લોકો ના પાડી દેશે. પણ મને 1962ની સાલમાં લગ્ન થયા ત્યારે મારા સસરાપક્ષના લોકોએ આગળ ભણવા માટે સામે ચાલીને પ્રોત્સાહન આપેલું અને નોકરી કરવાની પણ છૂટ આપેલી. એ […]

#389 Umang Pabari & Cricket

July 21, 2019

રાજકોટની કઈ એવી શેરી હશે જેમાં ક્રિકેટની રમત ન રમાતી હોય? નાનપણથી મારામાં પણ ક્રિકેટનો કીડો મગજની અંદર સુધી ઘુસી ગયેલો. ક્રિકેટ રમવા કરતા પણ ક્રિકેટના આંકડાઓ અને વિશ્લેષણનું ગજબનું આકર્ષણ જે આજે મારા શૉખ અને આવકનું માધ્યમ પણ બન્યું છે. ઉમંગ પાબારી, એન્જીનીઅરિંગથી લઈને આજ સુધી કદાચ જ એવી કોઈ ક્રિકેટ મેચ રમાઈ હશે […]

#388 Hina Chavada, Wildlife Rescuer

July 14, 2019

ઝવેરચંદ મેઘાણીની અમરકૃતિ “ચારણકન્યા” જો વાંચી ન હોય તો જરૂર વાંચજો, શેર એક લોહી ચડી જશે અને જો વાંચી હશે તો નજર સમક્ષ બાળપણ રમતું થઇ જશે. સૌરાષ્ટ્રની માટી કૈક અનોખી જ છે જેથી ઝવેરચંદ મેઘાણી જેવા ધુરંધર શાયરોએ એના ગામડે-ગામડાં ખેડી નાખ્યા અને પાંચ-પાંચ સૌરાષ્ટ્ર્રની રસધારો આપી. આ વાત એટલે યાદ આવી કે રાજકોટની […]

#387 Niket Popat, Cyber lawyer

July 1, 2019

નોટબંધી બાદ ઘણું બધું બદલાઈ ગયું, પેમેન્ટ ઓનલાઇન થવા મંડ્યા, સ્માર્ટ કાર્ડ અને સ્માર્ટ મનીનો ઉપયોગ વધી ગયો. પરંતુ સિક્કાની બંને બાજુ જોઈએ તો ટેક્નોલોજીની સાથે સાથે ધૂતારા અને ઠગ પણ હાઈટેક થવા મંડ્યા છે. ઓનલાઇન છેતરપિંડી, બ્લેકમેલ જેવા બનાવો વધી ગયા છે. આજકાલ છોકરીઓને ઓનલાઇન પોતાના ફોટોસ શેર કરવા હોય તો વિચારવું પડે છે. […]

#386 Mukesh Doshi & Dikra nu Ghar

June 24, 2019

આમ તો હવે વટવૃક્ષ માત્ર વાર્તાઓમાં જ રહી ગયા છે પણ જો કોઈ વિશાળ વટવૃક્ષ નજરે ચડે ત્યારે એક વાર તો મનમાં અહોહો નો ઉદ્દગાર નીકળી જ જાય. પણ, ક્યારેય આ વટવૃક્ષનાં બીજ વિષે વિચાર્યું છે? એક નાનું અમથું બીજ કોઈએ ક્યારેક વાવ્યું હશે જે આજે મહાકાય સ્વરૂપે તમારી સમક્ષ ઉભું છે. રાજકોટમાં આજે બ્લડબેંક, […]

#385 Himanshu Popat, Gujarati Rapper

June 17, 2019

ગોંડલથી રાજકોટ જતા રસ્તામાં જ સોન્ગ લખી નાખ્યું અને કેવી રીતે શૂટિંગ કરવું એ પણ નક્કી કરી લીધું. માત્ર એક જ અઠવાડિયામાં સોન્ગ પૂરું કરી લીધું અને આજે યૂટ્યૂબ પર મારુ રૅપ સોન્ગ “ગીદી ગીદી થાય” ધૂમ મચાવે છે. મારુ નામ હિમાંશુ પોપટ, વ્યવસાયે એ.સી. મેકૅનિક, જિંદગીમાં ક્યારેય કોઈ કવિતા પણ નથી ગાઇ કે નથી […]

#384 Dr Ritesh Bhatt and School no. 89

May 27, 2019

રાજકોટનાં હોઈએ પરંતુ રાજકોટમાં ન હોઈએ તો પણ રાજકોટ માટે કાંઈ થઇ શકે ખરું? આ વિચાર મારા દિમાગમાં ઘણાં સમયથી ઘુમરાતો રહ્યો. મારું નામ ડૉ. રિતેશ ભટ્ટ, ડેન્માર્કમાં રહું છું પણ રાજકોટને હૃદયમા ધડકતું હંમેશા રાખ્યું છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી. નરેન્દ્રસિંહ ઠાકુરની સમક્ષ વાત રજુ કરી અને પ્રાથમિક શાળા નંબર 89 […]

#383 Ajaysinh Chudasama

May 20, 2019

સ્ટેચ્યૂ ઓફ યુનિટી તો હમણાં બન્યું પણ મારુ સપનું છે કે “સોસાયટી ઓફ યુનિટી” બનાવું. મારી કોલોનીમાં 1થી 40 શેરીઓ છે અને દરેક શેરીમાં એક યુવાનને કામ સોંપ્યું છે કે એ બધા જ પરિવારની બધી જ ડીટેલ રાખે. ઉંમર થી લઈને એજ્યુકેશન સુધી બધું જ મારી પાસે મોજુદ છે. એમાંથી કોઈને કાંઈ પણ તકલીફ પડે […]

#382 Jumabhai Rickshaw wala

May 6, 2019

મસાણની રાખને ચાળીને જોઈ લે જો, જો તમને એમાં ક્યાંય બ્રાન્ડેડ કપડાં, અભિમાન, મોભો, ઘમંડ કે ધન-દૌલત જોવા મળે તો. બધું અહીં જ રહી જવાનું તમારા વિના તો પછી જિંદગીમાં આટલી ધમપછાળ શેની છે? જુમાભાઈ, ઉમર 70 વર્ષ, હું ત્યારથી રીક્ષા ચાલવું છું જ્યારે પેટ્રોલનો ભાવ ૧ રૂપિયે લિટર હતો. રાજકોટ, ગુજરાત અને દેશ ની […]