#412 Nishil Savla and library

May 16, 2020

સવારનાં ઉઠીયે ત્યાંથી નેગેટિવ સમાચારો શરુ થઇ જાય છે તે છેક રાત્રે પથારીએ પડીયે ત્યાં સુધી સતત આપણા મગજ પર ધબધબાટ પડતા જ રહે છે. કોઈ ટીવી જોવાનું બંધ કરે તો મોબાઈલમાં શરુ થઇ જાય અને જો મોબાઈલ મૂકે તો પડોશી આવીને મમરો મૂકી જાય. સમાચાર સામે કોઈ તકલીફ નથી પણ નેગેટિવ સમાચારો જે હંમેશા […]

#411 Corona Warriors, Nasrin Belim

May 10, 2020

બહુ થયું? મકરજના તબ્લીગી સમાજના સમાચાર કે વધતા જતા કોરોના ની વાત વાંચીને થયું કે ભાઈ બહુ થયું હવે અને પછી સોશિઅલ મીડિયા પર જે પવન ફૂંકાયો, આમ કરી નાખો ને તેમ કરી નાખો. ઘરના પલંગ પર ચાદર પણ સરખી ન કરી શકનારાઓ કે સોફા પર સીધા ન બેસી શકનારાઓ મોદી અને યોગીજીને સલાહો આપવા […]

#410 Corona Warriors and their Drone

May 7, 2020

આ વાઈરસ સામે લડતા લડતા અનેક મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થયા હોય એવા સમાચાર આપણે જોઈએ જ છીએ ઉપરાંત રાજકોટ પાલિકાવાળા દવાનો છંટકાવ, સફાઈ માટે કામદારો પણ રોકે છે જો એને ચેપ લાગી જાય તો સફાઈ કોણ કરે? રાજકોટ એક ગંધાતા ઉકરડા સમાન બની જાય અને ગટરો ને શેરીઓ રોગ અને કચરાથી ઉભરાવા માંડે. એવો […]

#409 Corona Warrior Kishan Chhaiya

April 17, 2020

આવતીકાલે જો દુનિયા આ વાઇરસ મુક્ત થઈ જાય તો આપણે હતા એવા જ થઇ જશું? કોઈ પરિવર્તન નહિ જ આવે? કેટલા કેસ થયા? ક્યાં થયા? શું જમવાનું બનાવ્યું? કોને ડંડા પડ્યા? વિડિઓ બનાવ્યો? બધું જ નેગેટિવ-નેગેટિવ, એવામાં જો કોઈ સારા સમાચાર જોવા સાંભળવાના રહી જાય અને દિવસ આખો આ કોરોનાની લપમાં જ નીકળી જાય. લોકો […]

#408 Langar Prasad in Covid19 Pandemic

April 6, 2020

તમે સરદારજી ઉપર જોક સાંભળ્યો? બાર વાગે ને સરદારજીની બુદ્ધિ બહેર મારી જાય. આજે આખી દુનિયાના બાર વાગી ગયા છે જ્યાં સરદારજીની બુદ્ધિની દરેકે દાદ આપવી પડે. જ્યાં લોકો ખાલી માહોલ જોવાના બહાને બહાર જાય છે ને પાછળ “પોલીસ પ્રસાદી” લઈને ઘેર આવે છે એમના માટે ખાસ કે કોઈ દિવસ સરદારજી ઉપર જોક કરતા પહેલા […]

#407 Ambe, a girl

March 16, 2020

ભાગીરથી ગંગાને પૃથ્વી પર અવતરવા માટે શંકરની જટાની જરૂર પડે પણ શક્તિને અવતરવા માટે તો માતાની કૂખ જ જોઈએ. આવી જ એક શક્તિનું સ્વરૂપ એટલે “અંબે” રાજકોટના ઠેબચડાં ગામનાં પાદરેથી કચરામાં મળી આવી. શરીર પર તીક્ષ્ણ હથિયારના નિશાનો, જીવ-જંતુ અને કૂતરાઓએ બચકા ભરેલાં અને જાણે પીડાની પરાકાષ્ઠાને જન્મતાની સાથે જ હસ્તગત કરતી હોય એમ મોતને […]

#406 Rajkotians making dual language movie

March 6, 2020

રાજકોટની વ્યક્તિ રાજકોટમાં જ કંઈક નવું કરી બતાવે એવું તો આપણે અહીં ઘણું જોયું, પણ રાજકોટના તો ઠીક ગુજરાતના સીમાડાઓ ઠેકીને બંગાળી ભાષામાં ફિલ્મ બનાવવી એ તો કાંઈ અલગ જ છે. મારુ નામ નીરવ રાણીંગા, જયારે ઇન્ટર સ્કૂલમાં એક નાટક કરેલું અને જે બહુ વખણાયેલું લોકો એ ફિલ્મ બનાવવા પર જોર દીધું પણ ત્યારે તો […]

#405 Kanishk Bhardwaj

February 24, 2020

જેના અન્નપાણી જ્યાં લખેલા હોય છે દુનિયાના ગમે તે ખૂણે થી ત્યાં આવવું જ પડે છે. મારો જન્મ શાહરાનપુર, ઉત્તરપ્રદેશમાં થયેલો પણ, કિસ્મત રાજકોટ લઇ આવી. અહીં આવીને જોયું કે લોકો અવનવા રસ્તાઓ અપનાવે છે અને સફળતા પણ મેળવે છે. રસોઈ કરતી રાજકોટની નારી પણ પાપડ વેંચીને બજાર ગજવી મૂકે છે અને કોઈ ઓનલાઇન બિઝનેસ, […]

#404 Nishit, Programming head, MyFM

February 3, 2020

રાજકોટે લોકોને ભરીભરીને આપ્યું હશે પણ મને રિજેક્શનનો અંબાર આપ્યો છે. કેટકેટલાં ઇન્ટરવ્યુ થયાં અને કેટલાં તો ફાઇનલ પણ થયા. કોણ જાણે શું લખ્યું હશે નસીબમાં પણ છેલ્લે આવીને વાત અટકી જતી અને રાજકોટનાં નામ પર ચોકડી લાગી જતી. નિશીત, ખાનદાની પ્લાસ્ટિકનો ધોરાજીમાં વ્યવસાય પણ એમાં આપણું જરા પણ દિલ ન લાગતું. કોલેજના સમયથી જ […]

#403 Amit Dhorda and folk music

January 26, 2020

કહે છે કે મોરનાં ઈંડા ચીતરવા ન પડે પણ, અમે તો ચીતરી બેઠા. લોકસંગીતને કોઈ સ્નાન સૂતકનો પણ સંબંધ નહી એવા પરિવારમાં જે દિવસ રાત ખાલી બિઝનેસ વિશે જ વિચારતું હોય એવા પરિવારમાં લોક સંગીત ક્ષેત્રે નામ કાઢવું એ ખરેખર ઈંડાને ચીતરવા જેવું જ છે. અમિત ધોરડા, પરિવાર સોની કામના વ્યવસાયમાં પણ મને તો લોકસંગીત […]

#402 Mitesh Ruparelia & Ashmika hair elixir

January 13, 2020

મિતેષ રૂપારેલિયા, રાજકોટનું પ્રખ્યાત નામ. જમીન લે-વેંચમાં ઘણા પૈસા કમાયા. પોતાનો હેર ઓઇલનો બિઝનેસ અને પડતાં આભને ટેકો આપે એટલાં સધ્ધર વ્યક્તિ. જયારે એ પોતાની કારમાં નીકળે ત્યારે માભો તમે એક વાર તો જોતા રહી જાવ. પણ, રાજકોટનો ચેહરો આમ થોડું બનાય છે? એનાં માટે જિંદગીના કપરા ચાબખાં પીઠ માથે લીધા હોય અને એની ઉપર […]

#401 Thelessemia major & Rahul

December 24, 2019

મોટા ભાગના લોકો લગ્ન પહેલા કુંડળી તો મેળવી જ લ્યે છે. જો ગ્રહો મેચ થાય તો જ સંબંધ થાય નહીતો ફોક. અને જો કુંડળી મેચ થયા બાદ પણ લગ્ન ટકશે એની કોઈ ગેરેન્ટી ખરી? કુંડળી કરતાં પણ ખૂબ જ જરૂરી છે થેલેસિમિયાનો રિપોર્ટ મેચ કરવો. સ્કૂલ, કોલેજોમાં તો સરકાર અથાગ પ્રયત્નો કરીને જાગૃકતા લાવે છે […]

#400 Toys seller

December 18, 2019

બજારમાં જઈએ કે કોઈ ઓળખીતા મિત્ર-સંબંધી જોડે સામાન્ય વાતચીત થતી હોય ત્યારે મંદી નો ટોપિક તો જરૂરથી ચર્ચાય, કદાચ જરૂરતથી વધારે પણ વાત થાય. બહેનો સાંજે શાકભાજી લેવા ભેગા થાય ત્યારે પણ મોંઘવારીની વાત તો કરી જ લેતી હશે. પણ પછી? એજ વ્યક્તિ જે સવારે એના મિત્ર જોડે મંદીની ચર્ચા કરી હતી એ એની જ […]

#399 Mochi dada

December 2, 2019

“એ….દાદા, રામ રામ “ અવાજ સાંભળતાં જ બોખું મોઢું જાણે મોઢામાં પતાસું આવી ગયું હોય એમ ખીલી અને ખુલી ઉઠે અને હાથમાં ચોકલેટનો ડબ્બો લઈને સામે ધરી દે. એક પછી એક નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની છોકરીઓ નિશાળના દરવાજામાંથી બહાર આવતી જાય, રામ રામ બોલતી જાય અને ડબ્બામાંથી એક એક મનપસંદ ચોકલેટ લેતી જાય. મને આ અદ્દભુદ […]

#398 RJ Jay Sakariya

November 25, 2019

રાજકોટ રેડીઓ પર બઘડાટી બોલાવતો હું આર જે જય સાંકરિયા, બાળપણથી જ બઘડાટી બોલાવવાનો શોખ જે કોલેજ સુધી મને દરેક ફિલ્ડમાં આગળ રાખતો. કોલેજના એન્યુઅલ ફન્કશનથી માંડીને ગુજરાતનાં યૂથ ફેસ્ટિવલ્સમાં મેદાન માર્યું છે. કોલેજમાં જયારે એન્જીનીરીંગ કરતો ત્યારે રેડીઓવાળા “ટેલેન્ટ હન્ટ” માટે આવતાં ત્યારે પણ મેં તેમાં સારું પ્રદર્શન કરેલું. પણ, એન્જીનીઅરીંગ કરેલા વ્યક્તિથી આવા […]

#397 Ravi Chauhan, Zoo education Officer

November 12, 2019

દરેક વ્યવસાયમાં રાજકોટ પોતાનો ડંકો વગાડી ચૂક્યું છે. આપણે રાજકોટના ઘણા અવનવા ચહેરાઓને જાણ્યા અને માણ્યા. આ દિવાળીમાં રાજકોટનું પ્રાણીસંગ્રહાલય ન્યુઝમાં હતું કે ત્યાં રેકોર્ડ બ્રેકીંગ મુલાકાતીઓ આ વર્ષે આવ્યા જે આપણા માટે ખરેખર ગર્વની બાબત છે પરંતુ એની પાછળની મહેનત માટે રાજકોટનાં આ ચેહરાને પણ જાણવો જરૂરી છે. હા, રાજકોટ અહીં પણ પાછળ નથી. […]