World No Tobacco Day

By Faces of Rajkot, May 31, 2016

Compiled by Dr Vimal S. Hemani

1. Every 10 seconds one person dies due to diseases related to tobacco.
તમાકુંને કારણે દુનિયામાં દર ૧૦ સેકન્ડે એક મૃત્યું થાય છે.

2. Top 4 reasons (Heart diseases, Cancer, Stroke and Pulmonary diseases) of death in the world are related to tobacco.
મૃત્યુના ચાર મુખ્ય કારણ છે એવા રોગો પાછળ તમાકુંજ જવાબદાર છે.

3. Head and neck cancer incidence in the world is 5% of all the cancers but in Saurashtra it reaches upto 45%. 45 of 100 cancer patients we see are of tobacco related head and neck cancer cases.
સૌરાષ્ટ્રમાં તમાકુંને કારણે થતા કેન્સરનું પ્રમાણ સૌથી વધુ છે.

4. In 1990 there were approximately 110 crores tobacco users in the world which reached to 200 crores in 2010. This incidence is increased mainly in the developing countries like India.
૧૯૯૦ મા લગભગ ૧૧૦ કરોડ લોકોને તમાકુનું વ્યસન હતું જે ૨૦૧૫ સુધીમાં વધીને ૨૦૦ કરોડ સુધી પહોંચી ગયું છે.

5. The incidence of tobacco use in females increased from 12% to 40% in last 20 years.
દુનિયામાં છેલ્લાં ૨૦ વર્ષમાં તમાકુંના વ્યસની સ્ત્રીઓનુ પ્રમાણ ૧૨% થઈ વધીને લગભગ ૪૦%એ પહોંચી ગયું છે.

6. Every year 45 crore kilos of tobacco is produced in India of which 80% is used in India.
દર વર્ષે ૪૫ કરોડ કિલો તમાકુંનુ ભારતમાં ઉત્પાદન થાય છે જેનું ૮૦% જેટલું તમાકું આપણા દેશમાં જ વપરાય છે.

7. Every year approximately 3.5 lac new head and neck cancer cases are registered in India.
દર વર્ષે લગભગ સાડા ત્રણ લાખ મોઢાના અને ગળાના કેન્સરના નવા દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

8. The incidence of Head and neck cancer in India is 90 per every 1 lac population.
દર એક લાખ વ્યક્તિએ ૯૦ જેટલા કેન્સરના દર્દીઓ છે.

9. There are almost 3000 varieties of Gutkha available in India.
આપણા દેશમાં લગભગ ૩૦૦૦ બ્રાન્ડના ગૂટખા મળે છે.

10. In Rajkot city limits there are more than 20,000 (Yes, TWENTY thousand) paan shops.
આપણા રાજકોટમાંજ ૨૦ હજાર (જઈ હા, વીસ હજાર) થઈ પણ વધારે પાનની દુકાનો છે.

11. Deaths due to tobacco is 30 times more than the total number of suicides in the world.
દુનિયામાં દર વર્ષે થતી આત્મહત્યા કરતા ૩૦ ગણા વધુ, ડાયાબિટીસથી થતાં મૃત્યુ કરતાં ૧૮ ગણા, અકસ્માતમાં થતાં મૃત્યુ કરતાં ૧૨ ગણા વધુ મૃત્યુ તમાકુંને કારણે થતા રોગોથી થાય છે.

12. Every hour 90 people die due to tobacco in India.
આપણા દેશમાં દર કલાકે ૯૦ જેટલા લોકો તમાકુંને કારણે થતા રોગોથી મૃત્યુ પામે છે.

13. One bidi/cigarette reduces 8 minutes of your life.
એક બીડી/સિગરેટ આપણી જિંદગીની ૮ મિનિટ અને ફાકી/ગુટખા/માવા/તમાકું આપણી જાતને જિંદગીની ૪ મિનિટ ઓછી કરી નાખે છે.

14. Every year smokers consume 1000 crore bidis/cigarettes in India.
આપણા દેશમાં દર વર્ષે ૧૦૦૦ કરોડથી વધુ બીડી/સિગરેટ ફૂંકી જાય છે. અને એની પાછળ ₹ ૫૦,૦૦૦ કરોડનો ધુમાડો કરી નાખે છે.

15. If you save 30 rupees spent on tobacco every day, you can save approximately 10,40,000 in 30 years.
જો રોજના ફક્ત ₹ ૩૦ તમાકુંમા વેડફવાનુ બંધ કરી બેંકમાં જમા કરાવીએ તો ૩૦ વર્ષમાં ₹ ૧૦,૦૦,૦૦૦ (દસ લાખ રૂપિયા) ની બચત કરી શકાય.

16. In one of the surveys we did with Nathalal Parekh Cancer institute, Rajkot, 40% of municipal school students revealed that they are tobacco addicts.
રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટયૂટ દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ, રાજકોટની મ્યુનિસિપાલિટીની શાળાઓના ૪૦% વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું કે તેઓ તમાકુંના વ્યસની છે. આવા બાળકોને કેન્સર થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે.

17. On asking them how they got the addiction, apart from the various answers, 60% said that their parents and 40% teachers were responsible for their addiction.
કયા કારણોસર એમને આ ટેવ પડી એવું પુછતાં તેમણે જણાવ્યું કે તેઓની આ કુટેવ એમના મિત્રો ઉપરાંત એમના માબાપ અને શિક્ષકોને જોઈને પડી હતી.

18. None of the animals consume tobacco except humans.
માનવી સિવાય બીજા કોઈ પ્રાણી કે જીવજંતુ તમાકુંનો ઉપયોગ કરતાં નથી.

19. There are approximately 4000 harmful chemicals in a cigarette. Much more in bidi and various chewing tobacco preparations.
તમાકુંની જુદી જુદી બનાવટોમાં ૪૦૦૦ જેટલા નુકસાનકારક રસાયણ હોય છે જેમાંથી ૫૦ રસાયણોથી કેન્સર થઈ શકે છે.

20. Everyday 6000 children smoke their first cigarette/bidi and an equal number of them try chewing tobacco products.
ભારતમાં રોજના લગભગ ૬૦૦૦ નવા બાળકો તમાકુંના વ્યસની બને છે.

21. If you quit tobacco right now… It will take 15 years to get rid of its total effects from the body.
જો તમાકુંને અત્યારે છોડવામાં આવે તો તેની શરીરમાંથી સંપૂર્ણ અસર જતાં ૧૫ વર્ષ લાગે છે.

22. Around 6 million people die due to tobacco each year.
દર વર્ષે લગભગ ૬૦ લાખ લોકો તમાકુંને કારણે થતા રોગોથી મૃત્યુ પામે છે અને ૬,૦૦,૦૦૦ (છ લાખ) લોકો પેસીવ (નિષ્ક્રિય) ધુમ્રપાનથી મરે છે.