
2 ફોટોગ્રાફર રાજકોટની શેરીમાં દર રવિવારે ફોટો ખેંચવા જાય. રાજકોટવાળાનો ફોટો લેવો એ પણ મોટું કામ છે. તમારે એમની પરવાનગી લેવી પડે, વાતો કરવી પડે. વિશ્વાસ જીતવો પડે અને લગભગ અડધા કલાકની મેહનત પછી 5 સેકંડ મળે એક ક્લિક કરવા. અને એમના ચેહરા પર સંતોષ વ્યાપી જાય.
બંને જણને થયું કે આપણે જે વાત કરીએ છીએ એ લોકો સુધી પહોચાડીએ, ફોટો પાછળની વાત, ફોટો સાથે.
બન્નેમાં ના એક એવા નીરવ રાવલ, અનીમેશન કલાકાર. અદ્ભુત રંગો અને ડીઝાઈનનું મિશ્રણ અને વર્ષોનો અનુભવ એટલે નીરવભાઈ. બીજા છે ડૉ. વિમલભાઈ હેમાણી, ઈ .એન.ટી. સર્જન, જબરું વ્યક્તિત્વ, સિદ્ધિઓ આભ અડકે પણ પોતે જમીન સાથે જોડાઈ ને રહે, સહેજ પણ ઉડવા ના દે. આ બન્ને વિશે Faces of Rajkot માં ક્યારેક અલગથી વધુ જાણીશું.
આ એક વર્ષમાં રાજકોટનાં ઘણા ચેહરાઓ જોયા, જાણ્યા અને માણ્યા. હું Faces of Rajkot પોતે ગર્વ અનુભવું છું કે એક વર્ષ ની અંદર કેટલી મહાન હસ્તીઓ મને મળી. આ રાજકોટનાં અમૂલ્ય ઘરેણાંઓ ને તમે ક્યારે like કે share કરો છો ત્યારે મને ઘણી ખુશી થાય છે. બાકી આપણે તો લખી જાણવું, જિંદગીનું ગીત કંઈક એ રીતે ગાવું કે છેલ્લા શ્વાસે વન્સ મોર લઈને જાવું છે. શું કહો છો?
આજે તો મારો જન્મદિવસ, કેક ખાવા આવશો ને?
— with Vimal S. Hemani and Nirav Raval.
Recent Comments