#450 Arjun Patel, a blind music professional

October 21, 2023

જયારે સમગ્ર જગતમાં અંધાકર વ્યાપી ગયો હોય ત્યારે જ આકાશનું તારા મંડળ કેટલું દૈદિપ્યમાન દેખાય છે! ત્યારે અંધકાર પણ આશીર્વાદ જેવું લાગે છે. એવો જ રાજકોટના અંધકારનો એક તેજસ્વી તારલો છે અર્જુન પટેલ.   નામ મારુ અર્જુન અને નામ ને સાર્થક કરવા મેં પણ લક્ષ્યભેદથી ઓછી કદી ઈચ્છા પણ નથી કરી ભલે ને એણે આંખે […]

#449 Ajaysinh Chudasama

April 7, 2023

આપણી એડ્યુકેશન સિસ્ટમ એટલી સક્ષમ નથી કે તમને તમારું ભવિષ્ય જેમાં બનાવવું હોય એ ફિલ્ડ માટે પ્રોત્સાહન, માર્ગદર્શન કે માહિતી પુરી પડી શકે. અહીં આપણે જ યાહોમ! કરીને કૂદી પડીયે ત્યારે જ ફતેહ હાથ લાગે. ધોરણ બાર સુધી તો એમજ અંધારામાં કોઈ પણ દિશા વિના ભણી લીધું, જેમ દોસ્તો, શિક્ષકો, સગાં કે ઘરના કહેતા ગયા […]

#448 Abhi Vyas & his struggles with Thalassemia Major

March 17, 2023

દુકાળમાં અધિક માસ ને ગરીબ ગાયને બગા જાજી આજ કહેવતને સાર્થક કરતી હોય એવી પરિસ્થિતિ. 1998 નું વર્ષ ને ઘેર દીકરો જન્મ્યો. ખુશી માત્ર 6 મહિના રહી ત્યાં તો કોઈ ની નજર લાગી હોય એમ દીકરાનું શરીર ફિક્કું પડતું ગયું. એ વખતે જસદણમાં રહેતા હતા, ડોક્ટર પાસે ગયા રિપોર્ટ કરાવ્યા તો નિદાન થયું કે દીકરા […]

#447 Milan Parmar, cinematographer

October 8, 2022

ફિલ્મોની દુનિયા કોને ન ગમે? બધાને જીવનમાં ક્યારેક તો એવું થયુ જ હશે કે કાશ હું પણ અહીં હોત. ગુજરાતીઓને ફાળે અને ખાસ કરી ને રાજકોટને બહુ ઓછો જ અવસર મળ્યો છે. પુણેમાં વિશ્વવિદ્યાપીઠમાં એડમિશન માટે 18 સીટો ઉપર 12 લાખ સુધી એપ્લિકેશન દર વર્ષે થાય છે, અને મારુ અહોભાગ્ય અને વડીલોના આશીર્વાદથી મારો નંબર […]

#446 90 years old Shantuben

July 7, 2022

લગભગ દરેકને મન માં એવો વિચાર હશે જ કે વૃદ્ધ થાશું ત્યારે શાંતિ થી આરામ કરીશું અને જીવનમાં કોઈ ધમાલ નહિ હોય. એવી પાકટ ઉંમરે તમારે જવાબદારીનું પોટલું ફરીથી આવી પડે તો? એ પણ નેવું વર્ષ ની ઉંમરે? લાંબો પથ ને રસ્તા કાચા, એક મુસાફર ને લાખ લબાચા.   શાંતુબેન, ઉમર નેવું વર્ષ, વાંકી કમર […]

#445 Shraddha Dangar

May 6, 2022

પુરુષપ્રધાન સમાજ અને લગ્ન પછી મોટા ભાગની સ્ત્રીઓની આઝાદીની કપાઈ જતી પાંખો એ કાંઈ નવું નથી. આપણે બધા આ બધું વર્ષો થી જોતા આવ્યા છીએ અને જાણ્યે અજાણે એનો ભાગ પણ બનીયે છીએ. ઘણીવાર આંખો આડા કાન કરીને એતો એવું રહેવાનું કહી ને આગળ વધી જઈએ છીએ. સાવ એવું પણ નથી રહ્યું જે સદીઓ પહેલા […]

#444 Jitubhai & Vishwanidam

November 17, 2021

જીતુ વિશ્વનીડમ, હું અને મારા એક મિત્ર વિરાણી સ્કૂલ પાસે બેઠા હતા અને એક બાળક ભીખ માંગતો આવ્યો અને અમારી પાસે એક રૂપિયો ખાવાનું લેવા માટે માંગ્યો. મેં કહ્યું કે મારી સાથે મારી ઘરે ચાલ, ભરપેટ જમાડીશ અને મારુ નાનું મોટું કામ કરીશ તો દરરોજના દસ રૂપિયા આપીશ. એ છોકરાએ એના ખિસ્સામાંથી પૈસા કાઢીને બતાવ્યા, […]

#443 Hiren Trivedi and Mentally challenged people

October 21, 2021

હમણાં જ શ્રાદ્ધના દિવસો ગયા, બધાએ કાગડા, પશુઓ, પક્ષીઓ, ભૂદેવોને પેટ ભરીને જમાડ્યા હશે. ખીર, લાડુ, પુરી થી માંડીને ભાવતી વાનગીઓનો ધરવ કર્યો હશે. પણ, આવું બારેમાસ ચાલે તો? પોસાય? અને એ પણ દિવસમાં એક જ વાર હોય છે જો ચાર ટાઈમ કરવું પડે તો? હસી કાઢવા જેવી વાત નહિ?   ના, રાજકોટમાં એવા હિરલાઓ […]

#442 Payal, a trans woman of Rajkot

September 29, 2021

મારાં હાથ પર સળગતાં કોલસા મુકવામાં આવતા, પટ્ટા, બેલ્ટ, કેબલથી ઢોર માર મારવામાં આવતો, કારણ? લાગણીઓની અભિવ્યક્તિ. મને 14 વર્ષની ઉંમરે ભાન થયું કે મારુ શરીર પુરુષનું છે પરંતુ મારી અંદર એક સ્ત્રી છે. ત્રણ બેહનો વચ્ચે હું એક જ ભાઈ જેથી મારા માતાપિતાની અપેક્ષાઓ, સામાજિક જવાબદારી, લાચારી, શરમ બધું જ ભેગું મળીને એક બેલ્ટ […]

#441 Shilpaben Dabhi

September 21, 2021

થોડા સમય પહેલાં આપણે સૌને ઓક્સીજનનું મહત્વ કુદરતે સારી રીતે શીખવી દીધું. થોડા લોકોએ થોડા દિવસ માટે પ્રયત્નો પણ કર્યા હશે પણ આટલું પૂરતું છે? આજકાલ સમાચારોમાં હિમાચલપ્રદેશમાં પહાડોની જમીન ધસી પાડવાની ઘટનાઓ વધતી જાય છે આનું એક કારણ વૃક્ષોનું નિકંદન પણ છે. વૃક્ષો જે જમીનને જકડી રાખતા હતાં એને જ કાપી નાખ્યા તો પહાડો […]

#440 Sachin Nimavat

September 7, 2021

“સર, અહીં બેસો.” સાત ધોરણ પાસ, પાનની દુકાન પર કામ કરતા છોકરાને લોકો “સર” કહીને બોલાવે તો મને તો માનવામાં જ ન આવ્યું. કારણ? મને હેન્ડ સ્ટેન્ડ કરવું બહુ પસંદ. હું કલાકો સુધી પ્રેક્ટિસ કરું એક હાથ પર ચાલવું, ઉભા રહેવું, સેન્ડ બેગ સાથે પંચિંગ પ્રેક્ટિસ કરવી. મારો એક નાનો એવો વિડિઓ જોઈને મને બોલાવવામાં […]

#439 Rahul Yadav

July 21, 2021

આફતને અવસરમાં પલ્ટી નાખે એ ગુજરાતી, આવા તો ઘણા ઉદાહરણો આપણે રાજકોટમાં પણ જોયા, કોઈ શિક્ષક શાક-ફ્રૂટ વેંચીને આગળ આવ્યા, કોઈએ ઘર બેઠા એડ્યુકેશન આપ્યું, કોઈએ વૃક્ષો વાવ્યા. ભાવનગરના જેસર ગામના વાતની રાહુલ યાદવને એના પિતાની સાથે ખેતીવાડી વિસ્તાર માં જતો અને ખેતમજૂરો ન મળતા પાક નજર સામે બગાડતો જોયો અને એમાંથી આ ઉમદા વિચાર […]

#438 Amba

June 27, 2021

ઠેકી મેં ઠોકર, ને ઠેકી મેં ઢીક, ઠેકી તેં દોધેલી ઊંડેરી બીક પેલી તરછોડાયેલી અંબા યાદ છે?   ધાર્યું ધણી નું જ થાય, એમાં કોઈ કંઈ પણ ન કરી શકે. કોને ખબર હતી કે ઠેબચડી ગામની સીમમાંથી લોહીલુહાણ હાલતમાં ઉકરડામાંથી પડેલી, શાયદ કીડી-મંકોડા કે કુતરાનો ભોગ બની જાત એ આજે ઇટલી જેવા સમૃદ્ધ દેશમાં જઈને […]

#437 Faruk Shekh

June 15, 2021

એક વર્ષતો કંઈ પણ કામધંધો કર્યા વિના નીકળી ગયું પણ હવે બધી જ બચત વપરાઈ ગઈ. લોકડાઉનની તલવાર સતત માથે તોળાતી રહેતી. જયારે લોકો ઓનલાઇન લોકડાઉનની માંગ કરતાં જોતો ત્યારે એમ થતું કે એક વાર એનો હાથ પકડીને લઇ એવું અને આજુ બાજુના દરેક ઘરની સ્થિતિ બતાવું. જો એક દિવસ પણ ઘેર બેસે તો છોકરાને […]

#436 Dr Chetan Lalseta talks about corona and skin problems

May 12, 2021

ભારત કોરોનના ત્રીજા પ્રકારના ખતરનાક વાઇરસનું ઘર બનવા જઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો એ ન ધાર્યું હોય એવા પ્રકારની અસરો શરીર પર જોવા મળી રહી છે. આવો જાણીયે કે રાજકોટના પ્રસિદ્ધ ચામડીના રોગ નિષ્ણાત ડૉ ચેતન લાલસેતાનું શું કેહવું છે?   હાલની પ્રવર્તમાન કોરોના ની સ્થિતિમાં જયારે નવા નવા લક્ષણો સામે કોરોના ના રંગ-રૂપમાં ફેરફાર આવી […]

#435 Dr Mehul Lalseta speaks on Corona and teeth

May 3, 2021

આપણા શરીરમાં આપણે સૌથી વધારે કોઈ અંગની ઉપેક્ષા કરતા હોઈએ તો એ છે દાંત. વાળ, નખ, સ્કીન બધું ફરીથી ઉગી શકે છે પરંતુ પુખ્ત વય પછી દાંત નથી ઉગતા. મોટા ભાગે લોકો ઘરગથ્થું ઉપચાર કરતા હોય છે અને દાંત પાડવાના સમયે જયારે બહુ જ મોડું થઇ ગયું હોય ત્યારે ડોક્ટર પાસે જતા હોય છે.   […]