“સિદ્ધી તેને જઈ વરે, જે પરસેવે નહાય”
આપણે શાયદ બે હાથે પણ ના કરી શકીએ એ કામ વિરજીભાઈ એક હાથે કરે છે. કોઈ પણ મદદ વિના એક હાથે નારીયેલ કાપી ને ગ્રાહકોને આપે છે.
કોઈ પણ જાત ની ફરિયાદ કે રોકકળ વિના કામ કરે છે. નારીયેલ અને કેરી થી ભરેલ રેકડી એક હાથે ખેંચી ને ગમે તેવા ટ્રાફિકમાંથી પસાર થઇ ને આજે સતત 4 વર્ષથી અહી ઉભા હોય છે. ઘણા લોકો તો ખાલી એમને જોવા જ આવે છે. નાનપણ થી ખુબ જ મેહનત કરેલી છે અને આજે એનું ફળ એમને મળ્યું છે.
સુખેથી જીવન જીવે છે 3 છોકરાઓ, પુત્રવધુ અને પૌત્રો સાથે આનંદથી જીવે છે. દસ ધોરણ સુધી પણ ભણેલ નથી પણ એમનું જ્ઞાન એન્જીનીયર ને પણ ટક્કર આપે એવું છે.એક ફૂટ લોખંડ ની પ્લેટ, બાર વગેરે નું વજન કાઢી આપે કોઈ પણ હિસાબ વિના. એક ચોરસ મીટર દીવાલ બાંધવા કેટલી સિમેન્ટ અને મિક્ષ જોઈએ તરત કહી દે.
સલામ છે આ રાજકોટ ની આવડત ને કે કોઈ શિક્ષણ, કોઈ હાથ-પગ ની કમી કે પૈસા ની કમી તમને સફળ થવાથી રોકી સકતી નથી.
વિરજીભાઈ સાચું જ કહે છે કે “પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી અને જે કરે એને સફળ થવાથી કોઈ તાકાત ના રોકી શકે.”
Recent Comments