December 30, 2018
હું સાત ચોપડી પાસ છું અને મેટોડાના એક કારખાનામાં કામ કરું છું. વાંચનનો ખૂબજ શોખ પણ એક લાઈબ્રેરીમાં વાંચવા ગયો તો મને કહેવામાં આવ્યું કે જો તમે મેમ્બર હોય તો જ વાંચવા મળે. મને થયું વાંચવામાં વળી બંધન શાના? વાંચન તો વહેંચવાથી વધે, ઘસાઇ થોડું જાય? હશે લાઈબ્રેરીના પણ કોઈ કાયદા કાનૂન હોય શકે. એમ […]
December 23, 2018
દાદાજી ઈન્દુભાઈ ધોળકિયાનો એવો આગ્રહ કે મોજ કે શોખ નહિ તો દવા તરીકે પણ મ્યુઝિક ગર્ભસંસ્કારમાં હોવું જોઈએ. એટલે જ મારા મમ્મી મ્યુઝિક સાંભળતા અને શીખતાં જેના લીધે આજે હું આ મંચ પર પહોંચ્યો છું. મારી કલાના તાજમાં રાજકોટ સંગીત અકાદમી, પદ્મશ્રી, પદ્મવિભૂષણ જેવી સન્માનિત વ્યક્તિઓ સાથેની સંગત, દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડીઓ જેવા ઘણા જ […]
December 16, 2018
કદાચ સૌને ન સમજાય પણ, સમજાય તો બેડો પાર, આજે ફેસિસ ઓફ રાજકોટને શોભાવવા માટે રાજકોટનું એક અનમોલ રત્ન પલાશ ધોળકિયા જે માત્ર 24 વર્ષની ઉંમરે સંગીત પ્રત્યે અપાર પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધા નું અદ્ભુત સંગમ છે. સંગીતમય પરિવારમાં જન્મ થયો એ મારુ અહોભાગ્ય, દાદા ઈન્દુભાઈ ધોળકિયા, ભાઈ નિરજ ધોળકિયા સાથે હું કુમળા અંકુરની […]
December 2, 2018
શહેરની દિવાલો પર “મર્દાના કમજોરી”ની જાહેરાતોથી ઉભરાય છે અને લોકો કહે છે કે ઔરત કમજોર છે. આજ બાબત ઉપર જોરદાર લપડાક સમાન રાજકોટની પહેલી “ચાય વાલી” રુકશાના હુશેન. હેમુ ગઢવી હોલ પાછળ મારી ચાની કેબીન છે. પિત્તળના વાસણમાં જ ચા બનાવવાનો આગ્રહ રાખું છું અને માટીનાં કોડિયામાં જ ચા પીવડાવું છું. મારો સિક્રેટ મસાલો […]
November 25, 2018
એકાદ મર્ડર, ચોરી કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિના સમાચાર નહિ છપાય તો ચાલશે પરંતુ કોઈ વ્યકતિ કે સંસ્થાએ જો સારું કાર્ય કર્યું હોય તો એ ફોટો સહીત એજ દિવસે જરૂરથી છાપવું એવો એક વણલખેલો નિયમ. રાજકોટનું ખૂબ જ જૂનું અને જાણીતું અખબાર “ફૂલછાબ” એ મારી ઓળખાણ છે અને મારી માતૃસંસ્થા છે. ફૂલછાબ 98 વર્ષનું થયું […]
November 11, 2018
સૌથી વધુ પૂછાતો પ્રશ્ન જો ભારતમાં હશે તો એ હશે “દસમાં ધોરણ પછી શું કરવું? સાઇન્સ, આર્ટસ કે કોમર્સ?” બંને કરવું હોય તો? હું તીર્થરાજસિંહ ઝાલા, સાઇન્સ તો કર્યું કારણકે એમાં પણ રસ ખરો, પરંતુ નાનપણથી જ રંગો અને પીંછી સાથે દોસ્તી. જો કે આર્ટવર્ક શરુ કર્યું રાધાકૃષ્ણ ના પેઈન્ટિંગ્સ થી, એ પણ […]
November 4, 2018
હમણાં જ સમાચારમાં વાંચ્યું કે રાજકોટના જ ત્રણ વિદ્યાર્થીઓએ વડાપ્રધાન ઓફિસમાં ફરિયાદ કરી કે રાજકોટની કોલેજ તગડી ફી વસૂલવા છતાં સારી ક્વાલિટીનું ભણતર પૂરું પાડતી નથી, પી.એમ.ઓ.થી ગુજરાત સી.એમ. ઓફિસ અને ત્યાંથી રેલો પહોંચ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સુધી. ફરિયાદ રીતસર ની ઓન પેપર આવી અને કાર્યવાહી થઇ. વીસ હજારની માતબર ફી લેતી કોલેજ માં માત્ર […]
October 21, 2018
રાજકોટની માટીના કણ જયારે એની મીઠાશ વેરે છે ત્યારે ખરેખર અધભૂત અનુભવ મળે છે. એ પછી સંગીત હોય, ગાયકી હોય કે પછી મારા જેવી ઉગતો ચિત્રકાર. કહે છે ને કે “ઉગે એને કોઇ નો પુગે..” હું જય દવે, આત્મીય કોલેજમાં સિવિલ એંજિનીએરીંગ પૂરું કર્યું છે અને મને લાઈવ પેઇન્ટિંગ નો બહુ જ શોખ છે. […]
October 14, 2018
કલાકે ૧૪૦ કિ.મી. કાપી નાંખતી રાજધાની એક્સપ્રેસ અચાનક ફંટાઈને મુંબઈને બદલે દિલ્હી જવા નીકળી પડે તો કેવું થાય? હાહાકાર મચી જાય ખરું ને! એવુજ કૈક થયું મારા જીવનમાં, પરખ ભટ્ટ દસમા ધોરણમાં ૯૮ અને બારમામાં ૯૦ પેર્સેન્ટાઈલ સાથેનો ટોપર છોકરો એન્જીનીરીંગમાં પણ ગયો પરંતુ કરીઅર બની છે એક ગુજરાતી લેખક તરીકે ની. એક અલગ જ […]
September 30, 2018
માત્ર 4 વર્ષની ઉંમરમાં જ સ્ટેજ ગજાવી ચુકેલો અને સંગીત પ્રત્યે અનહદ લગાવ, હું યશ પુજારા, પંદર વર્ષની ઉંમરે તો હાર્મોનિયમમાં વિશારદ હાંસિલ કરી લીધી અને 12 માં ધોરણમાં તબલામાં વિશારદ લઇ લીધી. મુંબઈ જઈને સાઉન્ડ એન્જીનયરની પદ્ધતિ સરની તાલીમ લીધી. યશરાજ સ્ટુડિયોના ચીફ સાઉન્ડ એન્જીનીઅર પાસેથી જ શીખવું પરંતુ એ ખાલી સાઇન્સ સ્ટુડેંટ્સ […]
September 23, 2018
સ્ત્રીનો અહીં એક જુદો જ મિજાજ જોવા મળે છે. કોઈ તકરાર, ફરિયાદ કે નારીવાદનો ઝંડો નથી. સ્ત્રી-પુરુષની સમાનતાનો અહીં મુદ્દો નથી. વાત પ્રેમની છે, સ્ત્રી તરફથી છે, પણ પૂરી ખુમારી અને જોશ સાથે છે. હમણાં જ રક્ષાબંધન ઉજવી નાખી, બહેનને સરસ મજાની ગિફ્ટ આપી અને બહેન પણ સાતમા આસમાને કે ભાઈ છે પછી શું? […]
September 16, 2018
વિસર્જન પહેલાનું સર્જન આકૃતિએ એના નામ પ્રમાણે કરી બતાવ્યું છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવીને રાજકોટના ચોપડે વધુ એક રેકોર્ડ આવી ગયો છે. ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરેલો છે અને શાયદ એના પરથી પ્રેરણા મળી અને એક વખત વહેલી સવારે સ્વપ્ન આવ્યું અને ત્યારથી શરુ કર્યું હાથી ની પ્રતિકૃતિઓ […]
August 28, 2018
ગાજરની પિપૂડી સાંભળ્યું છે ક્યારેય? વાગે ત્યાં સુધી વગાડો અને પછી ખાઈ જાઓ, એવું જ કંઈક હતું જ્યાં સુધી આર.ટી.આઈ. લાગુ નહોતું થયું. રાજકોટ પાસેનું બેટી ટોલનાકું યાદ છે ? રાજ્ય અને કેન્દ્ર સરકાર ની વહીવટી બેદરકારી ને લઈ ઉભું થયેલ ટોલ નાકુ સતત ૫૭ દિવસ સુધી દિવ્યભાસ્કરની મદદથી આર.ટી.આઈ. વડે એ ટોલનાકું બંધ કરાવ્યું. […]
August 19, 2018
Paras Dhar Mine is a known story, almost entire world knows the pain of Kashmiri Pandits. We were kicked out off from our own houses, lands, and state. My father’s name was on the hit list to be killed. But, we managed to escape in time. We moved to Jammu and started from scratches […]
August 12, 2018
એક સરળ સાદી કોઈ ને પણ જાણ કર્યા વિના જીવી જવાતી જિંદગી અને એક મસાલાથી ભરપૂર જીવાતી જિંદગી વચ્ચેનો તફાવત સમજવો હોય તો નિખિલ પટેલને જાણો. સમી સાંજે શેરીની ડેલીને ટેકો દઈને વાત કરતા લોકો સાંભળ્યા હશે કે “મને તો શ્વાસ લેવાનોય સમય નથી” પણ, પોતાના શોખ કે ગમતું કરવા માટે તો સમય ફાળવવો પડે. […]
July 29, 2018
WhatsApp માં પેલા કેન્સરના સચોટ ઈલાજવાળો મેસેજ તો મળ્યો જ હશે ને? આદુ , લીંબુ, અજમો ને એવું ઘણું મિક્સ કરીને રસ પીવો કેન્સર સદાને માટે જતું રહેશે. એમાં કોઈ ભાઈ નો નંબર પણ આપ્યો હૉય છે જે ક્યારેય લાગતો નથી. અને હોંશે-હોંશે એ મેસેજ ૨૦ જણાને ફોરવર્ડ પણ કરી દીધો હોય અને એ ૨૦ […]
Recent Comments