August 5, 2020
વાચકો તરફથી દર વખતે મળતા અખૂટ પ્રેમને કારણે જ Faces of Rajkot પર આ ત્રીજી વખત આવવાનુ બન્યું છે. લોકો મને ચોકલેટ ગણપતિના આવિષ્કાર માટે ઓળખે છે. મે 10 વર્ષ પહેલાં – ચોકલેટ ગણેશ, દૂધમાં વિસર્જન અને પરિણામી ચોકલેટ દૂધનું પ્રસાદ તરીકે વિતરણ – કોન્સેપ્ટ ની શરુઆત કરી હતી. ત્યારથી મેં સેંકડો મૂર્તિઓ બનાવી […]
August 3, 2020
આ મહામારીએ ઘણી જિંદગીઓ બદલી નાંખી, કોઈ રાતોરાત રસ્તા પર આવી ગયું તો કોઈ રાતોરાત હીરો બની ગયા. એવું જ કંઈક મારી જિંદગીમાં પણ બન્યું. અનિલ ભટ્ટ, 25 વર્ષથી રાજકોટમાં અંગ્રેજી ભણાવું છું અને એક પ્રાઇવેટ શાળાનો પ્રિન્સિપાલ છું પરંતુ કોરોનાને કારણે બધી આવક ઠપ્પ થઇ ગઈ. થોડો સમય તો ચાલ્યું પણ પછી તંગી […]
May 25, 2020
“ભાગ અહિંયાથી, 10 રૂપિયામાં કોઈ શાક ન આવે” એવું મોટા અવાજે કાને પડ્યું અને બધાનું ધ્યાન એ બાજુ ગયું. એક નાનકડી બિચારી છોકરીનો દસ રૂપિયા આપતો ભોંઠો પડેલો હાથ જોયો. એ તો બિચારી એટલી ગભરાઈ ગઈ અને શરમ આવી કે ઊંચું માથું ઉપાડીને ન જોયું અને ભીની આંખે જે દિશામાંથી આવી એ દિશામાં રડતી રડતી […]
May 16, 2020
સવારનાં ઉઠીયે ત્યાંથી નેગેટિવ સમાચારો શરુ થઇ જાય છે તે છેક રાત્રે પથારીએ પડીયે ત્યાં સુધી સતત આપણા મગજ પર ધબધબાટ પડતા જ રહે છે. કોઈ ટીવી જોવાનું બંધ કરે તો મોબાઈલમાં શરુ થઇ જાય અને જો મોબાઈલ મૂકે તો પડોશી આવીને મમરો મૂકી જાય. સમાચાર સામે કોઈ તકલીફ નથી પણ નેગેટિવ સમાચારો જે હંમેશા […]
May 10, 2020
બહુ થયું? મકરજના તબ્લીગી સમાજના સમાચાર કે વધતા જતા કોરોના ની વાત વાંચીને થયું કે ભાઈ બહુ થયું હવે અને પછી સોશિઅલ મીડિયા પર જે પવન ફૂંકાયો, આમ કરી નાખો ને તેમ કરી નાખો. ઘરના પલંગ પર ચાદર પણ સરખી ન કરી શકનારાઓ કે સોફા પર સીધા ન બેસી શકનારાઓ મોદી અને યોગીજીને સલાહો આપવા […]
May 7, 2020
આ વાઈરસ સામે લડતા લડતા અનેક મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થયા હોય એવા સમાચાર આપણે જોઈએ જ છીએ ઉપરાંત રાજકોટ પાલિકાવાળા દવાનો છંટકાવ, સફાઈ માટે કામદારો પણ રોકે છે જો એને ચેપ લાગી જાય તો સફાઈ કોણ કરે? રાજકોટ એક ગંધાતા ઉકરડા સમાન બની જાય અને ગટરો ને શેરીઓ રોગ અને કચરાથી ઉભરાવા માંડે. એવો […]
April 17, 2020
આવતીકાલે જો દુનિયા આ વાઇરસ મુક્ત થઈ જાય તો આપણે હતા એવા જ થઇ જશું? કોઈ પરિવર્તન નહિ જ આવે? કેટલા કેસ થયા? ક્યાં થયા? શું જમવાનું બનાવ્યું? કોને ડંડા પડ્યા? વિડિઓ બનાવ્યો? બધું જ નેગેટિવ-નેગેટિવ, એવામાં જો કોઈ સારા સમાચાર જોવા સાંભળવાના રહી જાય અને દિવસ આખો આ કોરોનાની લપમાં જ નીકળી જાય. લોકો […]
April 6, 2020
તમે સરદારજી ઉપર જોક સાંભળ્યો? બાર વાગે ને સરદારજીની બુદ્ધિ બહેર મારી જાય. આજે આખી દુનિયાના બાર વાગી ગયા છે જ્યાં સરદારજીની બુદ્ધિની દરેકે દાદ આપવી પડે. જ્યાં લોકો ખાલી માહોલ જોવાના બહાને બહાર જાય છે ને પાછળ “પોલીસ પ્રસાદી” લઈને ઘેર આવે છે એમના માટે ખાસ કે કોઈ દિવસ સરદારજી ઉપર જોક કરતા પહેલા […]
March 16, 2020
ભાગીરથી ગંગાને પૃથ્વી પર અવતરવા માટે શંકરની જટાની જરૂર પડે પણ શક્તિને અવતરવા માટે તો માતાની કૂખ જ જોઈએ. આવી જ એક શક્તિનું સ્વરૂપ એટલે “અંબે” રાજકોટના ઠેબચડાં ગામનાં પાદરેથી કચરામાં મળી આવી. શરીર પર તીક્ષ્ણ હથિયારના નિશાનો, જીવ-જંતુ અને કૂતરાઓએ બચકા ભરેલાં અને જાણે પીડાની પરાકાષ્ઠાને જન્મતાની સાથે જ હસ્તગત કરતી હોય એમ મોતને […]
March 6, 2020
રાજકોટની વ્યક્તિ રાજકોટમાં જ કંઈક નવું કરી બતાવે એવું તો આપણે અહીં ઘણું જોયું, પણ રાજકોટના તો ઠીક ગુજરાતના સીમાડાઓ ઠેકીને બંગાળી ભાષામાં ફિલ્મ બનાવવી એ તો કાંઈ અલગ જ છે. મારુ નામ નીરવ રાણીંગા, જયારે ઇન્ટર સ્કૂલમાં એક નાટક કરેલું અને જે બહુ વખણાયેલું લોકો એ ફિલ્મ બનાવવા પર જોર દીધું પણ ત્યારે તો […]
February 24, 2020
જેના અન્નપાણી જ્યાં લખેલા હોય છે દુનિયાના ગમે તે ખૂણે થી ત્યાં આવવું જ પડે છે. મારો જન્મ શાહરાનપુર, ઉત્તરપ્રદેશમાં થયેલો પણ, કિસ્મત રાજકોટ લઇ આવી. અહીં આવીને જોયું કે લોકો અવનવા રસ્તાઓ અપનાવે છે અને સફળતા પણ મેળવે છે. રસોઈ કરતી રાજકોટની નારી પણ પાપડ વેંચીને બજાર ગજવી મૂકે છે અને કોઈ ઓનલાઇન બિઝનેસ, […]
February 3, 2020
રાજકોટે લોકોને ભરીભરીને આપ્યું હશે પણ મને રિજેક્શનનો અંબાર આપ્યો છે. કેટકેટલાં ઇન્ટરવ્યુ થયાં અને કેટલાં તો ફાઇનલ પણ થયા. કોણ જાણે શું લખ્યું હશે નસીબમાં પણ છેલ્લે આવીને વાત અટકી જતી અને રાજકોટનાં નામ પર ચોકડી લાગી જતી. નિશીત, ખાનદાની પ્લાસ્ટિકનો ધોરાજીમાં વ્યવસાય પણ એમાં આપણું જરા પણ દિલ ન લાગતું. કોલેજના સમયથી જ […]
January 26, 2020
કહે છે કે મોરનાં ઈંડા ચીતરવા ન પડે પણ, અમે તો ચીતરી બેઠા. લોકસંગીતને કોઈ સ્નાન સૂતકનો પણ સંબંધ નહી એવા પરિવારમાં જે દિવસ રાત ખાલી બિઝનેસ વિશે જ વિચારતું હોય એવા પરિવારમાં લોક સંગીત ક્ષેત્રે નામ કાઢવું એ ખરેખર ઈંડાને ચીતરવા જેવું જ છે. અમિત ધોરડા, પરિવાર સોની કામના વ્યવસાયમાં પણ મને તો લોકસંગીત […]
January 13, 2020
મિતેષ રૂપારેલિયા, રાજકોટનું પ્રખ્યાત નામ. જમીન લે-વેંચમાં ઘણા પૈસા કમાયા. પોતાનો હેર ઓઇલનો બિઝનેસ અને પડતાં આભને ટેકો આપે એટલાં સધ્ધર વ્યક્તિ. જયારે એ પોતાની કારમાં નીકળે ત્યારે માભો તમે એક વાર તો જોતા રહી જાવ. પણ, રાજકોટનો ચેહરો આમ થોડું બનાય છે? એનાં માટે જિંદગીના કપરા ચાબખાં પીઠ માથે લીધા હોય અને એની ઉપર […]
December 24, 2019
મોટા ભાગના લોકો લગ્ન પહેલા કુંડળી તો મેળવી જ લ્યે છે. જો ગ્રહો મેચ થાય તો જ સંબંધ થાય નહીતો ફોક. અને જો કુંડળી મેચ થયા બાદ પણ લગ્ન ટકશે એની કોઈ ગેરેન્ટી ખરી? કુંડળી કરતાં પણ ખૂબ જ જરૂરી છે થેલેસિમિયાનો રિપોર્ટ મેચ કરવો. સ્કૂલ, કોલેજોમાં તો સરકાર અથાગ પ્રયત્નો કરીને જાગૃકતા લાવે છે […]
December 18, 2019
બજારમાં જઈએ કે કોઈ ઓળખીતા મિત્ર-સંબંધી જોડે સામાન્ય વાતચીત થતી હોય ત્યારે મંદી નો ટોપિક તો જરૂરથી ચર્ચાય, કદાચ જરૂરતથી વધારે પણ વાત થાય. બહેનો સાંજે શાકભાજી લેવા ભેગા થાય ત્યારે પણ મોંઘવારીની વાત તો કરી જ લેતી હશે. પણ પછી? એજ વ્યક્તિ જે સવારે એના મિત્ર જોડે મંદીની ચર્ચા કરી હતી એ એની જ […]
Recent Comments