January 28, 2018
તમે જોકર તો જોયો જ હશે ને?” ક્યારેક ટીવી પ્રોગ્રામમાં ક્યારેક કોઈ લાઈવ શો માં કે પછી કોઈ ફન્કશનમાં. હાસ્યાસ્પદ નાટક અને એક્ટિંગ કરતો હસતો હસાવતો ઘણી વાર જોયો જ હશે. પરંતુ, એ હાસ્યની પાછળ જોયું છે? જયારે એ એના પચરંગી કપડાના લાંબા મોટા ખિસ્સા બહાર કાઢી ને હસાવે છે ત્યારે એના મનમાં […]
January 21, 2018
વિષ્ણુભાઈ, રાજકોટનું એવું ઘરેણું કે એનું કામ જોઈ ને ભલભલા હાથ જોડી જાય. જાતે રાજગોર બ્રાહ્મણ પણ ગાંડા -ઘેલા લોકોને વ્હારે દોડી જાય. કોઈ પણ ક્યારે પણ ફોન કરે કે જાણ કરે એટલે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના મદદે દોડે. એની નાત -જાત પૂછ્યા કે જાણ્યા વિના એના મળમૂત્ર સાફ કરે. નવડાવે, કપડાં બદલી આપે, […]
January 14, 2018
શિયાળાની સવારે ગાંઠિયા ઝાપટવાને બદલે આજે કેમેરો લઇ ને ઇન્દિરા સર્કલ પાસેથી મોજમાં ચાલતો જતો હતો. મને થયું મારાંથી સુખી જીવ દુનિયામાં કોઈ નથી પણ, મારી નજર પડી ટૂંટિયું વળીને રોડની સાઈડ પાર હસતા આ ભાઈ પર. એણે હસતાં હસતાં મારા સામે હાથ ઊંચો કર્યો. અલા ભાઈ, આ કોણ? જૂની સદીનો માણસ કે શું? ઓળખાણ […]
January 7, 2018
ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીનાં હમણાં જ લગ્ન થયા. મીડિયા અને લોકોએ પળ -પળની ખબર લીધી. મારે વાત કરવી છે રાજકોટના એક આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન પ્લેયરની કે જેને પોતાની રમત ચાલુ રાખવા કેટલો સંઘર્ષ કરવો પડે છે પણ કોઈને લેશ માત્રની પણ જાણ નથી. માત્ર 2 વર્ષની ઉંમરે મામાને ઘેર વેકેશન ગયેલો ત્યાં રેલવે ટ્રેક […]
December 31, 2017
Shweta Antani સ્ત્રીનું શરીર એક માયાજાળ છે. નાની અમથી બાબત મોટું સ્વરૂપ પકડી લે અને મોટી બાબત સ્ત્રીઓ દબાવીને વર્ષો સુધી રહેતી હોય છે. કોઈ ને કઈ પણ કીધાં વિના સહન કર્યે જતી હોય. “લાઈફ આફ્ટર ફોર્ટી” ચાલીસ વર્ષ પછીની જિંદગીમાં શું શું કાળજી રાખવી એના વિષે ફુલછાબમાં હું આર્ટિકલ લખું છું. બહુ જ […]
December 21, 2017
સમય બહુ બળવાન છે એટલું તો આપણે બધાં જ જાણીયે છીએ પળમાં રાજાને રંક અને રંક ને રાજા બનાવી દે. એક સમયે જે વસ્તુ નકામી કે કોડીના ભાવે વેચાતી આજે એ આપણો અમૂલ્ય વારસો બની ગયો છે અને આ પેઢી કે આવનાર પેઢીને શાયદ જોવા પણ માત્ર ફોટોમાં મળે. પરંતુ, હર્ષ પટેલે આ સમયને […]
December 3, 2017
પ્રિય યુવાન, આવા શબ્દોથી શરુ થયેલો એક પત્ર મેં આકાશવાણી પર પ્રસ્તુત કર્યો, જેમાં એક યુવાનને સંબોધીને સામાન્ય વાતો કરી. એક પ્રોગ્રામ ફક્ત એક જ વખત પ્રસારિત થવાનો હતો પરંતુ, લોકોને એ એટલો ગમ્યો કે ૪ વર્ષ સુધી આ કાર્યક્રમ ચાલ્યો અને પછી એજ નામ પરથી બુક પણ બહાર પાડી. હું સલીમ સોમાણી, રાજકોટ […]
November 19, 2017
હવામાન ખાતાની આગાહી ઉપર આપણો કેટલો ભરોસો? અશોકભાઈ પટેલને પૂછશો તો કહેશે ,”110%” મેં બરોડાથી એન્જીન્યરીંગ કર્યું અને પછી અમેરિકામાં એમ. એસ. કર્યું પછી ઇન્ડિયા આવીને જૂનાગઢમાં પોતાનો સોલ્વન્ટ પ્લાન્ટ કર્યો. ત્યારે અમારે ખેતી હતી પણ ટ્રેકટર જેવા આધુનિક ખેતીના સાધનો નહોતા એટલે આજુબાજુમાંથી ભાડે લઇને ખેતી થતી. પરંતુ, એ બધું બીજાની સગવડે થતું. ક્યારેક […]
November 13, 2017
તારી હિંમત કેમ થઇ મને એવું કહેવાની?” સાંઇઠ વર્ષનાં માજી મારા પર રીતસર તૂટી પડ્યા. “તને કીધું કોણે એવું કરવાનું?” આ માજીનાં દીકરાની વહુએ પહેલાં માળેથી ધક્કો માર્યો અને માજીનો હાથ જિંદગીભર માટે વાંકો જ રહી ગયેલો. ઉપરથી એમની આંખમાં મરચાનું પાણી નાંખેલું. એ વખતની મનમોહનસીંગની સરકારનો નિયમ આવેલો કે જો કોઈ વૃદ્ધ વ્યક્તિ સાદા […]
November 5, 2017
સિદ્ધાંત પરમાર આમ જોવા જઈએ તો સાવ સામાન્ય વાત પણ ખરેખર તો દુનિયામાં નામ થયું કહેવાય. હીસ્ટરી અને ડિસ્કવરી જેવી ચેનલો જોવાનો ખુબ શોખ અને ત્યાંથી જ જાણવા મળ્યું કે લોકો કેવા અજબ ગજબના રેકોર્ડ્સ બનાવતા હોય છે. મને થયું હું પણ કેમ ન કરું કંઈક કે જેનાથી મારુ પણ નામ આવે ગિનિસ બૂક્સમાં. […]
October 29, 2017
દિનેશ પંડ્યા જયારે સપનાઓનો શીશમહેલ ચકનાચૂર થાય ત્યારે એની કરચ આંખોમાં જિંદગીભર ખૂંચતી રહે છે. એક સમયે મહિને લાખો કમાનાર હું પોતે મારી ગર્ભશ્રીમંત પત્નીના ખભે હાથ મૂકીને વીસ રૂપિયાની એક ફિનાઈલની બોટલ વેંચવા રાજકોટ માર્કેટયાર્ડમાં જાતે ઉભો રહેલો. સમય સમયને માન છે. ઘણા એને પ્રારબ્ધ કહેશે તો કોઈ પરિશ્રમ, પણ હું કહીશ 100% […]
October 15, 2017
એ ટાઈમે વીસ રૂપિયાનો ગરબા જોવાનો પાસ મળી જતો તોય આનંદ દિલ ફાડીને બહાર આવી જતો. રમવાનો તો વિચાર પણ નોહ્તો થતો. પપ્પા કારખાનામાં કામ કરતા અને બીજી કોઈ આવક નોહતી. ઉપરથી હું બી.કોમ. સાત- સાત પ્રયત્નો છતાં નાપાસ થયો. 2004ની આ વાત, ચંદ્રેશ ગઢવી, ગરબા રમવાનો ગજ્જબનો શોખ પણ, ખિસ્સું જોર ના કરે. […]
October 1, 2017
ગંગા બનારસથી કલકત્તા જાય એતો ઠીક પણ જો કલકત્તાથી બનારસ જાય તો? દુબઈમાં આઈ.ટી.ની સારી જોબ છોડીને ભારત પાછા આવી ગયા. કારણ? ધૂમખરીદી!!! મારા બાપુજી દુબઇ આવ્યા પણ એમના માટે કોઈ જ મનોરંજનનું કોઈ જ માધ્યમ નહિ, એમને વાંચનનો શોખ પણ અહીં તો ગુજરાતી છાપું પણ ના મળે. ત્યારે એમ થયું કે આ મુશ્કેલીતો […]
September 24, 2017
ત્યાગની પરિભાષા એટલે એક સ્ત્રીથી વિશેષ ના કોઈ સમજી શકે કે ના કોઈ સમજાવી શકે. પુત્રી બનીને સપનાઓનો ત્યાગ, બહેન બનીને “ચોકલેટ” નો ત્યાગ, વહુ બની ને શોખનો ત્યાગ, પત્ની બનીને પરિવારનો ત્યાગ, કે માં બન્યા પછી અસ્તિત્વનો ત્યાગ. જો કોઈ તાળો મળે તો જણાવજો! મારી દીકરી માન્યા એ માનવામાં ના આવે એવું કામ […]
September 17, 2017
અક્ષય કુમારનું કેહવું છે કે,” દોસ્ત, તારા પર એક ફિલ્મ બનવી જોઈએ”. જયારે વડાપ્રધાન મોદીજી જયારે મને મળ્યા ત્યારે ખુબ જ માન આપ્યું, મુંબઈમાં કપિલ શર્મા જોડે રુમ શેર કરતો અને એ આજે પણ મને નાનો ભાઈ ગણે છે. સચિન તેંડુલકરે કહેલું કે ભગવાને મને ખુબ જ કપરું કામ સોંપ્યું છે, મારા દર્દ ભૂલીને […]
September 10, 2017
આયુર્વેદનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને… તમને હજી સુધી ડાયાબિટીઝ નથી થયો? તો માની લે જો કે તમારી પાસે દુનિયાની દોલત છે. ડાયાબિટીઝ એ બ્લડપ્રેશર, કિડની, આંખ, લિવર અને છેવટે હૃદય રોગનું પ્રવેશદ્વાર છે. દોડધામની જિંદગીમાં ક્યારેય લાંબા વાળ કે પછી બેબી સ્કિન જેવી દરકાર લેવાનો સ્ત્રીઓને સમય જ નથી મળતો. એમાં […]
Recent Comments